1. Home
  2. Tag "Samachar Live"

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 131.02 મીટરે પહોંચી

ઉપરવાસમાં ભારે વરસાદને લીધે નર્મદા ડેમની સપાટીમાં વધારો, નર્મદા ડેમમાં હાલ 1,23,686 ક્યુસેક પાણીની આવક, RBPH અને CHPHના પાવરહાઉસ ફરીથી ચાલુ કરાયા અમદાવાદઃ ગુજરાતાના સૌથી મોટા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી વધીને 131.02 મીટરે પહોંચી છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે છેલ્લા 24 કલાકમાં ડેમની […]

ભચાઉના ચોબારી ગામે મટકી ફોડ દરમિયાન વીજ થાંભલો પડતા સગીરનું મોત

મટકીના રસ્સા ઉપર ભારે દબાણ આવતા વીજપોલ અચાનક ધરાશાઈ થયો, 12 વર્ષના બાળકનું ગંભીર ઇજાઓ બાદ સારવાર મળે તે પહેલાજ કરુણ મોત, ઘટના બાદ ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું ભચાઉઃ સમગ્ર દેશમાં ગઈકાલે શનિવારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. ઠેર ઠેર કૃષ્ણ જન્મોત્સવને લઈને અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કચ્છવા ભચાઉ ચાલુકાના […]

ભાવનગર-સોમનાથ હાઈ-વે પર એમ્બ્યુલન્સએ બાઈક સવાર બે યુવાનનોને ઉડાવ્યા

રોડ સાઈડ પર ઊભેલા બે બાઈક સવારોને ઉડાવ્યા, અકસ્માતની ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઈ, રોડ સાઈડ પર ઊભેલી બે મહિલા માંડ બચી ભાવનગરઃ રાજ્યના નેશનલ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. ભડી ટોલનાકા પાસે હાઈવે પર એક ખાનગી એમ્બ્યુલન્સે રોડ સાઈડ પર બાઈક સાથે […]

જન્માષ્ટમીના તહેવારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

સ્ટેચ્યુ ઓફ યુનિટીની હોટલો અને ટેન્ટસિટીમાં નો વેકન્સી, જન્માષ્ટમીના પર્વમાં 50 હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા, ત્રણ દિવસની રજાઓમાં દોઢ લાખ કરતા વધુ પ્રવાસીઓનો જમાવડો અમદાવાદઃ જન્માષ્ટમી પર્વના તહેવારોની રજાઓમાં રાજ્યના દરેક ફરવા લાયક સ્થળોએ તેમજ ધાર્મિક સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગઈકાલે જન્માષ્ટમીના પર્વમાં 50 હજારથી વધુ પ્રવાસીઓ […]

પાલનપુર તાલુકાના મોટા ગામમાં દરેક ઘરમાંથી એક જવાન લશ્કરમાં ફરજ બજાવે છે

ગામમાં હાલ 200થી વધુ જવાનો દેશની સરહદોની રક્ષા કરી રહ્યા છે, લશ્કરમાંથી નિવૃતિ બાદ જવાનો ગામના યુવાનોને તૈયાર કરે છે, ગ્રામજનોએ ફાળો એકત્ર કરીને લશ્કરમાં જવા માગતા યુવાનો માટે લાયબ્રેરી બનાવી પાલનપુરઃ ભારતીય લશ્કરમાં ભરતી થઈને દેશની સેવા કરવાનું કેટલાક યુવાનોનું સ્વપ્ન હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મોટા ગામના દરેક ઘરના યુવાનો ભારતીય […]

કષ્ટભંજન દેવ મંદિર સાળંગપુરની નકલી વેબસાઈટ બનાવીને ભક્તોને છેતરતો ઠગ પકડાયો

સાયબર ક્રાઈમ પોલીસે આરોપીને ઉત્તર પ્રદેશથી પકડ્યો, આરોપીએ જુદા જુદા મંદિરોની 46 વેબસાઈટ બનાવી હતી, મંદિરના ગેસ્ટ હાઉસ, ધર્મશાળાના બુકિંગના નામે ભક્તો પાસેથી રૂપિયા પડાવતો હતો બોટાદઃ સાયબર ક્રાઈમના માફિયાઓ લોકોને છેતરવા માટે અવનવી તરકીબો અપનાવતા હોય છે. હવે તો સુપ્રસિદ્ધ મંદિરોના નામે નકલી વેબસાઈટ બનાવીને યાત્રિકો પાસેથી રૂમ બુકિંગના નામે કે પ્રસાદ કે ખાસ […]

જેલના કેદીઓના બાળકોને વિકાસદીપ યોજના અંતર્ગત રોકડ ઈનામ અને પુરસ્કારો અપાશે

કેદીઓના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા ઈનામ અપાશે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા પર કેદીઓના બાળકોને કુલ ત્રણ સ્તરે ઈનામો મળશે, રમત-ગમત ક્ષેત્રે મેડલ મેળવનારા કેદીના બાળકોને રોકડ રકમ સાથે ટ્રોફિ પણ અપાશે અમદાવાદઃ ગુજરાતની જુદી જુદી જેલોમાં સજા ભોગવતા કેદીઓના બાળકો માટે વિકાસદીપ યોજના અંતર્ગત રોકડ ઈનામ અને પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના જેલ ડીજીપી […]

કોંગ્રસના 4 રાજ્યોના AICC નિરીક્ષકોમાં ગુજરાતના 12 નેતાઓને જવાબદારી સોંપાઈ

ACCIએ દેશના ચાર રાજ્યો માટે કુલ 105 નિરીક્ષકોની યાદી જાહેર કરી, ગુજરાત પ્રદેશના નેતાઓ પંજાબ, ઉત્તરાખંડ, ઝારખંડ અને ઓડિશામાં સેવા આપશે, AICC દ્વારા ગુજરાત કોંગ્રેસના નેતાઓને સ્થાન અપાયું અમદાવાદઃ કોંગ્રેસના હાઈ કમાન્ડ દ્વારા હવે ગુજરાત પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અને ગુજરાત કોંગ્રેસના નેતાઓને પણ નવી જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે. તાજેતરમાં કોંગ્રેસ […]

સહકારી સંસ્થાઓની ચૂંટણીઓમાં ભાજપને હવે મેન્ડેટની પ્રથા નડી રહી છે

અગાઉ ઈફ્કો અને નાફેડની ચૂંટણીમાં ભાજપની મનમાની ચાલી નહતી, પાર્ટીના જ સહકારી આગેવાનોમાં મતભેદને લીધે ભાજપના મેન્ડેટની અવગણના, ભાજપ માટે સહકારી સંસ્થાઓમાં મેન્ડેટ આપવું એટલે અગ્નિપરીક્ષા સમાન અમદાવાદઃ ગુજરાતમાં મોટાભાગની સહકારી સંસ્થાઓ ભાજપ હસ્તક છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં પ્રદેશ ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવે છે. ભાજપ હાઈકમાન્ડ નક્કી કરે તેના નામનું […]

વડાપ્રધાન મોદીની જીએસટી સુધારાની જાહેરાતથી ટેક્સટાઈલ ઉદ્યોગમાં રાહતની લાગણી

ટેક્સટાઈલ ઉદ્યાગકારોએ વડાપ્રધાનના નિર્ણયને આવકાર્યો, જીએસટીના ત્રણ સ્લેબને લીધે ટેક્સટાઈલ ઉદ્યોગકારો મુશ્કેલી અનુભવી રહ્યા છે, જીએસટીના દર ઘટશે તો વૈશ્વિક હરિફાઈનો ટેક્સટાઈલ ઉદ્યોગકારો સામનો કરી શકશે સુરતઃ શહેરના હીરા ઉદ્યોગમાં વ્યાપક મંદીનો દૌર ચાલી રહ્યો છે. ત્યારે શહેરનો ટેક્સટાઈલ ઉદ્યોગ શહેરના અનેક લોકોને રોજગારી આપતો ઉદ્યોગ છે. હાલ ટેક્સટાઈલ ઉદ્યોગ પણ વૈશ્વિક હરિફાઈનો સામનો કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code