1. Home
  2. Tag "Students"

ગુજરાત યુનિ. ટેબલ ટેનિસની એન્ટ્રી મોકલવાનું ભૂલી ગઈ, વિદ્યાર્થીઓ સ્પર્ધામાંથી બાકાત થઈ ગયા

અમદાવાદ : રાજ્યની સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટી છબરડાંઓ અને બેદરકારીમાં પણ પંકાયેલી છે. યુનિના સત્તાધીશો અને પદાધિકારીઓ પોતાનુ કામ સમયસર કરતા નથી. જેને કારણે જેને લાભ મળવો જોઈએ તે વંચિત રહી જાય છે. ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ વિભાગની ભારે બેદરકારી પ્રકાશમાં આવી છે. સ્પોર્ટ્સ વિભાગે નિર્ધારિત સમયમાં ટેબલ ટેનિસ સ્પર્ધા માટે એન્ટ્રી ના મોકલતા ટીમ […]

ગુજરાતમાં કોરોનાના ડરને લીધે શાળાઓમાં વિદ્યાર્થીઓની ઘટતી જતી સંખ્યા

ગાંધીનગરઃ રાજ્યભરમાં કોરોનાના કપરા કાળમાં સૌથી વધુ શિક્ષણ જગતને સહન કરવું પડ્યું હતું. કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયાબાદ સરકારે ધો,1થી 12 સુધીની શાળાઓ અને કોલેજોમાં તબક્કાવાર ઓફલાઈન શિક્ષણ કાર્યને મંજુરી આપતા શાળાઓ વિદ્યાર્થીઓથી ધમધમતી થવા લાગી હતી. આમ શિક્ષણની ગાડી પાટા પર ચડતા વાલીઓએ પણ હાશ અનુભવી હતી. હવે ફરીવાર કોરોનાએ ફુંફાડો મારતા કોરોનાના કેસમાં […]

કોરોનાનું સંકટઃ નવી મુંબઈની એક સ્કૂલના 16 વિદ્યાર્થીઓ સંક્રમિત, વાલીઓમાં ભય

મુંબઈઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ભય ફેલાયો છે. દરમિયાન મહારાષ્ટ્રના નવી મુંબઈના ઘંસોલીની એક શાળામાં એક-બે નહીં પરંતુ 16 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત હોવાનું સામે આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ તમામ બાળકોને નજીકના કોવિડ સેન્ટરમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં છે. સ્કૂલમાં અભ્યાસ કરતા ધો-8થી 11ના […]

ડિગ્રી-ડિપ્લામાના સેમેસ્ટર-6ના ઈજનેરીના વિદ્યાર્થીઓ માટે સેમે.-5ની પરીક્ષા લેવાશે

અમદાવાદઃ કોરોનાને લીધે ખોરવાઈ ગયેલું શિક્ષણનું ટાઈમ ટેબલ હજુપણ વ્યવસ્થિત બન્યું નથી.  ડિગ્રી-ડિપ્લોમાં ઇજનેરીમાં સેમેસ્ટર 6માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ અભ્યાસની સાથે અગાઉ બાકી રહેલા સેમેસ્ટર 5ની પરીક્ષા આપવી પડશે. નિયમ પ્રમાણે 5મું સેમેસ્ટર 18મી ઓક્ટોબરે પૂરું થતાં 6ઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ શરૂ કરી દેવામાં આવ્યો છે. હવે 14મી ડિસેમ્બરથી બાકી રહેલા સેમેસ્ટર-5ની પરીક્ષા લેવાનું નક્કી કરાતાં […]

ગુજરાત અને લડાખ યુનિ વચ્ચે MOU, સ્ટુડન્ટ્સ એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ કરાશે

અમદાવાદ:  ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સસ્ટેનેબિલિટી અને લદ્દાખ યુનિવર્સિટી  વચ્ચે  કૃષિ, પર્યાવરણ સ્થિરતામાં પ્રોત્સાહન માટે MOU થયા છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર અને લદ્દાખ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. એસ.કે. મહેતાની ઉપસ્થિતિમાં આ કરાર થયા હતા.  જળ, પર્યાવરણ, કૃષિ આંત્રપ્રેન્યોરશિપ, અને ઇન્ક્યુબેશન વગેરે જેવા સ્થિરતા અને ટકાઉપણાનાં મુદ્દાઓ સંબંધિત સંયુક્ત કાર્યક્રમો, સંયુક્ત પ્રોજેક્ટ્સ અને કેન્દ્રો પર […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે જાપાનના શિક્ષકો જાપાનિઝ ભાષા વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓને શીખવશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં શરૂ થનારા લેંગ્વેજ સેન્ટર અંતર્ગત જાપાનીઝ ભાષાના વર્ગો શરૂ કરવામાં આવશે. જેના માટે ગુરુવારે જાપાન એમ્બેસીના બે પ્રતિનિધિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાતે આવ્યા હતા અને તેમણે યુનિવર્સિટી કેમ્પસ, ટ્રાન્ઝિટ હાઉસ, ભાષા ભવન સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા પહોંચ્યા હતા. આગામી માર્ચ 2022થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેંગ્વેજ ભવન શરૂ કરવામાં આવશે જેમાં જાપાન સહિતની ભાષાઓ […]

ધો. 9ના વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટી 7મી ફેબ્રુઆરીએ લેવાશે, 6ઠ્ઠી ડિસેમ્બરથી ફોર્મ ભરાશે

ગાંધીનગરઃ   ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9ના વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધની કસોટી આગામી 7મી, ફેબ્રુઆરી-2022ના રોજ લેવામાં આવશે. જોકે પ્રખરતા કસોટીમાં ઉત્તર્ણી થયેલા અને મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગ તરફથી એક વખત 1000નો પુરસ્કાર અપાય છે. પરીક્ષામાં નિયત કરેલા મેરીટ સાથે ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીને આર્થિક સહાય આપવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

ગુજરાત યુનિ. દ્વારા પીજીના વિદ્યાર્થીઓ ઓન ડિમાન્ડ ગમે ત્યારે ઓનલાઈન પરીક્ષા આપી શકશે

અમદાવાદઃ કોરોનાના કાળે શિક્ષણમાં પણ ઘણો બદલાવ લાવી દીધો છે. જેમાં પરીક્ષાની પદ્ધતિ પણ બદલાઈ હતી જે હવે કાયમ કરવાનો ગુજરાત યુનિવર્સિટીએ નિર્ણય કર્યો છે. હવે UGના વિદ્યાર્થીઓ પરીક્ષા ઓનલાઇન અને ઓફલાઇન આપી શકશે. જ્યારે પીજીના વિદ્યાર્થીઓ ઓન ડિમાન્ડ પરીક્ષા આપી શકશે, એટલે કે વિદ્યાર્થી ઈચ્છે ત્યારે ગમે તે સમયે પરીક્ષા આપી શકશે. સૂત્રોના જણાવ્યા […]

ઉત્તરપ્રદેશઃ યોગી સરકાર વિદ્યાર્થીઓમાં ટેબલેટ અને સ્માર્ટફોનનું કરશે વિતરણ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર આગામી મહિને સ્માર્ટફોન અને ટેબલેટનું વિતરણ કરશે. કેબિનેટમાં 90 દિવસમાં 2.40 લાખ ટેબલેટ પીસી અને 3.50 લાખ સ્માર્ટ ફોનની જરૂરિયાતને ધ્યાનમાં કંપનીની પસંદગી સાથે કેટલીક શરત મુકવામાં આવી છે. તેમજ સંબંધિત બિડ ડોક્યુમેન્ટની મંજૂરી આપવામાં આવી છે. 25મી નવેમ્બર સુધી કંપનીઓની પસંદગી કરીને અલગ-અલગ આપૂરતી માટે જવાબદારી આપવામાં આવશે. ટેબલેટ અને […]

વિદ્યાર્થીનીઓમાં સૈનિક બનવાનો ક્રેઝ વધ્યો,સૈનિક શાળામાં છોકરા-છોકરીઓની સંખ્યા એક સરખી બરાબર

વિદ્યાર્થીનીઓમાં સૈનિક બનવાનો ક્રેઝ વધ્યો આ રાજ્યમાં દિકરીઓને બનવું છે સૈનિક દેશ સેવા માટે ગજબ છે અહીના લોકોમાં જોશ આઈજોલ :મહિલાઓ હવે પુરુષની સરખામણીમાં આવીને ઉભી રહી ગઈ છે, અને જે રીતે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહી છે તેને જોતા ગર્વની સાથે કહી શકાય કે કે આગામી થોડા વર્ષોમાં તે પુરુષ કરતા પણ વધારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code