1. Home
  2. Tag "Supreme Court"

પ્રદૂષણ મામલે સુપ્રીમે ફરીથી સરકારને ઝાટકી, કહ્યું – ફાઇવસ્ટાર હોટેલમાં બેસીને ખેડૂતો પર દોષનો ટોપલો ઢોળવો સરળ

પ્રદૂષણ મુદ્દે સુપ્રીમે કેન્દ્ર-દિલ્હી સરકારને ફરી ફટકાર લગાડી ફાઇવસ્ટાર હોટેલમાં બેસીને ખેડૂતોને દોષ દેવો સરળ: સુપ્રીમ કોર્ટ સમગ્ર વર્ષ તમે લોકો પ્રદૂષણને નાથવા માટે શું કરો છો? નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ભયજનક છે અને સ્થિતિ દિવસે દિવસે વધુ વકરી રહી છે ત્યારે આજે ફરીથી સુપ્રીમમાં વાયુ પ્રદૂષણને લઇને સુનાવણી થઇ હતી. અગાઉની […]

દિલ્હી સરકારની સુપ્રીમમાં રજૂઆત, વાયુ પ્રદૂષણ નિયંત્રિત કરવા દિલ્હીમાં સંપૂર્ણ લોકડાઉન આવશ્યક

દિલ્હીમાં પ્રદૂષણને લઇને સુપ્રીમમાં થઇ સુનાવણી દિલ્હી સરકારે દિલ્હીમાં સંપૂર્ણ લોકડાઉનની આવશ્યકતા હોવાની કરી રજૂઆત સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઇમરજન્સી બેઠક બોલાવવા તાકીદ કરી નવી દિલ્હી: દિલ્હી-NCRમાં વધતા પ્રદૂષણથી સુપ્રીમ કોર્ટ ચિંતિત છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અને દિલ્હીની સરકારને આ મામલે ત્વરિત પગલાં લેવા માટેના નિર્દેશ આપ્યા છે. દિલ્હીની રાજ્ય સરકારે પ્રદૂષણને […]

સુપ્રીમના કોલેજિયમની મંજૂરી મળતા દેશના પ્રથમ સમલૈંગિક જજ હશે સૌરભ કૃપાલ

દેશના પ્રથમ સમલૈંગિક જજ હશે સૌરભ કૃપાલ SCના કોલેજિયમે તેમની નિયુક્તિને આપી મંજૂરી અગાઉ તેમની નિયુક્તિને લઇને અનેક આપત્તિઓ સામે આવી હતી નવી દિલ્હી: હવે દેશના સર્વોચ્ચ ન્યાયાલયને દેશના પ્રથમ સમલૈંગિક જજ મળ્યા છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ વી રમનાની અધ્યક્ષતા હેઠળના સુપ્રીમ કોર્ટના કોલેજીયમે સૌરભ કૃપાલને દિલ્હી હાઇકોર્ટના જજ નિયુક્ત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી […]

દિલ્હીમાં ભયજનક પ્રદૂષણ મુદ્દે સુપ્રીમની કેન્દ્રને ફટકાર, જરૂર પડે તો 2 દિવસનું લૉકડાઉન કરો

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ પર સુપ્રીમની કેન્દ્ર સરકારને ફટકાર સરકાર અમને એ બતાવે કે પ્રદૂષણ નિયંત્રણ માટે શું પગલાં લેવાયા છે? જરૂર પડે તો લોકડાઉન કરીને પણ પ્રદૂષણ નિયંત્રિત કરો નવી દિલ્હી: દિલ્હીમાં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે અને પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચ્યું છે. વાયુ પ્રદૂષણને લઇને સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે […]

સુપ્રીમકોર્ટની ફટકાર બાદ સેનાનો નિર્ણય, 11 મહિલા અધિકારીને આપશે કાયમી કમિશન

સેનામાં મહિલાઓને સ્થાયી કમિશનને લઇને સુપ્રીમ કોર્ટ ફરી સેનાને ઝાટકી આ ઝાટકણી બાદ સેના 11 મહિલા અધિકારીને કાયમી કમિશન આપવા તૈયાર અગાઉ 72 મહિલાઓએ સુપ્રીમ કોર્ટમાં અવમાનનાની અરજી કરી હતી નવી દિલ્હી: સેનાએ સુપ્રીમ કોર્ટના આદેશને અવગણીને સેનામાં મહિલાઓને હજુ સુધી કાયમી કમિશન નહોતું આપ્યું. આજે ફરીથી સુપ્રીમ કોર્ટે સેનાની ફટકાર લગાવી હતી અને કહ્યું […]

સુપ્રીમ કોર્ટઃ ગુજરાતમાં 2002ના કોમી તોફાનો મુદ્દે પોલીસની સામે કરાયાં આક્ષેપ

અમદાવાદઃ વર્ષ 2002માં થયેલા કોમી તોફાનોમાં ગુજરાત પોલીસ, રાજકીય આગેવાનો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોની સંડોવણીનો આક્ષેપ સાથે જકિયા ઝાફરીએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી હતી. વર્ષ 2002ના કોમી તોફાનો મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. ગુજરાતમાં વર્ષ 2002માં ફાટી નીકળેલા કોમી રમખાણો મુદ્દે દિવંગત સાંસદ અહેસાન ઝાફરીની પત્ની જકિયા ઝાફરીએ એસાઈટીએ તાત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી […]

ચારધામ પરિયોજના મુદ્દે થયેલી અરજીમાં સુપ્રીમ કોર્ટમાં 1962ના યુદ્ધનો ઉલ્લેખ

દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન વર્ષ 1962ના યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. ચારધામ હાઈવે પરિયોજના હેઠળ રસ્તા પહોંલા કરવાની કામગીરી સામે થયેલી અરજીની સુનાવણીમાં સરકારે જવાબ રજૂ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે, અમે 1962ની જેમ બેદરકાર ના રહી શકીએ. આ મુદ્દો ચારધામ તીર્થયાત્રિકોથી વધારે સેનાની જરૂરિતોનો છે. ચીન દ્વારા પ્રાથમિક સુવિધાઓ તૈયારી કરી […]

દિવાળી પૂર્વે આ મામલે સુપ્રીમની કેન્દ્રને ફટકાર, આદેશનું ઉલ્લંઘન નહીં ચલાવી લેવાય

નવી દિલ્હી: દિવાળી પર્વ આવી રહ્યું છે ત્યારે ફટાકડા પર પ્રતિબંધ અંગેની ધારણાને સુપ્રીમ કોર્ટની બેંચે દૂર કરી હતી અને કહ્યું હતું કે, કોઇ ચોક્કસ જૂથ અથવા સમુદાય વિરુદ્વ આ પ્રતિબંધ નથી. ઉજવણીની આડમાં નાગરિકોના અધિકારોનું ઉલ્લંઘન કરવાની મંજૂરી આપી શકે નહીં. જસ્ટિસ એમ.આર.શાહ અને એએસ બોપન્નાની બેંચે સ્પષ્ટપણે કહ્યું હતું કે, તે તેઓના આદેશનો […]

NEET UG RESULTS: સુપ્રીમ કોર્ટે NTAના પરિણામો જાહેર કરવા આપી મંજૂરી

NTAને પરિણામો જાહેર કરવા સુપ્રીમની લીલી ઝંડી સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો બે અરજદારોની અરજી પર પુન:વિચારણા કરી શકાય નવી દિલ્હી: NTAને પરિણામો જાહેર કરવા માટે હવે લીલી ઝંડી મળી ગઇ છે. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઇકોર્ટના આદેશ પર સ્ટે મુકીને NTAને પરિણામ જાહેર કરવા માટે મંજૂરી આપી છે. ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ, […]

પેગાસસ જાસૂસી મામલે કેન્દ્રને ઝટકો, સ્વતંત્ર કમિટી કરશે તપાસ

પેગાસસ જાસૂસી મામલે કેન્દ્રને ઝટકો નિવૃત્ત જજની અધ્યક્ષતા હેઠળ કમિટી આ મામલે કરશે તપાસ ગોપનીયતાના મૂળભૂત અધિકાર પર તપાસ થાય તે આવશ્યક છે: સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી: પેગાસસ જાસૂસી મામલે કેન્દ્રને ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે આ મામલે ચુકાદો સંભળાવ્યો છે. CJIની અધ્યક્ષતામાં ત્રણ જજોની ખંડપીઠે મોટો ચુકાદો આપ્યો છે. જેમાં આ સમગ્ર કેસની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code