અંબાજીમાં 9મી ફેબ્રુઆરીથી ત્રિ દિવસીય શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે
જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી પ્રવાસીઓ માટે ખાસ એસટી બસો ફાળવાશે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડશે અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. પરિક્રમા મહોત્સવને લીધે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને તાજેતરમાં જ મિટિંગ યોજાઈ હતી. જેમાં સ્વચ્છતા, પાણી અને પાર્કિંગ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. […]