જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલનું DRDO એ સફળ પરીક્ષણ કર્યું
બેંગ્લોરઃ ભારતીય સેના અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ મધ્યમ અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ (MRSAM)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ 3 અને 4 એપ્રિલના રોજ ઓડિશાના ડૉ. એપીજે અબ્દુલ કલામ ટાપુ પર કરવામાં આવ્યું હતું. મિસાઇલના ચાર ઉડાન પરીક્ષણો કરવામાં આવ્યા હતા, જેમાં તેણે તેના તમામ લક્ષ્યોને ચોકસાઈથી નષ્ટ કર્યા હતા. […]