1. Home
  2. Tag "statue of unity"

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પંચમુખી સરોવરમાંથી 194 મગરોને રેસ્ક્યુ કરાયા

વડોદરાઃ ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાસે આવેલા લેકમાંથી 194 મગરોને હટાવીને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. આ સરોવરમાં નૌકાયાન કરતા મુસાફરોની સુરક્ષા માટે આ શિફ્ટિંગ કરવામાં આવ્યું છે. કેવડિયા વિસ્તારના વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે,  કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા બનાવાયેલી છે. તેની પાસે પંચમુખી સરોવર  આવેલું […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પાંચ એકર જમીનમાં 100 કરોડના ખર્ચે ભૂલભુલૈયા ગાર્ડન બનાવાશે

અમદાવાદઃ રાજ્યમાં કેવડિયા કોલોની નજીક આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાય છે. છેલ્લા બે વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વિકાસને ચાર ચાંદ લાગી ગયા છે. કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 5 એકર જમીનમાં ભુલભુલૈયા ગાર્ડન તૈયાર કરાઇ રહ્યો છે. ગત વર્ષે 17 જેટલા પ્રોજેક્ટોનું લોકાર્પણ એક દિવસમાં […]

પ્રવાસીઓ માટે આવતીકાલથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લુ મુકાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરના પગલે કર્ફ્યુ સહિતના આકરા પગલા લેવામાં આવ્યાં હતા. એટલું જ નહીં સંક્રમણ ફેલતુ અટકાવવા માટે પ્રવાસન સ્થળોને બંધ કરવામાં આવ્યું હતું. જો કે, હવે કોરોનાના કેસ ઘટતા ફરીથી જીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે. જેથી નર્મદા નદીના કાઠે આવેલી વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરીથી પ્રવાસીઓ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીના હાઈવે માટે સંપાદન કરાયેલી જમીનનું વળતર ખેડૂતોને હજુ મળ્યુ નથી

વડોદરાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આકર્ષણ દેશભરના લોકોને થઈ રહ્યું છે. પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવામાં કોઈ અગવડ ન પડે તે માટે  સરકારે ફોર લેન રસ્તાઓ તો બનાવી દીધા છે.પણ રસ્તા બનાવવા ખેડૂતોએ આપેલી જમીનના વળતર માટે ખેડૂતોએ હાલ વલખા મારવાનો સમય આવ્યો છે.રાજપીપળા પ્રાંત કચેરી અને નેશનલ હાઈવેના અધિકારીઓની આળસ ભરી નીતિને લીધે  જગતનો તાત […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવતા તમામ પ્રવાસીઓનો ફરજિયાત કોવિડ ટેસ્ટ કરાશે

વડોદરાઃ વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા તમામ પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જો નેગેટિવ રિપોર્ટ આવશે તો જ સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલમાં પ્રવેશ આપવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગેટ નંબર-પાંચ ખાતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. દરેક પ્રવાસીએ પ્રવેશ પહેલા ફરજિયાત આ ટેસ્ટ કરાવવાનો […]

SoU નું પ્લાન કરતા હોય તો પહેલા વાંચી લેજો: પાવર હાઉસ-ક્રૂઝ બોટ સેવા કરાઇ બંધ

SoU માટે પ્લાન કરતા હોય તો પહેલા આ ન્યૂઝ વાંચી લેવા હિતાવહ નર્મદામાં પાણી ઘટતા પાવર હાઉસ-ક્રૂઝ બોટ સેવા બંધ કરાઇ આગામી ચોમાસા સુધી આ ક્રૂઝ બોટ સેવા બંધ રહે તેવી સંભાવના નર્મદા: જો તમે પણ સ્ટેચ્યૂ ઑફ યુનિટીના પ્રવાસે જવાનું આયોજન કરતા હોય તો પહેલા આ ન્યૂઝ વાંચી લેજો. સામાન્યપણે ઉનાળો શરૂ થતા જ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળોએ જમાવ્યું આકર્ષણઃ એક વર્ષમાં 6 કરોડ પ્રવાસી આવ્યાં ગુજરાત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વિકાસની ભારત સહિત દુનિયાના અનેક દેશોએ નોંધ લીધી છે. તેમજ ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન સ્થળોનો વિકાસ કરવામાં આવ્યો છે. જેથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવે છે. રાજ્યમાં દર વર્ષે સરેરાશ પાંચ કરોડ પ્રવાસીઓ આવે છે. વર્ષ 2019માં 5.88 કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર […]

કેવડિયાના જંગલ સફારી પાર્કમાં બ્લેક પેન્થરનું આગમન

અમદાવાદઃ નર્મદ નદીના કિનારે સરદાર પટેલની વિશાળ પ્રમિતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે કેવડિયામાં આકાર પામેલા જંગલ સફારી પાર્ક સહિત સ્થળોની મુલાકાત લે છે. હવે જંગલ સફારી પાર્કની મુલાકાતે આવતા પ્રવાસીઓ બ્લેક પેન્થરની સાથે હિપ્પોપોટેમસ પણ નિહાળી શકાશે. મધ્ય પૂર્વ ભારતમાં જોવા મળતા બ્લેક […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધીમાં 50 લાખથી વધારે પ્રવાસીઓએ લીધી મુલાકાત

અમદાવાદઃ દુનિયાના સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કેવડિયા આવે છે. ટુંકાગાળામાં વિશ્વના પ્રવાસન નકશામાં સ્થાન મેળવનારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધીમાં 50 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે. કેવડિયા સુધી ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા નદીના કિનારે કેવડિયા ખાતે […]

સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ઘસારો વધતા ઑનલાઇન ટિકિટની મર્યાદા હટાવાઇ

કોરોના મહામારી દરમિયાન 8 મહિના માટે પ્રવાસન સ્થળ બંધ રખાયું હતું સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો સતત વધતો ઘસારો જોઇને SOUમાં ટિકિટની મર્યાદા 2500થી વધારીને 7 હજાર કરાઇ નર્મદા: કોરોના મહામારી દરમિયાન લોકપ્રિય પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઑફ યુનિટી 8 મહિના માટે પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઑફ યુનિટીને 31 ઑક્ટોબર 2020ના રોજ પીએમ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code