1. Home
  2. Tag "sabarkantha"

સાબરકાંઠામાં મગફળીનું સારૂ ઉત્પાદન, હિંમતનગર માર્કેટ યાર્ડમાં ખેડુતોની લાંબી લાઈનો લાગી

હિંમતનગરઃ સાબરકાંઠામાં આ વર્ષે સરેરાશ 71 ટકા વરસાદ પડ્યો છે. એટલે એકંદરે વરસાદની થોડી ઘટ રહી છે. જિલ્લામાં ચાલુ વર્ષે અંદાજીત સવા બે લાખ હેકટર જમીનમાં અલગ અલગ પાકનું વાવેતર કરાયું છે. 75 હજાર હેક્ટર જમીનમાં મગફળીના પાકનું વાવેતર થયું છે. પહેલા ઓછા વરસાદને લઈને ખેડૂતો ચિંતિત હતા. તો બીજી તરફ પાછોતરો વરસાદ વરસવાને લઈને […]

બનાસકાંઠાનું એવું ગામ કે જ્યાં પાણીની સમસ્યા હોવાથી છોકરાઓની સગાઈ પણ નથી થતી

પાણીની કિંમત તો આ લોકોને પુછો પાણીની સમસ્યાના કારણે નથી થતી છોકરાઓની સગાઈ કોઈ પોતાની દિકરીના લગ્ન તે ગામમાં કરવા તૈયાર નથી રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ તો જામ્યો છે, પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ ન પડતા મોટી સમસ્યાઓ સર્જાય છે. આવામાં બનાસકાંઠાનું એવું ગામ કે જ્યાં પાણીની સમસ્યાને કારણે છોકરાઓની સગાઈ નથી. આ વખતે […]

સાબરકાંઠાનો ઈતિહાસઃ ઈડરના રાવને અંકુશમાં રાખવા સુલતાને હિંમતનગરની સ્થાપના કરી

ઇડર ના રાવને અંકુશમાં રાખવા માટે સુલતાન અહમદ પહેલાએ જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરની મુળ સ્થાપના ઇ.સ. 1426માં કરી હતી. સુલતાનને આ સ્થળ ખુબ પસંદ હતું. એમ કહેવાતું અને તેથી તેનું નામ અહમદનગર રાખવામાં આવ્યું. ત્યાર બાદ ઇ.સ. 1848માં ઇડર રાજયને તે પાછું સોંપવામાં આવ્યું અને તેના રાજા હિંમતસિંહજીના નામ પરથી તેનું હાલનું નામ હિંમતનગર રાખવામાં […]

સાબરકાંઠાના ખેડૂતોની મુશ્કેલીઓ વધીઃ શાકભાજી ઓછી કિંમતમાં વેચવા બન્યાં મજબુર

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. બીજી તરફ ખેતરમાં ઉગાડેલા શાકભાજીના માર્કેટમાંથી પુરતો ભાવ નહીં મળતો હોવાથી સાબરકાંઠાના ખેડૂતોને પડ્યાં ઉપર પાડા પરિસ્થિતિ ઉભી થઈ છે. વરસાદ ખેંચાતા તેની અસર શાકભાજી બજાર ઉપર જોવા મળી રહી છે. સાબરકાંઠાના શાકભાજી માર્કેટમાં દૂધી, રીંગણ, ફુલેવર, ભીંડા, ચોળી સહિતની શાકભાજીના પ્રતિ 20 કિલાનો  રૂ. 500થી […]

યોગ દિવસઃ સાબરકાંઠાના મહેન્દ્રસિંહ રાજપુત પાણીમાં કરે છે યોગ

અમદાવાદઃ ભારત સહિત સમગ્ર દુનિયાના લોકો હવે યોગ તરફ વળ્યાં છે. દરમિયાન આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય રીતે લોકો જમીન ઉપર યોગ કરતા જોવા મળે છે. પરંતુ સાબરકાંઠાના 61 વર્ષીય નવયુવાન મહેન્દ્રસિંહ રાજપુત પાણીમાં નિયમિત યોગ કરે છે. તેમણે પાણીમાં યોગ કરતા જોઈને લોકો ચોંકી જાય છે. મહેન્દ્રસિંહને પાણીમાં યોગ કરતા જોઈને […]

ખેડબ્રહ્મા તાલુકા પંચાયતની જૂની બિલ્ડીંગમાં આગ, જૂના રેકર્ડ બળીને રાખ

સદનસીબે મોટી જાનહાની ટળી જૂની બિલ્ડીંગના ત્રણ રૂમમાં રખાયો હતો રેકોર્ડ આગનું ચોક્કસ કારણ અકબંધ અમદાવાદઃ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે તાલુકા પંચાયતની જૂની બિલ્ડીંગમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ […]

સાબરકાંઠાનો સુપ્રસિદ્ધ ચિત્ર-વિચિત્ર મેળો આ વર્ષે પણ કરાયો રદ

કોરોનાને પગલે લેવાયો નિર્ણય કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું ફાગણી અમાસે યોજાય છે મેળો અમદાવાદઃ સાબરકાંઠાના ગુણબાખરી ગામમાં ફાગણી અમાસે યોજાતો ચિત્ર-વિચિત્ર મેળો સતત બીજા વર્ષે પણ કોરોના મહામારીને કારણે યોજાશે નહીં. આ મેળામાં ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. જેથી કોરોના સંક્રમણ ફેલાવવાની શકયતાને ધ્યાનમાં રાખીને મેળો રદ કરવામાં આવ્યો […]

પોલો ફોરેસ્ટમાં એપ્રિલના અંત સુધી શનિવાર-રવિવાર અને જાહેર રજાના દિવસે પ્રવાસીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ

અમદાવાદઃ ગુજરાતના કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન સાબરકાંઠાના સુપ્રસિદ્ધ પોલો ફોરેસ્ટને એપ્રિલના અંત દર શનિવાર અને રવિવારે પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે પ્રવાસીઓને શનિવાર અને રવિવારે પોલો ફોરેસ્ટમાં પ્રવેશ મળશે નહીં. પ્રાપ્ત માહિતી […]

કોરોના મહામારી, પોલો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે બે દિવસ રહેશે બંધ

અમદાવાદઃ બ્રિટનમાં કોરોનાનું નવુ સ્વરૂપ મળી આવ્યા બાદ દુનિયાના અનેક દેશોમાં પણ કોરોનાનું નવુ સ્વરૂપ મળી આવ્યું છે. જેથી ભયનો માહોલ ઉભો થયો છે. બીજી તરફ ડિસેમ્બરના અંતિમ સપ્તાહની ઉજવણી ઉપર પણ અનેક જગ્યાઓ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે ગુજરાતમાં સુપ્રસિદ્ધ પોલો ફોરેસ્ટને બે દિવસ બંધ રાખવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code