1. Home
  2. Tag "Supreme Court"

પુલવામા એટેકની કોર્ટના નિરીક્ષણમાં તપાસ નહીં થાય, સુપ્રીમ કોર્ટે અરજી કરી નામંજૂર

અરજીમાં જમ્મુ-કાશ્મીરના પુલવામા અને ઉરીમાં થયેલા હુમલામાં કથિત પ્રશાસનિક નિષ્ફળતાની ન્યાયિક તપાસની માગણી કરવામાં આવી હતી. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો પર કોઈપણ પ્રકારનો હુમલો કરનારાઓ પર કડક કાયદાકીય પગલા ઉઠાવવાની માગણી કરવામાં આવી હતી. આ અરજી એડવોકેટ વિનીત ઢાંડાએ આપી હતી. સુપ્રીમ કોર્ટે પુલવામા અને ઉરી હુમલાની તપાસનું નિરીક્ષણ કરવા અને પથ્થરબાજો વિરુદ્ધ કડક પગલા […]

ભીમા કોરેગાંવ હિંસાનો મામલો: સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો પલટયો, આરોપીઓને રાહત નહીં

ભીમા કોરેગાંવ મામલામાં સુપ્રીમ કોર્ટે બુધવારે બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને પલટયો છે. આ ચુકાદા દ્વારા મહારાષ્ટ્ર સરકારને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ભીમા કોરેગાંવ મામલામાં પાંચ આરોપી સામાજિક કાર્યકર્તાઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવા માટે વધારે સમય આપવાનો ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નિર્ધારીત દિવસોમાં ચાર્જશીટ દાખલ નહીં કરવા પર ભીમા કોરેગાંવ હિંસાના […]

હિંદુઓ પણ ભારતના કેટલાક રાજ્યોમાં છે લઘુમતી, સુપ્રીમ કોર્ટે માંગ્યો રિપોર્ટ

સુપ્રીમ કોર્ટે એવા રાજ્યો કે જ્યાં હિંદુઓની સંખ્યા ઓછી છે, તેમને લઘુમતીનો દરજ્જો આપવા સંદર્ભે મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પેનલને આના સંદર્ભે અભ્યાસ કરીને રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જે રાજ્યોમાં સંખ્યાની દ્રષ્ટિએ હિંદુઓ ઓછા છે, શું તેમને લઘુમતીઓને મળનારા સરકારી ફાયદા આપી શકાય છે? શું રાજ્ય […]

સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ-35-Aને પડકારનારી અરજીઓના વિરોધમાં અપીલ, સુનાવણી ટાળવા માંગ

જમ્મુ-કાશ્મીરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માગણી કરી છે કે અનુચ્છેદ 35-Aને પડકારનારી તમામ અરજીઓની સુનાવણી ટાળવામાં આવે. જમ્મુ-કાશ્મીરના બંધારણના અનુચ્છેદ-35-A હેઠળ તેને ઘણાં વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે. તેના કારણે અનુચ્છેદની વૈદ્યતાને પડકારનારી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. તેની સુનાવણીને સ્થગિત કરવાની માગણી કરતા જમ્મુ-કાશ્મીર તરફથી અરજી દાખલ કરવામાં આવી છે. ગત વર્ષ ઓગસ્ટમાં આ […]

2002 ગુજરાત રમખાણ: પીએમ મોદીને ક્લિનચિટને પડકારતી ઝાકિયા જાફરીની અરજી પર સુનાવણી જુલાઈ સુધી પાછી ઠેલાઈ

સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણ મામલે વડાપ્રધાન મોદી અને અન્ય આરોપીઓને સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આપવામાં આવેલી ક્લિનચિટને પડકારતી ઝાકિયા જાફરીની અરજી પરની સુનાવણી જુલાઈ માસ સુધી મુલતવી રાખી છે. આના પહેલા સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી માસના ત્રીજા સપ્તાહ સુધી સુનાવણીને સ્થગિત કરી હતી. આ મામલો 2002નો છે અને ત્યારે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સમયે […]

INCOME TAX RETURN: પેન કાર્ડ સાથે આધાર જોડવું જરૂરી હોવાનો સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે ઈન્કમટેક્સ રિટર્ન દાખલ કરવા માટે પેન કાર્ડને આધાર નંબર સાથે જોડવું ફરજિયાત છે. જસ્ટિસ એ. કે. સિકરી અને જસ્ટિસ અબ્દુલ નજીરની ખંડપીઠે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટ પહેલા જ આ મામલામાં ચુકાદો ફરમાવતા ઈન્કમટેક્સ કાયદાની કલમ-139-એએને યોગ્ય ઠેરવી ચુકી છે. સુપ્રીમ કોર્ટે શ્રેયા સેન અને જયશ્રી સતપુડેની 2018-19ના ઈન્કમટેક્સ […]

સુપ્રીમ કોર્ટમાં હવે એક સપ્તાહમાં લિસ્ટેડ થશે નવા મામલા, જાહેર થયો સર્ક્યુલર

દેશની અદાલતોમાં ઘણાં વર્ષોથી લાખો-કરોડો મામલા વિલંબિત છે. તેના ઉપર વખતોવખત સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ બુધવારે મામલાની સુનાવણીની પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે. તેના દ્વારા નવા મામલાની સુનાવણી સરળતાથી થઈ શકે. મુખ્ય ન્યાયાધીશના નવા આદેશ હેઠળ જે પણ નવા મામલા આવશે, તે એક સપ્તાહની અંદર લિસ્ટેડ […]

SC/ST કાયદામાં સંશોધન પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

એસસી-એસટી એક્ટમાં ફેરફાર માટે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સંશોધનો પર રોક લગાવવાથી સુપ્રીમ કોર્ટે ફરી એકવાર ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એસસી-એસટી એક્ટ-2018 હેઠળ કાયદામાં સંશોધન કરવામાં આવ્યા છે, તેને લઈને કેન્દ્ર સરકારે પુનર્નિરીક્ષણ અરજી દાખલ કરી છે. તેના સિવાય નવા કાયદાને લઈને કેટલીક જાહેરહિતની અરજીઓ પણ કરી છે. તેવામાં કોર્ટ […]

અયોધ્યામાં ‘તંબુમાં રહેલા’ રામલલાને મળી રહી છે તારીખ પર તારીખ!

અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે અને વધુ ખેંચાઈ પણ રહ્યો છે. 29 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં નવી ખંડપીઠ દ્વારા મામલાની સુનાવણી થવાની હતી, પરંતુ જસ્ટિસ બોબડેની ગેરહાજરીને કારણે સુનાવણી ફરી એક વખત પાછી ઠેલાઈ છે. આ મામલે ફરી એકવાર તારીખ પડવાને કારણે સંત સમાજમાં રોષની લાગણી છે. ઘણાં સંતોનું કહેવું છે કે આવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code