શિયાળાનું ધીમા પગલે આગમન, 16મી ઓકટોબરથી વરસાદના ઝાપટાં પડવાની આગાહી
નલિયામાં 18 અને રાજકોટમાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું, સૌરાષ્ટ્રમાં વહેલી પરોઢે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ, 20મી ઓક્ટોબરથી લઘુત્તમ તામપાનમાં ઘટાડો થવાની શક્યતા અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિ બાદ હવે દિવાળીના તહેવારો વખતે પણ વરસાદ રંગમાં ભંગ પાડી શકે છે. આગામી 16થી 20 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા […]