અભિનેત્રી સોનાક્ષી સિંહા દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ડેબ્યૂ કરાશે
મુંબઈઃ બોલિવૂડમાં ‘દબંગ’, ‘તેવર’ જેવી ફિલ્મો આપનાર અભિનેત્રી સોનાક્ષી સિંહા દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પગ મૂકવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ, અભિનેત્રી તેલુગુ ભાષાની ફિલ્મ ‘જટાધારા’માં જોવા મળશે, જેનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. આ ફિલ્મમાં સુધીર બાબુ પણ છે. જોકે, હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઉદ્યોગના સૂત્રોએ અભિનેત્રીના ફિલ્મમાં જોડાવાના સંકેત […]