1. Home
  2. Tag "somnath temple"

શ્રાવણ મહિના દરમિયાન સોમનાથ મહાદેવજીના મંદિરમાં 10 લાખથી વધુ ભાવિકોએ કર્યા દર્શન,

વેરાવળઃ શ્રાવણ માસનો પ્રારંભ તા.29 જુલાઇના રોજ થયેલ અને તા.27 ઓગસ્ટના શ્રાવણની પુર્ણાહુતી થયેલી હતી. શ્રાવણ માસની પુર્ણિમા, ચાર સોમવારો, જન્માષ્ટમી, સાતમ-આઠમ, અગિયારસ, માસિક શિવરાત્રી, અમાસ સહિતના પર્વો હર્ષોલ્લાસ સાથે ભક્તિમય વાતાવરણમાં  ઊજવાયા હતા. સોમનાથ મહાદેવના દર્શન, પુજન, અર્ચન કરીને 10 લાખ થી વધુ ભક્તો ધન્ય બન્યા હતા. ખાસ કરીને શ્રાવણના સોમવારો દરમિયાન યોજાતી પાલખીયાત્રા, […]

શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ  મંદિરે ભક્તોની ભારે ભીડ જામી

સોમનાથ મંદિરે ભક્તોની ભારે ભીડ જામી આજે છેલ્લો સોમવાર હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ આવ્યા ગીર-સોમનાથઃ- આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે ત્યારે શિવ ભક્તો ભગવાન શિવના દર્શનાર્થે આવી રહ્યા છે ખાસ કરીને સોમનાથમાં આવેલું પ્રથમ જ્યોર્તિલિંગમાં ભક્તોની ભારે ભીડ આજે જોવા મળી રહી છે, સ્થાનિક લોકો સિવાય ગુજરાતભર અને રાજ્ય બહારથી લોકો ભગવાન શિવના દર્શન […]

વિકેન્ડમાં સોમનાથ મંદિરમાં ભક્તોનો ભારે જમાવડો – દર્શન માટે ભક્તોની લાંબી લાઈન લાગી

સોમનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ દર્શન કરવા માટે લાંબી લાઈન લાગી વાહનોનું પાર્કિંગ પણ ફૂલ જોવા મળ્યું સાહીન મુલતાનીઃ- ગીર સમોનાથઃ–  હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો બીજી તરફ  રક્ષાબંધનની રજાઓ પણ ચાલી રહી છે તો વળી 1 દિવસ બાદ સ્વતંત્રતા પર્વનો દિવસ છે ત્યારે લાંબી 4 – 5 દિવસોની રજાઓમાં લોકો ઘરની બહાર […]

શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સોમનાથ મંદિર હર-હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યું – ટ્રસ્ટ દ્રારા પત્રકારોના કવરેજ પર પ્રતિબંધ મૂકતા મીડિયાકર્મીઓમાં રોષ

આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર સોમનાથ દાદાના દર્શને ભક્તોની ભારે ભીડ જામી પત્રકારોને કવરેજ કરવા પર ટ્રસ્ટે મૂક્યો પ્રતિબંધ વેરાવળઃ–  શુક્રવારના રોજથી પવિત્ર શ્રાવણ સામનો આરંભ થઈ ગયો છે ત્યારે આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે,જેને લઈને રાજ્યભરના શિવ મંદિરોમાં ભક્તોનો મેળાવડો જોવા મળ્યો છે.ખાસ કરીને પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોની […]

સોમનાથ મંદિરમાં શ્રાવણોત્સવની ધૂમ તૈયારીઓ, 250 જવાનો રાઉન્ડ ઘ ક્લોક રહેશે તૈનાત

વેરાવળઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા દેવાધિદેવ સોમનાથ મહાદેવના મંદિરમાં શ્રાવણોત્સવની ઘુમ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આવતી કાલે શુક્રવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. કોરોના કાળ પૂર્ણ થયા બાદ આ વર્ષે મંદિરમાં દર્શન માટે કોઈ જ પ્રકારના પ્રતિબંધો લાગુ ન હોવાથી ભાવિકો રંગેચંગે શ્રાવણોત્સવની ઉજવણી કરી શકશે. યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિરે આ વર્ષે […]

સોમનાથ મંદિરઃ પવિત્ર શ્રાવણ મહિનાને લઈને તડામાર તૈયારીઓ

અમદાવાદઃ રાજ્યમાં આગામી દિવસોમાં પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થવાનો છે, જેને લઈને સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. શ્રાવમ મહિનામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ દર્શન કરવા આવે છે જેથી દર્શનાર્થીઓને મુશ્કેલીઓ ના નડે તે માટે જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, સોમનાથમાં શ્રાવણમાસની તૈયારીઓ માટે અને સ્‍થળ નિરીક્ષણ […]

સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારોઃ હેલિકોપ્ટરની મદદ શરૂ કરાયું પેટ્રોલિંગ

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે અને સોમનાથ મંદિર અરજી સમુદ્રના કિનારે આવેલું છે. જેથી ધાર્મિક આસ્થાના પ્રતિક સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા વધારે મહત્વની બની જાય છે. આ ઉપરાંત સોમનાથ મંદિર પરિસરમાં […]

સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરના શિખરને સોનાથી મઢાશે, ટ્રસ્ટ દ્વારા કરાયો નિર્ણય

વેરાવળ : સુપ્રસિદ્ધ યાત્રાધામ અને બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા દેવાધિદેવ સોમનાથ મંદિરના ગર્ભગૃહ સહિતના અનેક ભાગોને સુવર્ણ મઢીત કરાયા છે. ત્યારે હવે મંદિરના ટોચના શિખરને સુવર્ણ મઢીત કરવા અંગે મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરના શીખર સમાન ટોચને સુવર્ણ મઢીત કરવાની યોજના સોમનાથ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવી છે. જેમાં […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સોમનાથ મંદિરમાં માર્કંડેય પૂજા અને લઘુરૂદ્ર વિશેષ મહાપૂજા કરાઈ

વેરાવળઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને બાર જ્યોર્તિલિંગમાં પ્રથમ ગણાતા દેવાધિદેવ સોમનાથ મહાદેવજીના દર્શનનું વિશેષ મહાત્મય છે. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના જન્મદિન નિમિત્તે  આજે સોમનાથ મહાદેવજીના મંદિરમાં મહાપૂજા કરાઈ હતી. મંદિરના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરીના હસ્તે મહાપૂજા અને અભિષેક કરાયો હતો. સોમનાથ મંદિર ખાતે માર્કંડેય પૂજા, લઘુરૂદ્ર સહિત વિશેષ મહાપૂજા કરવામાં આવી હતી. મહત્વનું છે, કે વડાપ્રધાન મોદી સોમનાથ […]

સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવજીનું મંદિર જન્માષ્ટમીના દિને સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખૂલ્લું રહેશે

વેરાવળઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવના શ્રાવણ મહિનામાં દર્શન કરવાનું અનેરૂં મહાત્મય છે. જેમાં જન્માષ્ટમીના દિને મહાદેવજીના દર્શને અનેક ભાવિકો ઉમટી પડતા હોય છે. આથી સોમનાથ મહાદેવનું મંદિર જન્માષ્ટમીના દિવસે દર્શનાર્થીઓ માટે સવારે ચાર વાગ્યાથી રાત્રીના દસ વાગ્યા સુધી ખૂલ્લું રહેશે. ભાલકા તીર્થ મંદિરે જન્માષ્ટમી ઉત્સવનું લાઇવ પ્રસારણ રાત્રીના સાડા દસ વાગ્યાથી ટ્રસ્ટના ફેસબુક, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code