1. Home
  2. Tag "Somnath Mahadev"

શ્રાવણ શુક્લ નવમી પર શ્રી સોમનાથ મહાદેવનો ‘સૂર્ય દર્શન શ્રૃંગાર કરાયો

સોમનાથ જ્યોતિર્લિંગને ચંદન તથા પુષ્પોથી નિર્મિત સૂર્ય પ્રતિકૃતિથી અલંકૃત કરાયા, શાસ્ત્રો કહે છે કે “શિવત્વ વગર ન તો જીવનનું સ્પંદન છે, ન ચેતનાનો ઉદય”, ભાવિકો સોમનાથ મહાદેવજીના દર્શન માટે ઉમટી પડ્યા સોમનાથઃ શ્રાવણ શુક્લ નવમીના પાવન દિવસે આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનો વિશેષ ‘સૂર્ય દર્શન શ્રૃંગાર’ કરવામાં આવ્યો હતો. પ્રાચીન શાસ્ત્રો અનુસાર, આજનું પવિત્ર પ્રભાસ […]

શ્રાવણ મહિનામાં ઘેર બેઠા સોમનાથ મહાદેવજીને માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા નોંધાવી શકાશે

બિલ્વ પૂજા નોંધાવનારાને પોસ્ટ મારફત રુદ્રાક્ષ, ભસ્મ અને નમનનો ભસ્મમળશે, 2 વર્ષમાં 50 લાખથી વધુ પરિવારો લઈ ચૂક્યા છે રૂપિયા 25માં બિલ્વપૂજાનો લાભ, સોમનાથ ટ્રસ્ટે ફરી શરૂ કરી ભક્તોની પ્રિય “માત્ર 25₹ માં બિલ્વપૂજા સેવા” સોમનાથઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા દેવાધિદેવ સોમનાથ મંદિરમાં શ્રાવણ મહિનામાં વિશેષ કાર્યક્રમો યોજાશે, શિવ ભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ […]

શ્રાવણની માસિક શિવરાત્રી પર સોમનાથ મહાદેવને કરાયો સર્વદેવમય રથારોહણ શ્રૃંગાર

વેરાવળઃ  પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને શ્રાવણ માસની માસિક શિવરાત્રીના પાવન અવસરે રથારોહણ શ્રૃંગારથી અલંકૃત કરવામાં આવ્યા હતા. આ શ્રૃંગાર પાછળનો ધાર્મિક મહિમા છે. ભગવાન રુદ્રનું નવમું સ્વરૂપ શર્વ કહેવાય છે. તેમને શર્વરુદ્ર પણ કહેવામાં આવે છે કારણ કે તેમણે તમામ દેવતાઓ દ્વારા નિર્મિત રથ પર બેસીને ત્રિપુરનો નાશ કર્યો હતો.  શર્વનો એક અર્થ સર્વવ્યાપી, સર્વાત્માં […]

સોમનાથ મહાદેવને 205 કિલો કેસરિયા પુષ્પનો શ્રૃંગાર કરાયો, ભાલકા તિર્થમાં આજે જન્માષ્ટમી ઊજવાશે

વેરાવળઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના દર્શનનું શ્રાવણ મહિનામાં વિશેષ મહાત્મ્ય છે. મહાદેવજીને રોજ વિવિધ શણગાર કરવામાં આવે છે, ત્યારે શ્રાવણ કૃષ્ણ સપ્તમીના અવસર પર સોમનાથ મહાદેવને શૌર્ય અને ત્યાગના પ્રતિક સમાન કેસરિયા પુષ્પોનો શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવનું જ્યોતિર્લિંગ 205 કિલોથી વધુ પુષ્પોથી સુશોભિત કરવામાં આવ્યું હતું. મહાદેવના આ અલૌકિક સ્વરૂપના દર્શન […]

સોમનાથ મહાદેવને ગંગા દર્શનનો શ્રૃંગાર કરાયો, શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યાં

વેરાવળઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવના દર્શન માટે બારે મહિના શ્રદ્ધાળુઓ આવતા હોય છેય જેમાં સૌથી વધુ શ્રાવણ મહિના દરમિયાન ભાવિકો દાદાના દર્શન માટે આવી રહ્યા છે. શનિવારે શ્રાવણ માસના દસમા દિવસે સોમનાથ મહાદેવજીને શ્રી ગંગા દર્શન શણગાર કરવામાં આવ્યો હતો. માતા ગંગા શિવજીની જટામાં સમાઈને ભાગીરથી બન્યા હતા. તે વૃતાંતને દર્શનમાં સુંદર રીતે […]

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં

વેરાવળઃ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભક્તોનો મહાસાગર ઉમટયો હતો. શિવજીની આરાધનાના મહા પર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા હતા. વહેલી સવારથી જ ભાવિકોનો પ્રવાહ અવિરત પણે સોમનાથ મંદિરમાં શરૂ રહ્યો હતો. સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે […]

સોમનાથ મહાદેવને હોળીના દિને આજે અબીલ – ગુલાલ અને ગુલાબનો અલૌકિક શણગાર કરાયો

અમદાવાદઃ હોળી-ધૂળેટીના પર્વને લઈને ગુજરાતના તમામ યાત્રાધામો પર ભાવિકોની ભીડ જોવા મળી હતી. આજે હોળી પર્વે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવને સવારે અબીલ ગુલાલનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો છે. જ્યારે સાંજે મંદિર પરીસરમાં હોલીકા પૂજન સાથે હોળી પ્રગટાવવામાં આવશે. રંગોના તહેવારના બે દિવસો દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો યાત્રાધામમાં ઉમટશે તેવી આશા સેવાઇ રહી છે. જેને લઈ […]

યાત્રાધામ સોમનાથ મહાદેવના 151 ફૂટ ઉંચા શિખર પર ધ્વજારોહણ માટે અનોખી સિસ્ટમ કાર્યરત કરાઈ

વેરાવળ : બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિરના 151 ફૂટ ઉંચા ગગનચુંબી શિખર પર લહેરાતી 52 ગજની ધ્વજા ભાવિકો સ્વહસ્તે ચડાવી શકે તેવી સીસ્ટમ કાર્યરત કરી દેવામાં આવી છે. ધ્વજા ચડાવવાની નવી વ્યવસ્થાના દાતા ખોડલધામ સંસ્થાના અધ્યક્ષ નરેશ પટેલે સહપરિવાર સોમનાથ ખાતે આવી નવી વ્યવસ્થાનો શુભારંભ કરાવી તેમના સ્વહસ્તે પ્રથમ ધ્વજારોહણ કર્યું હતું. […]

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હવે રૂ. 11 હજારમાં જ થશે વેદોકત પુરાણોકત લગ્‍નઃ તમામ વ્યવસ્થા ટ્રસ્ટ કરશે

વેરાવળઃ દેશ-વિદેશના લોકો હવે સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવના સાંનિઘ્‍યે ફકત રૂ.11 હજાર ભરી વેદોકત પુરાણોકત લગ્‍ન કરી શકશે. લગ્‍નવિઘિ માટે જરૂરી હોલ, મંડપ જેવી સુવિઘા સોમનાથ મંદિર ટ્રસ્‍ટ ઉપલબ્‍ઘ કરાવશે. આ સુવિઘાથી આગામી દિવસોમાં યાત્રાઘામ સોમનાથ વેડીંગ ડેસ્‍ટીનેશન બની રહેશે. યાત્રાધામ સોમનાથ મહાદેવજીના સાનિધ્યમાં હવે માત્ર રૂપિયા 11 હજાર ભરી લગ્ન કરી શકાશે. વર્તમાન સમયમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code