
સોમનાથ મંદિરની વિશેષ માહિતી,અહીં જાણો
ગીર સોમનાથ જિલ્લામાં આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ.અહીં મહાદેવના ભક્તો દેશ- વિદેશથી આવતા હોય છે.સોમનાથ મંદિર પર અનેક વાર હુમલા થયાનુ સામે આવેલ છે. આ મંદિર લાખો વર્ષ પહેલાનું છે.
આ પૌરાણિક મંદિરને ઈતિહાસમાં ઘણી વખત તોડવામાં આવ્યું હતું,પરંતુ દરેક વખતે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામા આવ્યો હતો.લોકોનું એવું માનવુ છે કે આ મંદિરનો સંબંધ ચંદ્રદેવની સાથે જોડાયેલો છે. આ મંદિરનું શરુઆતનુ માળખું સૌથી પહેલા ચંદ્રદેવ દ્વારા બનાવવામાં આવ્યું હતું.
સોમનાથ મંદિર પર 1024માં મહમૂદ ગઝનીએ, 1296માં ખિલજીની સેનાએ, 1375માં મુઝફ્ફર શાહે અને 1665માં ઔરંગઝેબે નષ્ટ કર્યું હતું.આ રીતે સોમનાથ મંદિર પર લગભગ 15થી પણ વધુ વખત હુમલા થયા હોવાનું માનવામા આવે છે.
લોક માન્યતા અનુસાર,આ મંદિરમાં પ્રસિદ્ધ સ્યામંતક રત્ન સોમનાથ મંદિરમાં બિરાજમાન ભગવાન શિવના શિવલિંગના પોલાણમાં સુરક્ષિત રીતે છુપાયેલું છે અને લોકો એવુ માને છે કે આ પથ્થરમાં સોનું પેદા કરવાની ક્ષમતા છે.