1. Home
  2. Tag "SG Highway"

અમદાવાદના SG હાઈવે પર મોડી રાતે ટ્રક અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત

YMCA કલબ નજીક લોખંડના પાઈપ ભરેલી ટ્રક પાછળ ડમ્પર ઘૂંસી ગયુ, ડમ્પરની કેબીન દબાઈ જતાં ડ્રાઈવરનું મોત, ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના એસજી હાઇવે પર YMCA ક્લબ પાસે ગત મોડી રાતે ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. લોખંડના પાઇપ ભરેલી ટ્રકની પાછળ ડમ્પર ઘૂસી જતા ડમ્પરચાલકનું મોત નિપજ્યું હતું. […]

અમદાવાદના એસજી હાઈવે પર નબીરાઓએ કારની રેસ કરીને કર્યા સીનસપાટા,

સોશ્યલ મીડિયામાં વિડિયો વાયરલ થયાં બાદ ક્રાઈમ બ્રાન્ચે બેને દબોચ્યા, અન્ય નબીરાઓને પકડવા દોડધામ, પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવ્યા અમદાવાદઃ શહેરમાં સિન્ધુભવન, એસ જી હાઈવે પર રાતના સમયે નબીરાઓ મોંધીદાટ કારના કાફલા સાથે રેસ કરીને સીનસપાટા કરતા હોય છે. તાજેતરમાં ગાંધીનગરમાં ‘આઈકોનિક રોડ’ પર 20થી વધુ નબીરાઓએ 10થી વધુ ફોર્ય્યુનર, સ્કોર્પિયો, બીએમડબ્લ્યુ જેવી લકઝુરિયસ કારના કાફલા […]

અમદાવાદમાં એસજી હાઈવે પર મોડી રાતે બે કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત, બે ગંભીર

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. પૂરફાટ ઝડપે જતાં વાહનચાલકો સામે પગલાં લેવામાં ટ્રાફિક પોલીસ નિષ્ક્રિય જોવા મળી રહી છે. એસ જી હાઈવે મધરાત બાદ રેસનો રોડ બની જતો હોવાની પણ ફરિયાદો ઊઠી છે. મોડી રાતે એસ. જી. હાઈવે પરના પેલેડિયમ મોલ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂરફાટ ઝડપે બે કાર […]

અમદાવાદના SG હાઈવે પર ડમ્પરે બાઈકને મારી ટક્કર, એકનું મોત, એક ઈજાગ્રસ્ત

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે, શહેરમાં નવ નિર્મિત બિલ્ડિંગો માટે માલ-સામાનનું વહન કરતાં ડમ્પરો તેમજ મિક્ચર ડમ્પરોના ચાલકો બેદરકારીથી અને પૂર ઝડપે વાહનો ચલાવતા હોવાની ફરિયાદો પણ ઊઠી છે. દિવસ દરમિયાન પીકઅપ અવર્સમાં ડમ્પરો ટ્રાફિકજામ કરતા હોય છે. ત્યારે શહેરના એસજી હાઈવે પર કારગીલ પેટ્રોલ પંપ નજીક એક મિક્ચર ડમ્પરે  બાઈકને અડફેટે […]

અમદાવાદમાં એસ.જી હાઈવેથી એરપોર્ટ સુધીનો રસ્તો ડસ્ટ ફી બનાવાશે

અમદાવાદઃ CREDAIની સ્થાપનાના 43 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે આયોજિત ‘પાથ ટુ પ્રાઈડ’માં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે સરકારની સક્રિયતાથી ગુજરાતમાં વ્યાપક પરિવર્તનો થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થવા બદલ સરકારની સાથે બિલ્ડર્સનું યોગદાન પણ વધાવવા જેવું છે. આજે સરકારના પ્રોત્સાહક અભિગમ હેઠળ વિકાસ કાર્યમાં મહેસૂલી […]

સરખેજ-ગાંધીનગર હાઈવે પર પૂરફાટ ઝડપે આવેલી કારે રાહદારીને ટક્કર મારતા મોત

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં સૌથી વધુ અકસ્માતોના બનાવો એસજી હાઈવે પર બની રહ્યા છે. ત્યારે એસજી હાઈવે પર એસજીવીપી સ્કુલ પાસે એક સિનિયર સિટિઝન રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે પુરફાટ ઝડપે આવેલી કારે ટક્કર મારતા નવિનભાઈ ભરૂચા નામના સિનિયર સિટિઝનને રોડ પર પટકાતા ઈજાઓ થઈ હતી. દરમિયાન અકસ્માત બાદ […]

અમદાવાદના એસજી હાઈવે પર ઝાયડસ બ્રીજ પર રખડતા ઢોરને લીધે અકસ્માત સર્જાયો

અમદાવાદઃ શહેરમાં રખડતા ઝોર પકડવાની ઝૂંબેશ ચાલી રહી છે, ત્યારે જ એસજી હાઈવે પરના ઝાયડસ બ્રિજ પર રખડતા ઢોરને કારણે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ટ્રકના ડ્રાઈવરને ઈજા થતા તેને સારવાર માટે સોલા સિવિલમાં ખસેડાયો હતો. અમદાવાદ શહેરમાં રખડતા ઢોરને લીધે ભૂતકાળમાં અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા […]

અમદાવાદના SG હાઈવે પર હવે ST બસો ઓવરબ્રિજને બદલે સર્વિસ રોડ પરથી દોડશે

અમદાવાદઃ શહેરના એસ જી હાઇવે પર ઈસ્કેન, પકવાન સહિત અનેક ઓવરબ્રીજ બનાવવામાં આવ્યા છે. ત્યારે એસટી બસો ઓવરબ્રીજ પરથી પસાર થતી હોય ઓવરબ્રીજ નીચે આવેલા એસટી સ્ટેન્ડ પર મુસાફરોને બસની રાહ જોઈને બેસી રહેવું પડે છે.  ડાયરેક્ટ ઓવરબ્રીજ ઉપરથી એસ ટી બસો પસાર થઇ જતી હોવાથી મુસાફરોમાં રોષ ઉઠવા પામ્યો હતો. આથી એસ ટી નિગમે […]

અમદાવાદના SG હાઈવે પર બેફામ ઝડપે આવેલી કારે એક્ટિવાને અડફેટે લેતા દંપતીનું મોત

અમદાવાદઃ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. શહેર પોલીસ કમિશનરે SG હાઈવે પર વાહનોની ગતિ મર્યાદા નિયંત્રિત કરી છે. તેમ છતાં રાતના સમયે બેફામ ઝડપે વાહનો દોડતા હોય છે. તેના લીધે વધુ એક અકસ્માત સર્જાયો છે. એસજી હાઈવે-સોલા બ્રિજ પર મોડી રાતે કારચાલકે  એક્ટિવા સવાર દંપતીને અડફેડે લેતાં તેમનું મોત નીપજ્યું હતું. બે મહિનાની મેરેજ […]

અમદાવાદમાં SG હાઈવે પર ડમ્પર અને એક્ટિવા અકસ્માત સર્જાતા વિદ્યાર્થિનીનું મોત

અમદાવાદઃ શહેરના એસજી હાઈવે પર પુર ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. સોમવારે વહેલી સવારે એસજી હાઈવે પર ડમ્પર અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતમાં ગણપત યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ટ્રક મૂકીને નાસી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code