1. Home
  2. Tag "saurashtra"

સૌરાષ્ટ્રમાં સૌની યોજના હેઠળ 50 ડેમ અને 500 જેટલા ચેકડેમ ભરાશે

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થાય છે. દરમિયાન સરકાર દ્વારા સૌની યોજના હેઠલ લીંક કેનાલો મારફતે 50 ડેમ, 500 ચેકડેમ અને 100થી વધારે તળાવો ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉનાળામાં પીવાના પાણીની સાથે ખેડૂતોને સિંચાઈ માટે પણ પાણી પુરુ પાડવામાં આવશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની જીવાદોરી […]

સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડમાં હિસાબી કામગીરી માટે ખરીદ-વેચાણ બંધ રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના મહામારી વચ્ચે માર્ચ એન્ડીંગને કારણે સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ હિસાબની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. રાજકોટ બેડી યાર્ડ 23 માર્ચથી, ગોંડલમાં યાર્ડ 25 માર્ચથી, જસદણમાં 24 માર્ચથી, મહુવામાં 29 માર્ચથી યાર્ડ બંધ રહેશે. આ દરમિયાન જણસની ખરીદ-વેચાણ કરવામાં આવશે નહીં. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ બેડી યાર્ડ આગામી તા. 23 માર્ચથી 31 માર્ચ […]

સૌરાષ્ટ્રમાં ભાદર ડેમના 29 દરવાજા નવા મુકવાની કામગીરી શરૂ

અમદાવાદઃ સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર ડેમના દરવાજા બદવામાં આવશે. રૂ. 2 કરોડના ખર્ચે ડેમના 29 દરવાજા બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વર્ષ 2015માં આવેલા પૂરમાં ડેમના 3 દરવાજાને નુકશાન થયું હતું. લગભગ 66 વર્ષ બાદ ડેમના દરવાજા બદલવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર સૌરાષ્ટ-કચ્છમાં 140 જેટલા ડેમ આવેલા છે. સૌરાષ્ટ્રમાં સૌથી મોટા ડેમમાં ભાદર ડેમનો […]

સૌરાષ્ટ્રમાં ઉનાળો આકરો રહેવાની સંભાવનાઃ જળાશયોમાં 55 ટકા પાણીનો જથ્થો

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં ઉનાળાના આરંભ સાથે જ પાણીની વિકટ સમસ્યા ઉભી થવાની શકયતાઓ દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રના 140 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 55 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જે ગત વર્ષની સરખામણીએ ઓછો હોવાનું જાણવા મળે છે. મોરબી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લામાં લાઈવ પાણીનો જથ્થો 30થી 40 ટકા જેટલો લાઈવ જથ્થો છે. સુત્રોના જણાવ્યા […]

સૌરાષ્ટ્રમાંથી 500 મેટ્રીક ટનથી વધારે ડુંગળીની નિકાસ, સિલિગુડી મોકલાઈ

અમદાવાદઃ ગુજરાતમાં નર્મદાનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવતું હોવાથી ખેતીમાં પણ વધારો થયો છે. તેમજ ગુજરાતમાંથી વિવિધ પાકની દેશના અન્ય રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે. દરમિયાન સૌરાષ્ટ્રમાંથી 500 મેટ્રીક ટનથી વધારે ડુંગળીની નિકાસ કરવામાં આવી છે. કિશાન રેન્ક નામની ખાસ ટ્રેન મારફતે ડુંગળીનો જથ્થો સિલિગુડી મોકલવામાં આવી છે. અગાઉ પણ ટ્રેન મારફતે ડુંગળીનો જથ્થો […]

સૌરાષ્ટ્રથી પ્રથમવાર ગુડસ ટ્રેનમાં કેરળ 1135 ટન ચણાની નિકાસ

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે ચણાનું મબલખ ઉત્પાદન થયું છે ત્યારે આ ચણાને અન્ય રાજયમાં મોકલવા માટે પશ્ચિમ રેલવેએ બીડુ ઝડપ્યું છે. પશ્ચિમ રેલવેએ ચણા મોકલવા ટ્રેન ફાળવી હતી જેમાં 1335 ટન ચણા કેરળ મોકલવામાં આવ્યા હતા. રાજકોટ ગુડસ ટ્રેન દ્વારા પ્રથમવાર ચણાનું પરિવહન કરવામાં આવ્યું છે. રાજકોટ ડિવીઝનના સીનીયર ડીસીએમના જણાવ્યા અનુસાર, નવી નવી કોમોડિટીનું […]

પાણી માટે નહી તરસે સૌરાષ્ટ્ર, 140 જળાશયોમાં 86 ટકા પાણીનો જથ્થો

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજા મહેરબાન થતા 100 ટકાથી વધારે વરસાદ વરસ્યો હતો. જેથી મોટાભાગના જળાશયો છલકાયાં હતા. સૌરાષ્ટ્રના 140 જળાશયોમાં હાલ 86 ટકા એટલે કે 2203 MCFT પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રમાં દર વર્ષે ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાય છે જો કે, ચાલુ વર્ષે હજુ 86 ટકા પાણીનો જથ્થો હોવાથી ઉનાળામાં પાણીની સમસ્યાથી પ્રજાને રાહત મળે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code