અમદાવાદઃ સાબરમતી નદીના કિનારે આજથી નદી મહોત્સવની ઉજવણી
અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીના કિનારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજે તા. 26મી ડિસેમ્બરથી તા. 30 ડિસેમ્બર સુધી નદી મહોસ્તવનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરમતી નદીના કિનારે સફાઈ, દેશભક્તિ, પાકૃતિ-પર્યાવરણ અને ભક્તિ-આધ્યાત્મિકતાની થીમ ઉપર ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગ્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. […]