1. Home
  2. Tag "strike"

સુરતમાં સિવિલ હોસ્પિટલના વર્ગ-4ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા, રસ્તો બ્લોક કરીને વિરોધ નોંધાવ્યો

સુરતઃ શહેરમાં નવી સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. સફાઈ કર્મચારીઓએ સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. જો કે, આ બાબતે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું હતું કે, સફાઈ કર્મચારીઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. સફાઈ કર્મચારીઓની હડતાળ ગેરવ્યાજબી છે. તેમની સાથે ચર્ચા કરી સમજાવવામાં આવશે. સુરત શહેરની સિવિલ હોસ્પિટલ આજે ચોથા વર્ગના સફાઈ […]

ગુજરાતમાં સીએનજી પંપ સંચાલકોની હડતાળ મોકુફ, સરકારે પડતર પ્રશ્નોના ઉકેલની આપી ખાતરી

અમદાવાદઃ ગુજરાતમાં માર્જીનમાં વધારા સહિતના વિવિધ પડતર પ્રશ્નોને મુદ્દે આવતીકાલે સીએનજી પંપ બંધ રાખીને અચોક્કસ મુદ્દતની હડતાળની ગુજરાત પેટ્રોલિયમ ડિલર એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જો કે, આ અંગે રાજ્ય સરકારે ઉચ્ચ અધિકારીઓ અને એસોસિએશનના આગેવાનો સાથે બેઠક કરી હતી. જેમાં સરકારે પતડર પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી. જેથી સીએનજી પંપની હડતાળ મોકુફ રાખવાનો […]

દક્ષિણ ગુજરાતમાં માછીમારોને ડીઝલ સબસિડી ન મળતા અચોક્કસ મુદતની હડતાળ,

નવસારીઃ  ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો છે. અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સમુદ્રમાં માછીમારીના વ્યવસાયથી હજારો માછીમારો રોજગારી મેળવી રહ્યા છે. છેલ્લા મહિનાઓથી અનેક વિટંબણાઓનો સામનો કરી રહ્યા છે. યુક્રેન રશિયા વચ્ચેના યુદ્ધ અને ચાઇનાની કોરોનાની સ્થિતિની અસર મત્સ્યોદ્યોગ ઉપર જોવા મળી રહી છે, ખાસ કરીને દરિયાઈ મેવાનાં ભાવ 50 થી 60 ટકા ઘટવા સાથે […]

અમદાવાદમાં મ્યુનિના કોન્ટ્રાકટરોએ બાકી બીલો અને GSTના મુદ્દે AMC સામે મોરચો માંડ્યો

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગટર, પાણી સહિત નાના-મોટા કામો માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. મહિનાઓથી કોન્ટ્રાકટરોના બાકી બીલનું પેમેન્ટ મળ્યું નથી. આથી કોન્ટ્રાકટરોએ બાકી બીલોની રકમ તેમજ જીએસટીના તફાવતના નાણા ચૂંકવી દેવાની એએમસીના સત્તાધિશોને અવારનવાર રજુઆતો કરી હતી. છતાં પણ લહેણી રકમ ન ચૂકવાતા કોન્ટ્રાકટરો હડતાળ પર ઉતરી જતાં ગટર અને પાણીના નાના-મોટા કામો ઠપ […]

અબજોપતિઓની કરોડોની લોન માફ થાય છે, પણ ખેડુતોને ડિફોલ્ટર જાહેર કરાય છે, રાહુલ ગાંધી

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેન્દ્રિય નેતાઓએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્થ બન્યા છે. આજે રાજકોટના શાસ્ત્રી મેદાનમાં રાહુલ ગાંધીએ જનસભાને સંબોધિત કરી હતી. તેમણે ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, મોરબી દુર્ઘટનામાં ચોકીદારોને પકડી અંદર કરી દીધા, પણ જવાબદારો સામે કાંઈ નહીં, પણ આજે સવાલ જરૂર […]

અમદાવાદમાં BRTSના ડ્રાઈવરો પગાર વધારવાની માગ સાથે હડતાળ પર ઉતરતા બસ સેવા ખોરવાઈ

અમદાવાદઃ વધતી જતી મોંઘવારીને કારણે કર્મચારીઓને પોતાનો પગાર વધે એવી આશા હોય છે. ત્યારે અમદાવાદ જનમાર્ગ લિમિટેડ સંચાલિત BRTS બસના ડ્રાઈવરો બુધવારે સવારથી હડતાળ પર ઉતરી ગયા હતા. ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ બેઝ ડ્રાઈવરોની બોનસ અને પગાર વધારાની માંગણીને લઈ હડતાળ પર ઉતરી જતા સવારે પૂર્વ વિસ્તારમાં બસ સેવાને આંશિક અસર થઈ હતી. 50 જેટલા ડ્રાઈવરો […]

રેલવેના કર્મચારીઓએ પણ જુની પેન્શન યોજના સહિતના પ્રશ્નોના ઉકેલ માટે ધરણા કર્યાં

અમદાવાદઃ વેસ્ટર્ન રેવલેના કર્મચારીઓએ જુની પેન્શન યોજના લાગુ કરવા સહિતના પડતર પ્રશ્નો ઉકેલવા માટે સરકાર સામે મોરચો ખોલ્યો છે. રેલવે કર્મચારીઓની ઘણા લાંબા સમયથી પડતર માંગણીઓનો કોઈ ઉકેલ ન આવતા તેમજ રેલવે કર્મચારીઓ પર થતા અન્યાયના મુદ્દે ઓલ ઇન્ડિયા રેલવેમેન ફેડરેશન દિલ્હીના આદેશ અનુસાર વેસ્ટર્ન રેલવેમાં તથા સમગ્ર દેશના રેલવેના તમામ કર્મચારીઓએ એક દિવસીય ભુખ […]

ગ્રામ પંચાયતોના કોમ્પ્યુટર ઓપરેટરો (VEC)ની હડતાળ છતાં સરકાર મચક આપતી નથી

ગાંધીનગરઃ રાજ્યના ગાંમડાઓમાં ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટરો (વીઈસી)ની છેલ્લા 31 દિવસથી ચાલી રહેલી અચોક્કસ મુદતની હડતાલ છતાં રાજ્ય સરકાર દ્વારા કોઇ જ નિર્ણય નહી લેવાયો નથી.  ત્યારે રાજ્ય સરકાર દ્વારા આજે સામવાર સુધી કોઇ જ નિર્ણય લેવામાં નહી આવે તો વીસીઇ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યભરની ગ્રામ […]

રાજ્યના સસ્તા અનાજના17000 દુકાનદારોએ હડતાળ પાડીને સરકાર સામે મોરચો માંડ્યો

અમદાવાદઃ  રાજ્યભરના 17000  જેટલા સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર ઉતર્યા છે. વાજબી ભાવના દુકાનદારો અલગ અલગ પ્રશ્નોની રજૂઆત છેલ્લા કેટલાય સમયથી કરી રહ્યા છે, પરંતુ સરકાર તરફથી કોઈ સકારાત્મક જવાબ ન મળતા નથી આખરે હડતાળનો માર્ગ અપનાવ્યો છે. વાજબી ભાવના દુકાનદારોની હડતાળથી રેશનિંગ મેળવતા ગરીબ પરિવારોને મુશ્કેલી પડી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના રેશનિંગના […]

રાજ્યના આરોગ્ય કર્મચારીઓ પગાર વધારો કરાયા છતાં યે માનતા નથી, હડતાળ યથાવત

ગાંધીનગરઃ રાજ્યના આરોગ્ય વિભાગના હેલ્થ વર્કરો-કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોનાઉકેલ માટે ઘણા દિવસથી આંદોલનો કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે હેલ્થ વર્કરોના પગારમાં મહિને રૂપિયા 4000નો વધારો કરવાની જાહેરાત કરી હતી, અને તમામ કર્મચારીઓને ફરજ પર હાજર થવાની અપીલ કરી હતી. પરંતુ  આરોગ્ય કર્મચારીઓએ સરકારની આ માંગણીઓ સ્વીકારવાનો ઇન્કાર કરીને વિરોધ યથાવત રાખ્યો છે. રાજ્યના આરોગ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code