સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પહેલગામની બૈસરન ઘાટીમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પહેલગામની બૈસરન ઘાટીમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે. કાઉન્સિલના સભ્યોએ આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપનારા, આચરનારા અને ભંડોળ આપનારાઓની જવાબદારી લેવાની હાકલ કરી છે. 22 એપ્રિલના રોજ થયેલા આ હુમલામાં 26 લોકોના દુઃખદ મોત થયા હતા. શુક્રવારે જારી કરાયેલા એક અખબારી નિવેદનમાં 15 સભ્યોની સુરક્ષા પરિષદે પુનરોચ્ચાર કર્યો […]