1. Home
  2. Tag "sanctioned"

દેશમાં નવી 23 સૈનિક સ્કૂલને મંજુરી, PPP ધોરણે નવી સૈનિક સ્કૂલની સંખ્યા વધી 42 ઉપર પહોંચી

નવી દિલ્હીઃ ભારત સરકારે NGO/ખાનગી શાળાઓ/રાજ્ય સરકારો સાથેની ભાગીદારીમાં 100 નવી સૈનિક શાળાઓની સ્થાપનાની પહેલને વર્ગ-વાર ધોરણ પ્રમાણે 6ઠ્ઠા ધોરણથી શરૂ કરવાની મંજૂરી આપી છે. આ પહેલ હેઠળ, સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા દેશભરમાં આવેલી 19 નવી સૈનિક સ્કૂલો સાથે મેમોરેન્ડમ ઑફ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ભાગીદારી મોડ હેઠળ નવી સૈનિક શાળાઓ ખોલવા માટેની […]

ખેતીવાડી વિભાગમાં ખેત મદદનીશની 825 સહિત 1120 જગ્યાઓ ભરવા સરકારની મંજુરી

ગાંધીનગર :  ગુજરાતમાં કૃષિ વિભાગમાં અનેક જગ્યાઓ ખાલી છે. ત્યારે ખેડૂત કલ્યાણકારી યોજનાના અમલ માટે કૃષિ વિભાગના નવા વર્ગ-1 અને 3ની 1120 જગ્યાના મહેકમને મંજૂરી આપવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારનાં નિયમ મુજબ પ્રમોશનથી જગ્યા ભરવાની રહેશે, જ્યારે બાકી રહેતી જગ્યાઓ સીધી ભરતીથી કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના કૃષિ વિભાગમાં વર્ષોથી અનેક જગ્યાઓ ખાલી […]

ગુજરાતમાં નવસારી, નર્મદા, પોરબંદર, મોરબી અને પંચમહાલમાં નવી મેડિકલ કોલેજને મંજુરી

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં મેડિકલ કોલેજોમાં વધારો થયો છે. હવે તો દરેક તાલુકામાં સરકારી હોસ્પિટલમાં ઓપીડી મોટી રહેતી હોય એવા તાલુકા મથકોએ મેડિકલ કોલેજો ઊભી કરાવનો નિર્ણય કર્યો છે, અને સરકાર તબક્કાવાર એનો અમલ કરી રહી છે. જેમાં નવસારી, નર્મદા, પંચમહાલ, પોરબંદર અને મોરબી જિલ્લામાં નવી મેડિકલ કોલેજ બનાવવામાં આવશે ગુજરાતમાં નવી મેડિકલ કોલેજ […]

ગુજરાત સરકારે બે વર્ષમાં સ્વનિર્ભર 359 પ્રાથમિક અને 135 માધ્યમિક શાળાઓને આપી મંજુરી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં પ્રશ્નોત્તરી દરમિયાન રાજય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન 29 જિલ્લામાં કેટલી પ્રાથમિક અને માધ્યમિક ગ્રાન્ટેડ, ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી તેવા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં એકપણ ગ્રાન્ટેડ શાળાને મંજૂરી આપી નથી. જયારે 359 ખાનગી પ્રાથમિક શાળાઓને અને 135 ખાનગી માધ્યમિક […]

ગાંધીનગરમાં ઘટાદાર લીલાછમ 199 વૃક્ષો જડમૂળથી કાપવા સામે વિરોધ છતાં વન વિભાગે આપી મંજુરી

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર એક જમાનામાં હરિયાળું અને લીલુછમ ગણાતું હતું. છેલ્લા દસકાથી વસતી વધારા સાથે શહેરનો વિકાસ થતાં લીલાછમ વૃક્ષો કપાવા લાગ્યા અને વૃક્ષોના જંગલના સ્થાને ક્રોંક્રીટના જંગલ બની ગયા, ગાંધીનગરમાં આડેધડ વૃક્ષો કપાવા સામે પર્યાવરણ પ્રેમીઓ પણ ચિંતિત બન્યા છે. શહેરના સેક્ટર-17માં એમએલએ ક્વાર્ટસના નિર્માણને પગલે 199 જેટલા લીલાછમ વૃક્ષોને કાપી નાંખવાની લીલી ઝંડી […]

કેન્દ્રીય પ્રાયોજિત યોજના હેઠળ 157 મેડિકલ કોલેજોને મંજૂરી અપાઈ, 22 એઈમ્સની સ્થાપના થશે

નવી દિલ્હીઃ સુપર સ્પેશિયાલિટી બ્લોક્સ/ટ્રોમા કેર સેન્ટરોના નિર્માણ દ્વારા તૃતીય આરોગ્ય માળખાને મજબૂત કરવા માટે 75 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. વંચિત વિસ્તારો અને આકાંક્ષી જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને કેન્દ્રીય પ્રાયોજિત યોજના (CSS) હેઠળ મંજૂર કરાયેલી 157 મેડિકલ કોલેજોની સ્થાપના કરાશે. આમ 77 કોલેજોમાં MBBSની 4677 બેઠકો વધવાને કારણે 72 કોલેજો (તબક્કો-I) માં 4058 […]

અમદાવાદમાં એસજી હાઈવે પર 42 અને 35 માળના બે હાઈરાઈઝ પ્રોજેક્ટને મંજુરી

અમદાવાદ: શહેરમાં વધતી જતી વસતી સાથે શહેરનો વ્યાપ પણ વધ્યો છે. ત્યારે હવે ગગનચૂંબી ઊચી ઈમારતો બનાવવાની મંજુરી પણ આપવામાં આવી રહી છે, શહેરમાં પશ્વિમ વિસ્તારમાં હાલ 14 માળ,22 માળ અને 32 માળની હાઈરાઈઝ બિલ્ડિંગો બની રહી છે. જેમાં વધુ બે ગગનચુંબી બિલ્ડિંગ બનાવવાની મંજૂરી મળી ગઈ છે. શહેરના બોડકદેવ વિસ્તારમાં એસજી હાઈવે પર બનનારી […]

ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં 15 જેટલી ઔદ્યોગિક વસાહતોની દરખાસ્તને રાજ્ય સરકારે આપી મંજુરી

ગાંધીનગરઃ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે કાર્યભાર સંભાળ્યા બાદ વિવિધ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. રાજયના વિવિધ જિલ્લાઓમાં ઔદ્યોગિક વસાહતની 15 દરખાસ્તોને રાજય સરકારે મંજુરી આપી દીધી છે અને તે માટે જમીન અધિગ્રહણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. 1790 હેકટર જમીનમાં આ ઔદ્યોગિક વસાહતો આકાર પામશે.  જેમાં રાજકોટ, મોરબી, જામનગર, મહિસાગર, બનાસકાંઠા, વલસાડ, છોટા ઉદેપુર, […]

રાજ્યની પાંચ નગરપાલિકાઓને પાણી પુરવઠાના કામો માટે 40 કરોડ રૂપિયા મંજુર કરાયા

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસતા નાગરિકો, પ્રજાજનોને પીવાના પાણીની સરળતાએ ઉપલબ્ધિ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે 40.44  કરોડ રૂપિયા પાંચ નગરપાલિકાઓને પાણી પૂરવઠાની વિવિધ યોજનાઓના કામો માટે મંજૂર કર્યા છે.  ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી નગરપાલિકાને 7.58  કરોડ રૂપિયા, જામનગરની ધ્રોળ નગરપાલિકાને 8.37 કરોડ રૂપિયા, બોટાદને 11.58  કરોડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code