1. Home
  2. Tag "STD-9 TO 12"

ગુજરાતમાં નવરાત્રી પહેલા મોટાભાગની શાળાઓમાં ધો.9થી 12ની પ્રથમ કસોટી પૂર્ણ

અમદાવાદઃ ગુજરાતમાં ધો.9થી 12ની શાળાઓમાં શરૂ થયેલી પ્રથમ કસોટી ગુરુવારે સત્તાવાર રીતે પૂર્ણ થઈ છે. આ સાથે રાજ્યની મોટાભાગની ખાનગી પ્રાથમિક શાળાઓમાં પણ પ્રથમ કસોટી પૂર્ણ થઈ ગઈ છે. જો કે કેટલીક ખાનગી શાળાઓમાં એક- બે પેપર બાકી હોવાથી આગામી એક-બે દિવસમાં પરીક્ષા પૂર્ણ થશે. જ્યારે સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં હવે પછી પ્રથમ કસોટીનો […]

ધો. 9થી 12ના પાઠ્ય-પુસ્તકોમાં પ્રાકૃતિક ખેતીનો વિષય સમાવાશે, નવા શૈક્ષણિક સત્રથી અમલ

ગાંધીનગરઃ ભારત દેશ કૃષિ પ્રધાન છે, અને વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અને તેના લાભાલાભ તેમજ આ અંગેની પૂરતી સમજ મળી તે માટે અભ્યાસક્રમમાં તેને સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યા છે. ધોરણ 9થી 12ના પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ કરાશે. તેમ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. રાજ્ય શિક્ષણમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હવે રાજ્યમાં ધોરણ-9 થી 12ના […]

રાજ્યમાં ધો.9થી12ની દ્વિતિય અને ધો.9 અને 11ની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો શાળાઓ તૈયાર કરશે

ગાંધીનગરઃ રાજ્યમાં ધો.9થી12ની સત્રાંક ( દ્વિતિય) પરીક્ષા તેમજ ધો.9 અને 11ની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો હવે જે તે શાળાઓ દ્વારા જ તૈયાર કરાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં જ પરિપત્ર જાહેર કરી ધો.9થી 12ની શાળાકીય કક્ષાએથી લેવાતી દ્વિતીય પરીક્ષા અને ધો.9 અને 11ની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો શાળા કક્ષાએથી જ તૈયાર કરી પરીક્ષા […]

ધોરણ 9થી 12માં ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીનો વિષય વિદ્યાર્થીઓને ભણાવાશે

ગાંધીનગરઃ રાજયમાં ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અંગે યુવા પેઢી અભ્યાસક્રમથી માહિતગાર થાય તે માટે ધોરણ 9- 10- 11અને 12 મા મરજીયાત વિષય તરીકે અભ્યાસક્રમ માં ઉમરો કરવાનું સરકારની વિચારણા હેઠળ હોવાના સંકેત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વઘાણીએ આપ્યા છે. રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાધાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી માં સંશોધન કરનારાને […]

ધો-9થી 12ની પ્રથમ કસોટીનો ઓફલાઈન પ્રારંભઃ કોરોનાના ભય વિના વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરનું જોર ઘટ્યા બાદ સરકાર દ્વારા નિયંત્રણો હળવા કરીને વેપાર-ધંધા શરૂ કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં ધો-6થી 12 સુધીનું ઓફલાઈન શિક્ષણ પણ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન આજથી ધો-9થી 12ની પ્રથમ કસોટીનો પ્રારંભ થયો હતો. ચાલુ વર્ષે ધો-1થી 12ની બોર્ડની પરીક્ષા યોજાઈ ન હતી. સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન […]

ગુજરાતમાં બોર્ડની ધો-9થી 12ની પ્રથમ છ માસિક કસોટી મરજિયાતઃ શિક્ષણ મંત્રી

અમદાવાદઃ બોર્ડ ધ્વારા લેવાનાર ધોરણ-9 થી 12ની પ્રથમ છ માસિક કસોટી રાજ્ય સરકાર દ્વારા મરજિયાત કરવામાં આવી છે. તેમ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રતિનિધિઓ સાથે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલાની સૂચનાથી શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં મહામંડળ દ્વારા […]

ધો. 9થી 12 ના વિદ્યાર્થીઓને પુસ્તકો મળ્યા નથી, બીજીબાજુ એકમ કસોટીની જાહેરાત

અમદાવાદઃ સરકાર દ્વારા ભણશે ગુજરાતના નારાં તો અપાય છે પણ પાઠ્ય પુસ્તક મંડળની નિષ્ક્રિયતાને કારણે હજુ સુધી ઘણીબધી શાળાઓને ધો.9થી12ના પાઠ્ય પુસ્તકો મળ્યા નથી. આથી ધોરણ 9થી 12ના હજારો વિદ્યાર્થીઓ સંકટમાં મૂકાયા છે. કારણ કે, નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયું તેને ત્રણ મહિના કરતાં પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં તેમને હજી પણ પાઠ્યપુસ્તકો […]

ધો.9થી12ની પ્રથમ કસોટી 18મી ઓક્ટોમ્બરથી લેવાશે, પ્રશ્નપત્રો બોર્ડ દ્વારા તૈયાર કરાશે

અમદાવાદઃ શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9થી 12ની પ્રથમ કસોટીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. રાજ્યમાં ધોરણ-9થી 12ની પ્રથમ કસોટી એક સાથે 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. આ કસોટી માટેના પ્રશ્નપત્રો બોર્ડ દ્વારા આપવામાં આવશે. સ્કૂલોએ ફરજિયાત બોર્ડ દ્વારા આપવામાં આવેલા પ્રશ્નપત્ર અને સમય પત્રક મુજબ જ પરીક્ષા યોજવાની રહેશે. પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ […]

ધોરણ 9થી12ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી તા.17મી સપ્ટેમ્બરથી લેવાશે

અમદાવાદ: રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ વર્ષની પ્રથમ એકમ કસોટી આગામી તા. 17 અને 18 સપ્ટેમ્બરના રોજ યોજાશે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટીની જાહેરાત કરવામાં આવી છે. બે દિવસ ચાલનારી એકમ કસોટીના પ્રશ્નપત્રો 15મી તારીખે સ્કૂલોને મોકલવામાં આવશે. ત્યારબાદ 17મી સપ્ટેમ્બરે બોર્ડની વેબસાઈટ પર પણ પ્રશ્નપત્રો મૂકવામાં આવશે. એકમ કસોટીનો અભ્યાસક્રમ […]

ધો. 9થી 11ની શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થતાં વિદ્યાર્થીઓ હરખભેર સ્કુલે પહોચ્યા, મિત્રોને મળીને આનંદ વ્યક્ત કર્યો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં હવે ક્રમશઃ ઓફલાઈન શિક્ષણને મંજુરી આપવામાં આવી રહી છે. ધોરણ 12 બાદ હવે આજે સોમવારથી ધોરણ 9થી 11ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થતાં વિદ્યાર્થીઓએ લાંબા સમય બાદ પોતાના સહાધ્યાય મળીને આનંદ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓ પાસેથી સંમતિપત્ર મેળવીને સ્કૂલે બોલાવવામાં આવ્યા છે. પ્રથમ દિવસ હોવા છતાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓ સ્કૂલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code