શાળાના બાંધકામની ગુણવત્તા સામે નરમ વલણ રાખનારાઓ સામે કડક કાર્યવાહી કરાશેઃ પ્રફુલ પાનશેરિયા
ગાંધીનગરઃ રાજ્યની કોઈ પણ શાળાના બાંધકામની ગુણવત્તા સામે નરમ વલણ રાખનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે એમ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ જણાવ્યું હતું. જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ખજુરી હડમતિયા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના નબળા બાંધકામ અંગે ગ્રામજનોએ 19 માર્ચે પાનશેરિયાને ફરિયાદ કરી હતી. ત્યારબાદ પાનશેરિયાએ સમગ્ર શિક્ષા કચેરી અને સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી […]