
શેરબજારમાં ઘટાડો યથાવત, રોકાણકારોને કરોડોનું નુકશાન
મુંબઈ: સોમવારે શરૂઆતના કારોબારમાં સ્થાનિક શેરબજારો સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો નોંધાયો હતો. આનું મુખ્ય કારણ વિદેશી મૂડીનું સતત પાછું ખેંચવું હતું. શરૂઆતના કારોબારમાં BSE સેન્સેક્સ 297.8 પોઈન્ટ ઘટીને 75,641.41 પર ટ્રેન્ડ થઈ રહ્યો હતો. NSE નિફ્ટી 119.35 પોઈન્ટ ઘટીને 22,809.90 પર ટ્રેન્ડ થઈ રહ્યો હતો. શરૂઆતના સોદા પછી બંને બજારોમાં વધુ ઘટાડો થયો હતો. સેન્સેક્સ 476.70 પોઈન્ટ ઘટીને 75,470.18 પર ટ્રેડ થયો હતો, જ્યારે નિફ્ટી 146.80 પોઈન્ટ ઘટીને 22,782.45 પર ટ્રેડ થયો હતો.
સેન્સેક્સમાં લિસ્ટેડ 30 કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને ICICI બેંકના શેરમાં સૌથી વધુ નુકસાન થયું. બજાજ ફિનસર્વ, એશિયન પેઇન્ટ્સ, ટાટા મોટર્સ અને ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં વધારો નોંધાયો. એશિયન બજારોમાં, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ, જાપાનનો નિક્કી, હોંગકોંગનો હેંગ સેંગ અને દક્ષિણ કોરિયાનો કોસ્પી નફામાં હતા.
શુક્રવારે યુએસ બજારો નકારાત્મક વલણ સાથે બંધ થયા. આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.05 ટકા વધીને USD 74.78 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે. શેરબજારના ડેટા અનુસાર, શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) વેચવાલ હતા અને તેમણે 4,294.69 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.