1. Home
  2. Tag "Students"

ગુજરાત યુનિની પરીક્ષા ઓફલાઈન આપવી કે ઓનલાઈન, વિદ્યાર્થીઓ શુક્રવાર સુધીમાં વિકલ્પ પસંદ કરે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં લેવામાં આવનારી સેમેસ્ટર-6-4 અને 1ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા ઓનલાઇન આપવી છે કે ઓફલાઇન તેના માટેની સંમતિ માગવામાં આવી છે. 21મી મે સુધીમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન સંમતિ આપવા સૂચના અપાઈ છે. વિદ્યાર્થીઓની સંમતિ આવ્યા બાદ ઓનલાઇન એક્ઝામ કયારે લેવામાં આવશે તેની […]

કોરોનાને લીધે ટ્યુશન ક્લાસના સંચાલકોને ફટકોઃ ઓનલાઈન શિક્ષણ લેવા વિદ્યાર્થીઓ તૈયાર થતા નથી

અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્રને થઈ છે. સ્કૂલોમાં શિક્ષણ ઓનલાઇન કરવામાં આવ્યું. ત્યારે ખાનગી ટ્યૂશન ક્લાસીસ તથા કોચિંગ ક્લાસીસમાં પણ ઓનલાઇન અભ્યાસ ચાલુ કરવામાં આવ્યો છે. પરંતુ ઓનલાઇન અભ્યાસમાં વિદ્યાર્થીઓ એટલો રસ ન લેતા હોવાના કારણે ટ્યુશનમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. જેના કારણે ટ્યુશન અને કોચિંગ ક્લાસના સંચાલકોની આજીવિકા ઉપર પણ […]

ગુજરાતમાં ધો-10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની વાલીઓની માંગણી

રાજકોટમાં વાલી મહામંડળ દ્વારા કરાઈ રજૂઆત જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવ્યું અમદાવાદઃ ગુજરાતના કોરોના મહામારીને પગલે ધો-1થી 9 તથા ધો-11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા પણ મુલત્વી રાખવામાં આવી છે. બોર્ડની પરીક્ષા અંગે આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવશે. દરમિયાન વાલીઓ દ્વારા ધો-10 અને 12ના વિદ્યાર્થીઓને માસ […]

ઓંટારિયોમાં ભારત સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશ પર રોકની તૈયારી

ઓંટારિયોમાં ભારત સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશને લઇને નિર્ણય ઓટાંરિયોમાં ભારત સહિતના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીના પ્રવેશ પર લાગી શકે છે રોક ઓંટારિયો અત્યારે કોરોનાની ત્રીજી લહેરથી પ્રભાવિત છે નવી દિલ્હી: કેનેડાની સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોરોના વાયરસથી પ્રભાવિત કેનેડાથી ઓંટારિયો પ્રાંતમાં ભારત સહિત અન્ય વિદ્યાર્થીઓના પ્રવેશને રોકવાની તૈયારી છે. ઓંટારિયો કોરોનાની ત્રીજી લહેરથી ખૂબ જ પ્રભાવિત […]

ગુજરાતમાં ધો-1થી 9 અને 11ના વિદ્યાર્થીઓના પરિણામો તૈયાર કરવાના નિયમો જાહેર કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ધો-1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવાના શિક્ષણ બોર્ડ નિયમો જાહેર કર્યાં છે. શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નિયમ અનુસાર ધો-1 અને 2ના વિદ્યાર્થીઓના પરિણામ પત્રકમાં વિદ્યાર્થીઓના નામ સાથે વર્ગ બઢતી એમ લખવામાં આવશે. અન્ય કોઈ વિગતો દર્શાવવામાં નહીં આવે. ધો-3થી […]

ધોરણ-6 અને 9ના વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિની પરીક્ષા મોકૂફ

ગાંધીનગરઃ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ-6 અને 9ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ માટે પરીક્ષા લેવાય છે. કોરોનાના વધતા જતા સંક્રમણથી 2જી મેના રોજ લેવાનારી પરીક્ષા મોકુફ રખાઈ છે. પરીક્ષાની નવી તારીખ કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખીને બોર્ડની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. રાજ્યમાં ધોરણ 6 અને 9ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારના એમએસઆરડી દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે […]

વિદ્યાર્થીને મિત્રોની સાથે મસ્તી ભારે પડીઃ બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફારની નકલી યાદી વાયરલ કરી હતી

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની  મેમાં લેવાનારી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે પોતાના મિત્રોને એપ્રિલ ફૂલ બનાવવા માટે પરીક્ષાના કાર્યક્રમમાં તારીખમાં ફેરફાર કરીને બોર્ડે રિલિઝ કરી હોય તેવી નકલી યાદી બનાવીને વાયરલ કરનારા બાળ કિશોરને ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢીને તેની અટક કરી હકી. ગુજરાત માધ્યમિક શિક્ષણ […]

મહારાષ્ટ્રમાં સતત વધતુ કોરોનાવાયરસનું સંક્રમણ બની રહ્યું છે જોખમી, ધો. 10 અને 12ની પરીક્ષા રદ

મહારાષ્ટ્રમાં કોરોનાનો રાફડો ફાટ્યો વધતા સંક્રમણને લઈને સરકાર ચિંતિત ધો. 10 અને 12 ની પરીક્ષા રદ શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડની જાહેરાત મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસનું સંક્રમણ જે રીતે વધી રહ્યું. છે તેને જોતા ઉદ્ધવ સરકાર દ્વારા ઘોરણ 10 અને 12ની પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે. દેશમાં જેટલા પણ કોરોનાવાયરસના કેસ નોંધવામાં આવી રહ્યા છે. તેમાંથી […]

દેશના અનેક રાજ્યોમાં સ્કૂલના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના પ્રમોટ કરવાનો નિર્ણયઃ ગુજરાતમાં  માસ પ્રમોશનની માંગણી

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં રોકેટ ગતિએ કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. જેથી ફરીથી સ્કૂલો બંધ કરીને ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન મહારાષ્ટ્ર, તમિલનાડુ, છત્તીસગઢ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોએ સ્કૂલના વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વિના જ પ્રમોટ કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ ગુજરાતમાં પણ કોરોના કેસ વધી રહ્યાં છે. જેથી ચિંતાતુર વાલીઓએ […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા ધો.1 થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે અમદાવાદ સહિત આઠ શહેરોમાં ઓફલાઈન એજ્યુકેશન બંધ કરીને ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ હવે કોરોનાની ઝપટે બાળકો પણ ચડી રહ્યાં હોવાથી વાલીઓ પણ ચિંતિત બન્યાં છે. દરમિયાન ધો-1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગણી ઉઠી છે. દરમિયાન માસ પ્રમોશનને લઈ આગામી દિવસોમાં મુખ્યમંત્રી સાથે પરામર્શ કરી નિર્ણય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code