1. Home
  2. Tag "Sales"

વન સ્ટેશન વન પ્રોડક્ટ: ગુજરાત સહિત દેશના 728 રેલવે સ્ટેશન ઉપર વિવિધ લોક્લ પ્રોડક્ટનું વેચાણ

નવી દિલ્હીઃ રેલ્વે મંત્રાલયે ભારત સરકારના ‘વોકલ ફોર લોકલ’ વિઝનને પ્રોત્સાહન આપવા, સ્થાનિક/સ્વદેશી ઉત્પાદનો માટે બજાર પ્રદાન કરવા અને સમાજના વંચિત વર્ગો માટે વધારાની આવકની તકો ઊભી કરવા માટે ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ પહેલ શરૂ કરી છે. આ યોજના હેઠળ, સ્વદેશી/સ્થાનિક ઉત્પાદનોને પ્રદર્શિત કરવા, વેચવા અને ઉચ્ચ દૃશ્યતા પ્રદાન કરવા માટે રેલ્વે સ્ટેશનો પર OSOP […]

ડીલરોના નોંધાયેલા વાહનોના વેચાણ અને ખરીદીમાં પારદર્શિતા આવશે

નવી દિલ્હીઃ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયએ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે જેથી વેપાર કરવામાં સરળતા અને ડીલરો દ્વારા નોંધાયેલા વાહનોના વેચાણ અને ખરીદીમાં પારદર્શિતાને પ્રોત્સાહન મળે. ભારતમાં પૂર્વ-માલિકીનું કાર બજાર ધીમે ધીમે વિસ્તરી રહ્યું છે. તાજેતરના વર્ષોમાં, ઓનલાઈન માર્કેટપ્લેસના આગમન, જે પૂર્વ-માલિકીના વાહનોની ખરીદી અને વેચાણ સાથે સંકળાયેલા છે, તેણે આ બજારને વધુ પ્રોત્સાહન […]

દેશમાં એક મહિનામાં ફોર વ્હીલર અને કોમર્શિયલ વાહનોના વેચાણમાં નોંધપાત્ર વધારો

નવી દિલ્હીઃ દેશમાં નવેમ્બર મહિનામાં ફોર વ્હીલર અને કોમર્શિયલ વાહનોના વેચાણમાં નોંધયાત્ર વધારો થયો છે. જ્યારે ટુ-વ્હીલર વાહનોના વેચાણમાં ગયા વર્ષના નવેમ્બર મહિનાની સરખામણીએ સામાન્ય ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર નવેમ્‍બર મહિનો ઓટોમોબાઈલ કંપનીઓ માટે અત્‍યાર સુધીનો શ્રેષ્ઠ મહિનો સાબિત થયો છે. મજબૂત માંગને કારણે આ સમયગાળા દરમિયાન રેકોર્ડ વાહનોનું વેચાણ […]

યુવાનોમાં ખાદીનો ક્રેઝ વધ્યો, નવી દિલ્હીમાં એક જ દિવસમાં રૂ. 1.34 કરોડનું સૌથી વધારે વેચાણ

નવી દિલ્હીઃ આ વર્ષે 2જી ઓક્ટોબરે, ખાદી ઈન્ડિયાના CP આઉટલેટે ફરી એકવાર એક જ દિવસમાં ખાદીના વેચાણનો નવો રેકોર્ડ બનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનો ખરીદવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પરથી અનેક પ્રસંગોએ અપીલ કરી છે અને આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો ઉલ્લેખ કર્યો છે, જે વર્ષ 2014 દરમિયાન સ્થિર ગતિએ હતું. […]

ગેરકાયદેસર સુવિધા અને વાયરલેસ જામરના વેચાણ મુદ્દે ઈ-કોમર્સ પ્લેટફોર્મને ચેતવણી

નવી દિલ્હીઃ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT), સંચાર મંત્રાલય, દ્વારા વાયરલેસ જામર અને બૂસ્ટર/ રીપીટર્સના યોગ્ય ઉપયોગ અંગે સામાન્ય જનતા માટે એક એડવાઈઝરી જારી કરી છે. આ ઉપરાંત ગેરકાયદે સુવિધા અને વાયરલેસ, જામરના વેચાણને લઈને કેન્દ્ર સરકારે ઈ-કોમર્સ પ્લેટફોર્મને ચેતવણી આપી હતી. એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, સેલ્યુલર સિગ્નલ જામર, જીપીએસ બ્લોકર અથવા અન્ય સિગ્નલ જામિંગ […]

રાજ્યમાં અસહ્ય મોંઘવારીને લીધે ઇલેક્ટ્રોનિક્સ ચીજોના વેચાણમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો

અમદાવાદઃ  દેશ અને ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાથી તમામ ચિજ-વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે. વધતા જતી મોંઘવારીને લીધે લોકોની ખરીદ શક્તિમાં પણ ઘટાડો થયો છે. જેમાં ગુજરાતમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમોના વેચાણમાં 20થી 30 ટકાનો ઘટાડો થયો છે. બીજી રીતે જોઇએ તો બે વર્ષ કોરોનાના બાદ કરીએ તો પાંચ વર્ષ પહેલા એટલે કે 2019માં એસી સહિતના અન્ય […]

ગુજરાતમાં 2 વર્ષમાં જેનરિક દવાના વેચાણમાં 50 ટકાનો વધારોઃ 2021-22માં 60 કરોડની દવાનું વેચાણ

અમદાવાદઃ જાણીતી કંપનીની મોંઘી દવાઓથી સામાન્ય અને ગરીબ પરિવારની મુશ્કેલીમાં વધારો થાય છે. જો કે, ગરીબ અને સામાન્ય વ્યક્તિને પણ દવાનો બોજ ના પડે તે માટે જેનરિક દવાના વેચાણ માટે મંજૂરી આપવામાં આવી હતી.  ડાયાબિટીસ, ઓન્‍કોલોજી, કાર્ડિયોવેસ્‍ક્‍યુલર, ન્‍યુટ્રાસ્‍યુટિકલ્‍સ અને એન્‍ટિ-ઇન્‍ફેક્‍ટિવ જેવી ગંભીર બીમારીથી પીડિતા દર્દીઓને ઓછી કિંમતમાં જેનરિક દવાઓ મળી રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં […]

પેટ્રોલ-ડીઝલના ભાવમાં અસામાન્ય વધારાને લીધે ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં થયો વધારો

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવ સાતમા આસમાને પહોંચતા હવે લોકોને વાહન ચલાવવું મોંઘુ પડી રહ્યું છે. ત્યારે હવે લોકો પેટ્રોલ-ડીઝલના વાહનોને સ્થાને નવા ઈલેક્ટ્રિક વાહનો ખરીદી રહ્યા છે. તાજેતરમાં જ આવેલા ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ્સ ડીલર્સ એસોસિયેશનના આંકડા મુજબ, 2021-22 માં 4. 29 લાખ ઇલેક્ટ્રિક વાહનો વેચાયા છે. જે ગત વર્ષની સરખામણીએ ત્રણ ગણાનો વધારો બતાવે છે. વર્ષ […]

ભારતીયોમાં ખાદીના વસ્ત્રોનું ચલણ વધ્યું, 9 મહિનામાં 3 હજાર કરોડથી વધુનું વેચાણ

નવી દિલ્હીઃ હાલના સમયમાં ખાદીની લોકપ્રિયતા વધીને છે અને તેને આજની યુવા પેઢી સ્વિકારી રહી છે. જેથી હવે ખાદી એક મોટુ બ્રાન્ડ બની રહ્યું છે. જેનું અનુમાન ખાદીના વેચાંણના આંકડા ઉપરથી લગાવી શકાય છે. ચાલુ વર્ષે પ્રથમ નવ મહિનામાં ખાદીનું વેચાણનો આંકડો રૂ. 3 હજાર કરોડથી પાર થઈ ગયો છે. એમએસએમઈ રાજ્યમંજ્ઞી ભાનુપ્રતાપ સિંહ વર્માએ […]

ઈલેક્ટ્રિક વાહનો મોંઘા હોવા છતાં છેલ્લા બે વર્ષમાં ઈલે. વાહનોના વેચાણમાં 956 ટકાનો વધારો

ગાંધીનગરઃ દેશ અને રાજ્યમાં વધતા જતાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને કારણે હવે લોકો ઈલેક્ટ્રિક વાહન ખરીદી રહ્યા છે. જોકે પેટ્રોલ-ડીઝલના વાહનો કરતા ઈલેક્ટ્રિક વાહનો મોંધા હોવાથી જેમને વધુ ફરવાનું થતું હોય તેવા લોકો જ આલેક્ટ્રિક વાહનો ખરીદી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 2019માં ઇલેક્ટ્રિક વાહનોના રજિસ્ટ્રેશનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code