1. Home
  2. Tag "Russia-Ukraine war"

રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયો ગુજરાતનો યુવક: ડ્રગ્સના ખોટા કેસની ધમકી આપી રશિયન આર્મીમાં ધકેલાયો

મોરબી: Russia-Ukraine war રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે ગુજરાતના એક યુવકનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. મૂળ મોરબીના વતની સાહિલ મોહમ્મદ હુસૈને વીડિયો મેસેજ દ્વારા પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું છે કે, કેવી રીતે તેને ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને જબરદસ્તી રશિયન સેનામાં ભરતી કરવામાં આવ્યો હતો. હાલ સાહિલ યુક્રેનિયન દળોના […]

સૈનિકો પાછા ખેંચ્યા વિના યુદ્ધવિરામ અશક્ય: પુતિન

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સામૂહિક સુરક્ષા સંધિ સંગઠન (CSTO) ના સમિટ માટે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં પહોંચ્યા હતા. સમિટ દરમિયાન તેમણે પુનરોચ્ચાર કર્યો કે બિનશરતી યુદ્ધવિરામ શક્ય નથી.”યુક્રેન રશિયાના જે વિસ્તારોમાં પોતાનો દાવો કરે છે ત્યાંથી પોતાના સૈનિકો પાછા ખેંચે તો જ યુદ્ધવિરામ થઈ શકે છે… જો તેઓ નહીં કરે, તો અમે લશ્કરી માધ્યમોનો ઉપયોગ કરીને […]

રશિયા-યુક્રેન યુદ્ધઃ રશિયાએ પ્રથમ વખત બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો

રશિયાએ યુક્રેનના ડિનિપ્રો શહેર પર બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો. રશિયાએ ઔદ્યોગિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યું. યુક્રેનિયન એરફોર્સે રશિયન હુમલાની પુષ્ટિ કરી છે.સિન્હુઆ ન્યૂઝ એજન્સી અનુસાર, યુક્રેનિયન વાયુસેનાએ ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે ICBMને રશિયાના આસ્ટ્રાખાન ક્ષેત્રમાંથી છોડવામાં આવ્યું હતું. જો કે મિસાઈલના પ્રકાર વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. આ હુમલામાં અન્ય આઠ મિસાઈલો […]

રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા માટે ભારતના પ્રયાસો શરૂ, અજીત ડોભાલ રશિયન NSAને મળ્યા

PM મોદીની યુક્રેન મુલાકાત મામલે બંને NSA વચ્ચે ચર્ચા યુક્રેન સંઘર્ષનો ઉકેલ શોધવામાં ભારતની સંભવિત ભૂમિકા ચર્ચા નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન તાજેતરમાં જ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આ યુદ્ધમાં શાંતિમંત્રણા માટે ભારત સહિત 3 દેશ ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ ભારત દ્વારા રશિયા અને યુક્રેન […]

‘હું જીતીશ તો રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવી દઈશ’, પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ટ્રમ્પનો દાવો

નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિની ડિબેટમાં ટ્રમ્પે મોટો દાવો કર્યો અને કહ્યું કે જો તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી જશે તો તેઓ તરત જ યુક્રેન-રશિયા યુદ્ધનો અંત લાવશે. પુતિન સાથે ટ્રમ્પની મિત્રતા પર કમલા હેરિસે કહ્યું કે કોઈ સરમુખત્યાર સાથે મિત્રતા કેવી રીતે હોઈ શકે. તેમણે કહ્યું કે અમે યુક્રેનને દરેક રીતે પોતાની સુરક્ષા માટે મદદ કરી […]

રશિયાના સૈન્ય દળએ યુક્રેનના મોટાભાગના વિસ્તારમાં મિસાઈલથી હુમલા કર્યાં

રશિયા-યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહ્યું છે યુદ્ધ બંને દેશ વચ્ચે શાંતિ સ્થપાય તેવા દુનિયાના દેશોના પ્રયાસો નવી દિલ્હીઃ શિયન સેનાએ ફરી એકવાર યુક્રેનને નિશાન બનાવ્યું છે. રશિયાએ ઉત્તર, પૂર્વ અને દક્ષિણ યુક્રેન પર હુમલા કર્યા હતાં. આ હુમલામાં ચાર લોકોના મોત થયા હતા અને 37 લોકો ઘાયલ થયા હતા. યુક્રેનની સેના અને સ્થાનિક સત્તાવાળાઓએ આ […]

PM મોદીની કૂટનીતિ, પહેલા પુતિન સાથે મુલાકાત હવે આવતા મહિને યુક્રેનનો પ્રવાસ

રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે.. ભારતે હમેંશા શાંતિપૂર્ણ સમાધાનની તરફદારી કરી છે.. થોડા સમય પહેલાજ વડાપ્રધાન મોદી રશિયામાં પુતિનને મળી ચૂક્યા છે.. હવે આવતા મહિને તેઓ યુક્રેન જશે અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેન્સકી સાથે મુલાકાત કરશે. છેલ્લા બે વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ […]

ડોનાલ્ડ ટ્રમ્પે ઝેલેન્સ્કીને રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાનું વચન આપ્યું

નવી દિલ્હીઃ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી હતી અને રશિયા-યુક્રેન યુદ્ધને રોકવાનું વચન આપ્યું હતું. ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું કે તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી. તેમણે મને ખૂબ જ સફળ રિપબ્લિકન નેશનલ કન્વેન્શન અને યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ માટે […]

રશિયાનો ખાર્કિવ પર S-300 મિસાઇલોથી હુમલો, 7 લોકોનાં મોત

નવી દિલ્હીઃ રશિયાએ વહેલી સવારે યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવ પર S-300 મિસાઇલોથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા હતા, જ્યારે 16 લોકો ઘાયલ થયા હતા. ક્ષેત્રના ગવર્નર ઓલેહ સિનિહુબોવે રશિયાએ કરેલા આ હુમલાની પુષ્ટિ કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ રશિયન હુમલાને ‘અત્યંત ક્રૂર’ ગણાવ્યો હતો અને પશ્ચિમી […]

મોદી સરકારની રશિયા-યુક્રેન યુદ્ધ સંબંધિત જાહેરાત હટાવવાની માગણી, ચૂંટણી પંચ પહોંચી કોંગ્રેસ

નવી દિલ્હી: કોંગ્રેસના એક ડેલિગેશને ગુરુવારે મુખ્ય ચૂંટણી કમિશનર સાથે મુલાકાત કરી અને ભાજપે ચૂંટણી પ્રચારની જાહેરાત સામે વાંધો વ્યક્ત કર્યો. પાર્ટીએ આને લઈને ચૂંટણી પંચ સમક્ષ પોતાની ફરિયાદ પણ કરી. પાર્ટીના નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું છે કે અમે ભાજપના રશિયા-યુક્રેન યુદ્ધવાળા વિજ્ઞાપનને લઈને ફરિયાદ કરી છે અને જલ્દીથી જાહેરાત હટાવવાની માગણી કરી છે. કોંગ્રેસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code