1. Home
  2. Tag "summer crops"

કૃષિ વિભાગે વધતા જતા તાપમાનમાં ઉનાળું પાકને બચાવવા ખેડુતો માટે જારી કરી એડવાઈઝરી

ગાંધીનગરઃ  ઉનાળાના બળબળતા તાપ વચ્ચે ખેતી કાર્યોમાં રાજ્યના ખેડૂતો હીટવેવ (લૂ)થી બચી શકે તે માટે ખેતી નિયામકની કચેરી દ્વારા હીટવેવ સામે લેવાના સાવચેતિના પગલાઓ અંગે સામાન્ય એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મગફળી, કેળ, ઉનાળુ મગ, ઉનાળુ ડાંગર, ઉનાળુ શાકભાજી, ઉનાળુ બાજરી પકવતા ખેડૂતોને ખેતી કાર્યોમાં યોગ્ય કાળજી લેવા અનુરોધ કરાયો છે. આ એડવાઈઝરીમાં જણાવાયું […]

ગાંધીનગર જિલ્લામાં ઉનાળું પાકના વાવેતરમાં 5294 હેકટરનો વધારો, દહેગામમાં સૌથી વધુ વાવેતર

ગાંધીનગરઃ જિલ્લામાં ઉનાળું વાવેતરનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ આ વર્ષે ઉનાળુ વાવેતરમાં 5194 હેક્ટરનો વધારો થયો છે. જેમાં બાજરી, શાકભાજી, ઘાસચારો, તલ અને મગ સહિતના પાકના વાવેતરમાં વધારો થયો છે. જોકે જિલ્લાના ચારેય તાલુકામાંથી સૌથી વધુ વાવેતર દહેગામ તાલુકામાંથી 10117 હેક્ટરમાં અને ઓછું કલોલ તાલુકામાં 3694 હેક્ટરમાં કરવામાં આવ્યું […]

ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં ઉનાળુ પાકની ધુમ આવક, સારા ભાવથી ખેડુતોને રાહત

ભાવનગર:  જિલ્લાના માર્કેટ યાર્ડ્સમાં ઉનાળું પાકની લારીએવી આવક થઈ રહી છે. જેમાં મહુવા માર્કેટ યાર્ડમાં ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી પાકને લઈ વેચવા આવી રહ્યા છે. ખેડૂતોને સારી ક્વોલીટીની મગફળીમાં મણના 2,095 રૂપિયાનો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી .મહુવા માર્કેટ યાર્ડ મગફળીનો નીચો ભાવ 1,300 રૂપિયા રહ્યો હતો. મહુવા માર્કેટ યાર્ડમાં આજે કુલ 73 […]

ગુજરાતમાં ઉનાળુ પાકનું 11.25 લાખ હેક્ટરમાં વાવેતર, તલ,મગ અને શાકભાજીના વાવેતરમાં વધારો

ગાંધીનગરઃ  ગુજરાતમાં રવિસીઝન બાદ ઉનાળુ સિઝનમાં પણ સારૂએવું વાવેતર થયું છે. રાજ્ય સરકારે ઉનાળુ વાવેતરનાં અંતિમ આંકડાઓ જાહેર કર્યા છે. આ વર્ષે ઉનાળુ વાવેતરમાં 8 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં 2જી મે સુધીમાં કુલ 1125704 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. ગત વર્ષે 1041101 હેક્ટરમાં વાવેતર નોંધાયું હતું. જેની સરખામણીએ આ વર્ષે 8 ટકાનો વધારો નોંધાયો છે. […]

વાવાઝોડાને કારણે કૃષિક્ષેત્રને કરોડાનું નુકશાનઃ બાગાયતી અને ઉનાળુ પાક ધોવાઈ ગયો

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાએ કૃષિક્ષેત્રે ભારે ખાનાખરાબી સર્જી છે. ગુજરાતના કૃષિ ક્ષેત્રની કેડ ભાંગી નાંખી છે અને ઉનાળુ તથા બાગાયતી પાકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે . તેના કારણે ખેડૂતોને પારાવાર હાડમારી વેઠવાનો વારો આવ્યો છે. તાઉ-તે વાવાઝોડાએ ખેતીક્ષેત્રે ભારે નુકશાન પહોંચાડ્યુ છે.  માત્ર કેરીના પાકને નુકસાનની વાત કરીએ તો તે કરોડ રૂપિયામાં થવા જાય છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code