અમદાવાદના રિવરફ્રન્ટ પર આજથી ચાર દિવસ સુધી સ્પોર્ટસ કાર્નિવલ, વિવિધ કાર્યક્રમો યોજાશે
અણદાવાદઃ ગુજરાતમાં 36 નેશનલ ગેમ્સનો માસાંતે પ્રારંભ થશે, ત્યારે નેશનલ ગેમ્સના આયોજન પહેલાં અમદાવાદ શહેરમાં સૌથી મોટો સ્પોર્ટ્સ કાર્નિવલ સાબરમતીના રિવરફ્રન્ટ પર આજથી યોજાશે. આજે 15 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનારા આ સ્પોર્ટ્સ કાર્નિવલમાં વિવિધ પ્રકારની રમતો, લાઈવ મ્યુઝિકલ ઇવેન્ટ, ફૂડ ફેસ્ટિવલ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. […]


