ફરીથી રાજકારણમાં પ્રવેશવાનો સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીએ કર્યો ઈન્કાર
દક્ષિણ ભારતીય ફિલ્મ જગતના સુપરસ્ટાર ચિરંજીવીએ રાજકારણમાં પાછા ફરવા વિશે એક રસપ્રદ વાત કરી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે હવે તેઓ ક્યારેય રાજકારણમાં પ્રવેશ કરશે નહીં. ચિરંજીવીએ કહ્યું, “હું ફરી ક્યારેય રાજકારણમાં જોડાઈશ નહીં. પવન કલ્યાણ મારી આશાઓ અને આકાંક્ષાઓ પૂરી કરવા અને જનતાની સેવા કરવા માટે છે. હવે હું ફિલ્મ ઉદ્યોગને સંપૂર્ણપણે સમર્પિત રહીશ. […]