1. Home
  2. Tag "Students"

નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા પાટણની બજારોમાં પાઠયપુસ્તક ખરીદવા વાલીઓની ભીડ જામી

પાટણઃ કોરોનાને કારણે સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્રને થઈ છે. વિદ્યાર્થીઓને ઘેરબેઠા જ ઓનલાઈન શિક્ષણ મેળવવાની ફરજ પડી હતી. હવે કોરોનાના કેસમાં ઘટાડો થતા જૂનના બાજી સપ્તાહથી  નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. જેને પગલે પાટણ શહેરની બજારોમાં આવેલી સ્ટેશનરીની દુકાનોમાં નોટબુક સહિત શિક્ષણની અન્ય સાધન સામગ્રી ખરીદવા ખરીદારોની ચહેલ પહેલ જોવા મળી […]

વાલીઓમાં ખાનગી સ્કૂલનો મોહભંગઃ 34000 વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલ છોડીને સરકારી સ્કૂલમાં લીધો પ્રવેશ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી વાલીઓ સંતાનોના સારા ભવિષ્ય માટે મોંઘી ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરાવવાનું પસંદ કરતા હતા. જો કે, કોરોના મહામારીને પગલે આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થતા વાલીઓ સ્કૂલની ઉંચી ફી તથા અન્ય મોંઘી વસ્તુઓના કારણે ખાનગી સ્કૂલમાં સંતાનોના અભ્યાસનો તેમનો મોહભંગ થયો હોવાનું માલુમ પડ્યું છે. બીજી તરફ ખાનગી સ્કૂલોને પણ સરકાર દ્વારા વધારે […]

ગુજરાત યુનિવર્સિટીની મોક ટેસ્ટમાં સર્જાઈ ટેકનિકલ ખામી, વિદ્યાર્થીઓ મુકાયાં મુશ્કેલીમાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા હવે વિવિધ શૈક્ષમિક સંસ્થાઓ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જો કે, આ ઓનલાઈન પરીક્ષા પહેલા મોક ટેસ્ટ યોજવામાં આવી હતી. જેમાં કેટલીક ખામી સર્જાતા વિદ્યારથીઓ મુજવણમાં મુકાયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત ઘટી રહ્યાં છે. પરંતુ […]

“લાઈફ યુનિવર્સીટી” માં ભણતા સૌ વિદ્યાર્થીઓને જ્ઞાનપ્રકાશમાં તરબોળ કરતું પુસ્તક : “સફળતાનું રહસ્ય – સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ” : સ્વામી નિખિલેશ્વરાનંદ

~ પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા પુસ્તક : “સફળતાનું રહસ્ય – સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ” પ્રકાશન : શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ સમગ્ર વિશ્વ છેલ્લા બે વર્ષમાં કોરોનાના કાળમુખા ભરડામાં સપડાયું ! સમગ્ર વિશ્વની શિક્ષણ વ્યવસ્થા અસ્તવ્યસ્ત બની ! માણસ માણસને મળવાનું લગભગ સાવચેતી ભર્યું અને અશક્ય બન્યું. ઓનલાઇન શિક્ષણની ઉભરેલી નવી શિક્ષણ વ્યવસ્થામાં અનેક સામાન્ય મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ […]

ધોરણ 12ના પરીક્ષાર્થીઓની 18 વર્ષની વય પૂર્ણ થતી હશે તો પરીક્ષા પહેલા જ વેક્સિન અપાશે

અમદાવાદઃ કોરોનાને લીધે સરકાર દ્વારા ધોરણ 1 થી 11માં માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. પરંતુ ધોરણ 12ની પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને પરીક્ષા માટેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. આ વખતે પ્રથમ વખત ધોરણ 12ની પરીક્ષા જુલાઈ માસમાં લેવામાં આવશે. જેથી જુલાઈ […]

એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ હવે ગુજરાતી ભાષામાં પણ ભણી શકશે

અમદાવાદઃ ગુજરાતમાં અમુક વર્ષોથી એન્જીનિયરીંગ અભ્યાસક્રમમાં રસ ઘટયો છે અને અનેક કોલેજોમાં બેઠકો ખાલી રહે છે. તેવા સમયે ઓલ ઈન્ડીયા કાઉન્સિલ ફોર ટેકનીકલ એજયુકેશન દ્વારા હવે ગુજરાતી સહિત આઠ પ્રાદેશિક ભાષાઓમાં અભ્યાસક્રમની છૂટ આપી છે. જુનથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી ઈજનેરી અભ્યાસક્રમો અંગ્રેજી ઉપરાંત હિન્દી, બંગાળી, તેલૂગુ, તામીલ, ગુજરાતી, કન્નડ, મરાઠી તથા મલયાલમ ભાષામાં […]

ગુજરાત યુનિવર્સિટીને 60 હજારથી વધારે વિદ્યાર્થીઓની ઓફલાઇન પરીક્ષા લેવી પડે તેવી સ્થિતિ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીએ અંડર ગ્રેજ્યુએશન સેમેસ્ટર ૧ ,૬ અને પી.જી. સેમેસ્ટર ૬માં ઓનલાઇન-ઓફલાઇન પરીક્ષા માટેનો વિકલ્પ આપવા માટે આજે છેલ્લો દિવસ હતો ત્યાર અત્યાર સુધીમાં કુલ ૯૦ હજારમાંથી માત્ર ૩૦ હજાર જેટલા વિદ્યાર્થીઓએ ઓનલાઇન એક્ઝામની સંમતિ આપી છે. આ સ્થિતિમાં યુનિવર્સિટીએ ૬૦ હજારથી વધારે વિદ્યાર્થીઓની ઓફલાઇન એક્ઝામ લેવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. યુનિવર્સિટીએ […]

ગુજરાતમાં ધો-12ની બોર્ડની પરીક્ષા જૂન મહિનામાં યોજાય તેવી શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે મે મહિના આયોજીત ધો-10 અને 12ની બોર્ડની પરિક્ષા મલત્વી રાખવામાં આવી હતી. ત્યાર બાદ ધો-1થી 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, ધો-12ની પરીક્ષા અંગે હજુ કોઈ ચોક્ક્સ નિર્ણય લેવાયો નથી. જો કે, સરકાર દ્વારા ધો-12ની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા અંગે વિચારણા શરૂ કરવામાં […]

ધો.10માં માસ પ્રમોશનને લીધે વિદ્યાર્થીઓના એલસીમાં નોંધ બાબતે બોર્ડનું માર્ગદર્શન મંગાયુ

અમદાવાદઃ રાજ્યના ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા બાદ અનેક પ્રશ્નો સર્જાયા છે. પ્રથમ તો પ્રવેશની મોટી સમસ્યા સર્જાવવાની છે. ડિપ્લામાના અભ્યાસક્રમોમાં કેવી રીતે પ્રવેશ આપવો તે અગે પણ નિર્ણય લઈ શકાયો નથી ઉપરાંત ધો. 10ના વિદ્યાર્થીઓને અપાતા એલસીમાં ઉપલા વર્ગમાં ચઢાવો લખવા કે નહીં તે અંગે પણ શાળાના આચાર્યો મુંઝવણ અનુભવી રહ્યા છે. ધોરણ.10ના […]

ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને એકમ કસોટીના આધારે પાસ-નાપાસ જાહેર કરોઃ શાળા સંચાલક મંડળ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે ધોરણ 10ના વિદ્યાર્તીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કર્યા બાદ હવે ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને પણ એકમ કસોટીના આધારે પાસ-નાપાસ જાહેર કરવાની માગ ઊઠી છે. ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના પરિણામને લઈને સંચાલક મંડળે મુખ્યપ્રધાનને રજૂઆત કરી છે. જેમાં વર્ષ દરમિયાન લેવામાં આવેલી એકમ કસોટી, એસાઈન્ટમેન્ટ અને સતત સર્વગ્રાહી મૂલ્યાંકનના આધારે પરિણામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code