તમિલનાડુના કરુરમાં અભિનેતા વિજયના રોડ શોમાં થયેલી નાસભાગમાં 39ના મોત
તમિલનાડુના કરુરમાં અભિનેતા અને રાજનેતા વિજયના રોડ શોમાં થયેલી નાસભાગમાં 39ના મોત થયા છે. જ્યારે 50થી વધુ લોકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને ગઈકાલે થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનો માટે 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ICUમાં સારવાર લઈ રહેલા લોકોને એક લાખ રૂપિયાની સહાય અપાશે. મુખ્યમંત્રીએ ઘટનાની તપાસ માટે વડી અદાલતના […]