1. Home
  2. Tag "SG Highway"

અમદાવાદના SG હાઈવે પર હવે ST બસો ઓવરબ્રિજને બદલે સર્વિસ રોડ પરથી દોડશે

અમદાવાદઃ શહેરના એસ જી હાઇવે પર ઈસ્કેન, પકવાન સહિત અનેક ઓવરબ્રીજ બનાવવામાં આવ્યા છે. ત્યારે એસટી બસો ઓવરબ્રીજ પરથી પસાર થતી હોય ઓવરબ્રીજ નીચે આવેલા એસટી સ્ટેન્ડ પર મુસાફરોને બસની રાહ જોઈને બેસી રહેવું પડે છે.  ડાયરેક્ટ ઓવરબ્રીજ ઉપરથી એસ ટી બસો પસાર થઇ જતી હોવાથી મુસાફરોમાં રોષ ઉઠવા પામ્યો હતો. આથી એસ ટી નિગમે […]

અમદાવાદના SG હાઈવે પર બેફામ ઝડપે આવેલી કારે એક્ટિવાને અડફેટે લેતા દંપતીનું મોત

અમદાવાદઃ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. શહેર પોલીસ કમિશનરે SG હાઈવે પર વાહનોની ગતિ મર્યાદા નિયંત્રિત કરી છે. તેમ છતાં રાતના સમયે બેફામ ઝડપે વાહનો દોડતા હોય છે. તેના લીધે વધુ એક અકસ્માત સર્જાયો છે. એસજી હાઈવે-સોલા બ્રિજ પર મોડી રાતે કારચાલકે  એક્ટિવા સવાર દંપતીને અડફેડે લેતાં તેમનું મોત નીપજ્યું હતું. બે મહિનાની મેરેજ […]

અમદાવાદમાં SG હાઈવે પર ડમ્પર અને એક્ટિવા અકસ્માત સર્જાતા વિદ્યાર્થિનીનું મોત

અમદાવાદઃ શહેરના એસજી હાઈવે પર પુર ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. સોમવારે વહેલી સવારે એસજી હાઈવે પર ડમ્પર અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતમાં ગણપત યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ટ્રક મૂકીને નાસી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા […]

અમદાવાદમાં SG હાઈવે પર એસટી બસોને સર્વિસ રોડ પર દોડાવવા, નિયત સ્ટેન્ડે ઊભી રાખવા સુચના

અમદાવાદઃ શહેરના એસ જી હાઇવે પર નિયત કરેલા સ્ટેન્ડ પર એસટી બસ ઊભી રહેતી ન હોવાની ફરિયાદ ઊઠી છે. એસજી હાઈવે પર ઓવરબ્રીજ પરથી એસટી બસો પસાર થતી હોવાથી ઘણા સ્ટેન્ડ ઓવરબ્રીજની નીચે આવી ગયા છે. આથી એસટી નિગમે આદેશ કર્યો છે કે, એસટી હાઈવે પર સર્વિસ રોડ પર એસટી બસ ચલાવવી તેથી નિયત સ્ટેન્ડ […]

અમદાવાદમાં SG હાઇવેના કર્ણાવતી જંક્શન અને પ્રહલાદનગરથી YMCA સુધી બ્રિજ બનાવાશે

અમદાવાદઃ  શહેરના એસજી હાઇવે પર વધુ બે ઓવરબ્રીજ બનાવાશે. જેમાં એક ઓવરબ્રિજ કર્ણાવતી ક્લબ જંક્શન પર જ્યારે બીજો ઓવરબ્રિજ પ્રહલાદનગર જંક્શનથી વાયએમસીએ ક્લબ સુધી બનશે. આ બંને ઓવરબ્રિજ માટે રૂ.80 કરોડના ખર્ચના અંદાજ સાથે ગુજરાત સરકારે કેન્દ્રને દરખાસ્ત મોકલી છે, જેની મંજૂરી પછી જૂનથી કામ શરૂ થશે. અમદાવાદ શહેરમાં એસજી હાઈવે પર ટ્રાફિકનું ભારણ વધતું […]

અમદાવાદના એસજી હાઈવે પર મોડી રાત્રે આઈશર ટેમ્પો ટ્રક પાછળ અથડાતા બેનાં મોત

અમદાવાદઃ શહેરના એસજી હાઇવે પર જાસપુર પાસે વહેલી સવારે ટ્રકની પાછળ આઇશર ઘુસી જતા બે લોકોના મોત થયા હતા. જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં આઇશરનુ કેબિન આગળના ટ્રકમાં ઘુસી ગયું હતું. જેને બહાર ખેંચવા માટે ફાયર બ્રિગેડનો સહારો લેવો પડ્યો હતો. ગણેશપુરામા લગ્નમાં ડીજે વગાડીને આઇશર પરત સરઢવ જઇ રહ્યું હતું.  ત્યારે […]

SG હાઈવે પરના એલિવેટેડ કોરિડોરને અકસ્માતમુક્ત બનાવવા ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવાશે

અમદાવાદઃ શહેરમાં સરખેજ-ગાંધીનગર હાઈવે પર ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સસિટી ફ્લાયઓવર સુધીના એલિવેટેડ કોરિડોરનું  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે  સોમવારે લોકાર્પણ કર્યું હતું. હવે આ હાઇવે પરથી પસાર થનારા વાહનચાલકોને ટ્રાફિક સમસ્યાથી રાહત મળશે. આ કોરિડોર દેશમાં પાંચમા નંબરનો સૌથી લાંબો એલિવેટેડકોરિડોર છે, જેને અકસ્માત ફ્રી બનાવવા માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેમાં (VMS) વેરિએબલ મેસેજ […]

અમદાવાદમાં એસજી હાઈવે પરનો 4.18 કિ.મીનો એલિવેટેડ કોરિડોર સોમવારથી ખૂલ્લો મુકાશે

અમદાવાદઃ શહેરના એસજી હાઈવે પર ટ્રાફિકની સમસ્યા દુર કરવા માટે ઓવરબ્રીજ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં શહેરનો સૌથી લાંબો 4.18 કિ.મીનો એલિવેટેડ કોરિડોર આવતીકાલથી ખૂલ્લો મુકવામાં આવશે. સરખેજથી ગાંધીનગર સુધી જવા માટે હવે વાહન ચાલકોને માત્ર 25 મીનિટનો જ સમય લાગશે. આ હાઈવે પર સૌથી લાંબો 4.18 કિ.મી લાંબો એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવ્યો છે. ગોતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code