સાબર ડેરી પર પશુપાલકોનો પથ્થરમારો, ટોળાને વિખેરવા પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા
પશુપાલકોને ભાવ ફેર ઓછો ચૂકવવામાં આવતો હોવાથી ડેરી સામે વિરોધ કરાયો, પશુપાલકો બેકાબુ થતાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો, વિફરેલા ટોળાંએ સાબર ડેરીના ગેટને પણ નુકસાન પહોંચાડાયું હિંમતનગરઃ ઉત્તર ગુજરાતની પ્રખ્યાત સાબર ડેરી સામે પશુપાલકોએ હોબાળો મચાવ્યો હતો. ઓછા ભાવને પગલે વિફરેલા પશુપાલકોએ સાબર ડેરી બાનમાં લીધી હતી. દેખાવ કરવા પહોંચેલા પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ […]