1. Home
  2. Tag "stock market"

શેરબજારમાં તેજીનો માહોલ: સેન્સેક્સ 83,000ની નજીક

મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વ બેંકે વ્યાજદરોમાં 25 બેઝિઝ પોઈન્ટનો ઘટાડો કરતાં તેની સકારાત્મક અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી. બજારની શરૂઆત જ જોરદાર તેજી સાથે થઈ, જેમાં બીએસઈનો સેન્સેક્સ 340 પોઈન્ટના ઉછાળા સાથે 83,000ની સપાટી નજીક પહોંચ્યો, જ્યારે નિફ્ટી પણ 25,500ની નજીક કારોબાર કરી રહી છે. ફેડરલ રિઝર્વના નિર્ણય બાદ આઈટી શેરોમાં સારો એવો […]

શેરબજારમાં મંદી: સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં ખુલ્યા

મુંબઈઃ આ અઠવાડિયાના ચોથા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. આજે સવારે BSE સેન્સેક્સ 257પોઈન્ટના ઘટાડા સાથે 82477ની સપાટીએ ખુલ્યો હતો. જ્યારે NSE નિફ્ટી પણ 65 અંકના ઘટાડા સાથે 25158ની સપાટી પર વેપાર કરી રહ્યો છે. શરૂઆતી કારોબારમાં, આઇટી ઇન્ડેક્સમાં 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે મેટલ ઇન્ડેક્સ 0.5 ટકાના વધારા સાથે […]

ફિલ્મ અભિનેતા અરશદ વારસી અને તેની પત્ની સામે શેરબજારમાં હેરાફેરીનો આરોપ, સેબીએ કરી કાર્યવાહી

બોલીવુડ અભિનેતા અરશદ વારસી એક ગંભીર નાણાકીય કૌભાંડમાં ફસાયાનું જાણવા મળે છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ અરશદ વારસી, તેની પત્ની મારિયા ગોરેટ્ટી અને 57 અન્ય લોકો સામે શેરબજારમાં હેરાફેરીના આરોપસર મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી હેઠળ, તે બધાને ભારે દંડ અને ગેરકાયદેસર કમાણી પરત કરવાનો આદેશ કર્યો છે, તેમજ શેરબજારમાં […]

શેરબજારમાં ઘટાડો યથાવત, રોકાણકારોને કરોડોનું નુકશાન

મુંબઈ: સોમવારે શરૂઆતના કારોબારમાં સ્થાનિક શેરબજારો સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો નોંધાયો હતો. આનું મુખ્ય કારણ વિદેશી મૂડીનું સતત પાછું ખેંચવું હતું. શરૂઆતના કારોબારમાં BSE સેન્સેક્સ 297.8 પોઈન્ટ ઘટીને 75,641.41 પર ટ્રેન્ડ થઈ રહ્યો હતો. NSE નિફ્ટી 119.35 પોઈન્ટ ઘટીને 22,809.90 પર ટ્રેન્ડ થઈ રહ્યો હતો. શરૂઆતના સોદા પછી બંને બજારોમાં વધુ ઘટાડો થયો હતો. સેન્સેક્સ […]

બજેટ રજુ થયા બાદ શેર બજારમાં ઉથલ-પાથલ બાદ નીચા સ્તરથી 434 પોઈન્ટ રિકવર થયુ

• નિફ્ટી 10 પોઈન્ટમાં ઘટાડો થયો • IT સેક્ટરમાં સૌથી વધુ વેચાવલી • સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેર નીચે અને 15 ઉપર થયા નવી દિલ્હીઃ લોકસભામાં આજે નાણા મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2025-26નું બજેટ રજુ કરતા શેર બજારમાં ઉથળ-પાથલ જોવા મળી હતી. શેરબજારમાં દિવસના 77,006 ના નીચલા સ્તરથી 434 પોઈન્ટની રિકવરી જોવા મળી રહી છે. […]

શેરબજાર: ઘટાડા બાદ શેરબજારમાં વધારો, નિફ્ટી 23,100 ને પાર ગયો

મુંબઈ: એશિયન બજારોમાં તેજી વચ્ચે શરૂઆતના વેપારમાં ઘટાડા બાદ ગુરુવારે સ્થાનિક ઇક્વિટી બજારો, સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો થયો હતો. શરૂઆતના કારોબારમાં BSE સેન્સેક્સ 202.87 પોઈન્ટ અથવા 0.26 ટકા ઘટીને 76,202.12 પર પહોંચ્યો હતો. NSE નિફ્ટી પણ 64.7 પોઈન્ટ અથવા 0.27 ટકા ઘટીને 23,090.65 પર બંધ રહ્યો હતો. જોકે, BSE સેન્સેક્સે ટૂંક સમયમાં નુકસાન ભરપાઈ કર્યું […]

શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટતા જીડીપીની અસર જોવા મળી

મુંબઈઃ આજે શરૂઆતી કારોબાર દરમિયાન સ્થાનિક શેરબજારમાં દબાણ જોવા મળી રહ્યું છે. આજના કારોબારની શરૂઆત મામૂલી ઉછાળા સાથે થઈ હતી. બજાર ખુલ્યા પછી વેચવાલીનું દબાણ થયું હતું. સવારે 10 વાગ્યા સુધી કારોબાર કર્યા બાદ સેન્સેક્સ 0.21 ટકા અને નિફ્ટી 0.22 ટકાની નબળાઈ સાથે કારોબાર કરી રહ્યા છે. આ શેર્સમાં નફો અને નુકસાન જોવા મળ્યું સવારે […]

શેરબજારમાં ઘટાડાનું વલણ યથાવત, સેન્સેક્સ 80 હજારની નીચે ગબડ્યો

મુંબઈઃ ફેડરલ રિઝર્વે 2025માં વ્યાજમાં ઘટાડાની ગતિ ધીમી કરવાની જાહેરાત કર્યા બાદ યુએસ શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તેની અસરને કારણે ગુરુવારે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો પણ નબળા પડ્યા હતા. ગુરુવારે સેન્સેક્સ 964.15 (1.20%) પોઈન્ટ ઘટીને 79,218.05 પર બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટી 247.15 (1.02%) પોઈન્ટ ઘટીને 23,951.70 પર આવી ગયો હતો. યુએસ ફેડરલ […]

શેરબજાર મજબૂત ઉછાળા સાથે લીલા રંગમાં બંધ

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે ભારતીય શેરબજાર લીલા નિશાનમાં બંધ થયું હતું. ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં મજબૂત વધારો જોવા મળ્યો હતો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 759.05 પોઈન્ટ અથવા 0.96 ટકાના ઉછાળા બાદ 79,802.79 પર બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટી 216.95 પોઈન્ટ અથવા 0.91 ટકાના વધારા પછી 24,131.10 પર બંધ થયો. સપ્તાહના છેલ્લા […]

નજીવા વધારા સાથે શેરબજારની થઈ શરૂઆત

મુંબઈઃ આજરોજ ભારતીય શેરબજારો ખૂબ જ નજીવા વધારા સાથે લીલા રંગમાં ખુલ્યા હતા. BSE સેન્સેક્સ 16.32 પોઈન્ટના વધારા સાથે 80,098.30 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે બીજી તરફ NSE નિફ્ટી 67.30 પોઈન્ટના વધારા સાથે 24,412.70 પોઈન્ટ પર ખુલ્યો હતો. સેન્સેક્સની 30 માંથી 22 કંપનીઓના શેર લીલા નિશાનમાં ટ્રેડ થવા લાગ્યા જ્યારે 8 કંપનીઓના શેર લાલ નિશાનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code