1. Home
  2. Tag "smc"

સુરતમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દેશનું પ્રથમ સોલાર સંચાલિત બસ સ્ટેશન તૈયાર

સોલાર સિટી સુરતનો સ્માર્ટ બસ સ્ટેશન પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે રોલ મોડેલ, Wi-Fi, ચાર્જિંગ અને લાઈટિંગ જેવી સુવિધાઓથી સજ્જ હાઈટેક ઇલેક્ટ્રિક બસ સ્ટેન્ડ, વાર્ષિક 1 લાખ યુનિટ વીજઉત્પાદન થશે સુરત:  સ્વચ્છ સિટી, સોલાર સિટી અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતની યશકલગીમાં હવે વધુ એક ઉમેરો થવા જઇ રહ્યો છે. સ્માર્ટ સિટી સુરતના અલથાણ ખાતે સુરત […]

સુરત મ્યુનિ કોર્પોરેશને પ્રોપર્ટી ટેક્સના 2390 કરોડના ટાર્ગેટ સામે 1283 કરોડની વસુલાત કરી

શહેરના વરાછા એ ઝોન વસુલાતમાં મોખરે બાકી મિલકતદારો સામે કડક પગલાં લેવાશે પ્રોપર્ટી ટેક્સની આવક વધારવા મ્યુનિ. દ્વારા કરાતા પ્રયાસો સુરતઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનનો આવકનો મુખ્ય સ્ત્રોત પ્રોપર્ટી ટેક્સ છે. શહેરની વસતી સાથે વિસ્તાર વધતાં મ્યુનિને પ્રોપર્ટી ટેક્સની આવકમાં પણ વધારો થયો છે. જો કે સામે ખર્ચમાં પણ અનેકગણો વધારો થયો છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સની […]

સુરત મ્યુનિ.કોર્પોરેશનનો સાયકલ શેરિંગનો પ્રોજેક્ટ નિષ્ફળ

પ્રજાના ટેક્સના લાખો રૂપિયાનો ખર્ટ પાણીમાં ગયો, 70,000ની એક એવી 1276 સાયકલો ભંગાર બની ગઈ, સાયકલ પ્રોજેક્ટ માટે 120 સ્ટેશન બનાવાયા હતા. સુરતઃ ભાજપ શાસિત સુરત મ્યુનિ.કોર્પોરેશનના અંધેર વહિવટનો નમુનો પ્રકાશમાં આવ્યો છે. પ્રજાના ટેક્સના પૈસાથી અમલમાં મુકાયેલો સાયકલ શેરિંગનો પ્રોજેક્ટ નિષ્ફળ ગયો છે. મ્યુનિનો અતિ મહત્વકાંક્ષી સાયકલ શેરિંગ પ્રોજેક્ટ હવે પોતાની દયનીય સ્થિતિમાં જોવા […]

સુરતમાં મનપાએ ઉત્પન્ન થતા ગંદાપાણીને સંસાધનમાં રૂપાંતરિત કર્યુ

અમદાવાદઃ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (એસએમસી) એ 116 એમએલડીની સ્થાપિત ક્ષમતાવાળા 4 ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપીને શહેરમાં ઉત્પન્ન થતા ગંદાપાણીને સંસાધનમાં રૂપાંતરિત કર્યા છે જેથી તાજા પાણીના સંસાધનો પરની નિર્ભરતા ઓછી કરી અને ટ્રીટેડ ગંદાપાણીને આર્થિક સંસાધન તરીકે ઘડવામાં આવી રહ્યું છે, કે જેથી સ્થિરતા અને પરિપત્ર અર્થતંત્રને પ્રોત્સાહન આપી શકાય. સુરતે ડાયરેક્ટ સર્વિસ લાઇન તેમજ […]

સુરત મ્યુનિ. કોર્પોરેશનની 26 શાળાઓના બિલ્ડિંગો જર્જરિત

SMCએ 83 શાળાઓનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ કરાવ્યો, 26 શાળાઓને સ્ટ્રક્ચરલ રિપોર્ટ નેગેટિવ, 11 શાળાઓમાંથી બાળકોને સ્થળાંતરિત કરાયા સુરતઃ શહેરમાં મ્યુનિ,કોર્પોરેશનના સ્કુલ બોર્ડ હસ્તક 83 શાળાઓ આવેલી છે. જેમાં 26 જેટલી સ્કૂલાના બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે, જેમાં 11 જેટલી શાળાઓના બાળકોને અન્ય શાળાઓમાં સ્થળાંતરિત કરવાની ફરજ પડી છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી મ્યુનિની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતા જાય […]

સુરતમાં મ્યુનિ.ની આવાસ યોજનાના મકાનો દાયકામાં જર્જરિત બનતા હવે કરોડોના ખર્ચે નવા બનાવાશે

સુરતઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વર્ષ 2013માં ભેસ્તાન વિસ્તારમાં ગરીબ પરિવારો માટે સરસ્વતી આવાસ યોજના બનાવી હતી. જેમાં 20  બિલ્ડીંગો બનાવીને 640 લાભાર્થીઓને ફ્લેટ ફાળવવામાં આવ્યા હતા. લાભાર્થીઓને મકાનોની સોંપણી થઈ ત્યારે જ નબળા બાંધકામની ફરિયાદો ઊઠી હતી. પણ તંત્ર દ્વારા કોઈ જ પગલા ન લેવાયા, અને ઈજારદારની જવાબદારીનો પિરિયડ પૂરો થાય ત્યાં સુધીમાં આવાસ જર્જરિત […]

રાજકોટના અગ્નિકાંડ બાદ સુરત મ્યુનિ.કોર્પોરેશન જાગ્યુ, ફાયર NOC ન હોય તેની સામે કાર્યવાહી

સુરતઃ રાજકોટના અગ્નિકાંડ બાદ સુરત મ્યુનિ.કોર્પોરેશન પણ સફાળું જાગ્યું છે. અને રહેણાક કે કોમર્શિયલ બિલ્ડિગોમાં ફાયર એનઓસી નથી તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને અલગ ઝોન મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. શહેરના સલાબતપુરા રીંગરોડ ઉધના સહારા દરવાજા સહિતના વિસ્તારોમાં હોસ્પિટલ દુકાનો અને ટેક્સટાઇલ માર્કેટને સીલ […]

સુરત મ્યુનિ,કોર્પોરેશનના ચીફ એકાઉન્ટ વતી પટ્ટાવાળો 2.50 લાખની લાંચ લેતા પકડાયો

સુરતઃ ગુજરાતમાં લાંચ માગવાના કેસ વધી રહ્યો છે. સુરત મ્યુનિ. કોર્પોરેશનના ચીફ એકાઉન્ટન્ટ વતી પટાવાળો રૂપિયા 2.50 લાખની લાંચ લેતા ઝડપાયો છે. શહેરના ઘોડદોડ રોડ વિસ્તારમાં ACBએ છટકું ગોઠવીને ચીફ એકાઉન્ટન્ટ વતી અઢી લાખ રૂપિયાની લાંચ લેતા પટાવાળાને ઝડપી પાડ્યો હતો. ACBએ ચીફ એકાઉન્ટન્ટ અને પટ્ટાવાળાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. એસીબીના સૂત્રોના […]

સુરત શહેરના નવા મેયર બન્યાં દક્ષેશ માવાણી, ડે.મેયર તરીકે નરેન્દ્ર પાટીલની પસંદગી

અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ, વડોદરા અને રાજકોટની જેમ સુરત મહાનગર પાલિકામાં આજે હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી છે અને નવા મેયર તરીકેની જવાબદારી દક્ષેશ માવાણીને સોંપવામાં આવી છે. આ ઉપરાંત ડે.મેયર સહિતના હોદ્દેદારોની પણ પસંદગી કરવામાં આવી છે. સુરત મ્યુનિસપલ કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે અને મેયર તથા ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની મુદત પૂર્ણ થતી હોવાથી ભાજપના દ્વારા […]

રાજકોટમાં 1600 કિલો નકલી પનીર પકડાયા બાદ આજે સુરતમાં પણ મ્યુનિએ પાડ્યા દરોડા

સુરતઃ રાજ્યમાં ખાદ્ય-ચિજવસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. કેટલાક વેપારીઓ વધુ રૂપિયા કમાવવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. રાજકોટ મહાનગર પાલિકાએ ગઈકાલે રાજકોટ વિસ્તારમાંથી દરોડા પાડીને 1600 કિલો બનાવટી પનીર ઝડપી પાડ્યું હતું. રાજકોટમાંથી 1600 કિલો બનાવટી પનીર પકડાયા બાદ  સુરત મહાનગરપાલિકા નું આરોગ્ય વિભાગ પણ સફાળું જાગ્યું છે. સુરત શહેરના આરોગ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code