1. Home
  2. Tag "surat"

મહિલા કોન્સ્ટેબલે ડોક્ટરનો વેશ ધારણ કરી ATM ફ્રોડ કરતી ગેન્ગને ઝડપી લીધી

સુરત, 20 જાન્યુઆરી 2026:  શહેરના એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી કરતી ઉત્તર પ્રદેશની રીઢા ગુનેગારોની ટોળકીને પકડવા માટે  લેડી કોન્સ્ટેબલ કેશવીબેને ડોક્ટરનો સફેદ એપ્રોન પહેરી વેશપલટો કરીને બીમારીની તપાસ કરવાના બહાને આરોપીના મકાનમાં પ્રવેશ કરીને ખાતરી કરી કે પાંચ આરોપી અંદર જ છે. ત્યારબાદ લેડી કોન્સ્ટેબલે ટીમને સિગ્નલ આપતા અન્ય પોલીસકર્મીઓએ એટીએમ ફ્રોડ ગેન્ગને દબોચી લીધી […]

સુરતમાં પુર ઝડપે કારચાલકે રોડ પર ઊભેલી કારને ટક્કર મારીને પલાયન

સુરત, 20 જાન્યુઆરી 2026:  શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક બનાવમાં પૂણા ગામ વિસ્તારમાં રોડ સાઈડ પર પાર્ક કરેલી કારને ટક્કર મારીને કારચાલક કાર સાથે નાસી ગયો હતો. શહેરના પુણા ગામ વિસ્તારમાં સ્વિફ્ટ કારચાલકે રોડ સાઈડમાં ઊભેલી કારને એવી જોરદાર ટક્કર મારતા પાર્ક કરેલી કારના ચાલક એવા શિક્ષક માંડ-માંડ પોતાનો જીવ […]

સુરતમાં રૂપિયા 5.85 કરોડની કિંમતનું કોબ્રાનું ઝેર પકડાયુ, 7 આરોપીની ધરપકડ

સુરત,20 જાન્યુઆરી 2026:   શહેરના સરથાણા જકાતનાકા ગઢપુર રોડ પર નવ જીવન સર્કલ પાસે આવેલા એક બિલ્ડિંગની એક ઓફિસમાં કોબ્રાના ઝેરનો સોદો થતો હતો ત્યારે જ બાતમીને આધારે પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપ (એસઓજી)એ રેડ પાડીને  કોબ્રાનું ઝેર વેચવા માટે આવેલા વડોદરાના એક વકીલ સહિત 5 શખસો તેમજ સુરતમાં મરેજ બ્યુરો ચલાવતા વદ્ધ સહિત 7 લોકોને 5.85 […]

સુરતના તડકેશ્વર ગામે લોકાર્પણ પહેલા જ પાણીની ટાંકી તૂટી પડી, 3 શ્રમિકોને ઈજા

સુરત,19 જાન્યુઆરી 2026: જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ-તડકેશ્વર ગામે પાણી પુરવઠા યોજના અંતર્ગત લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી પાણીની ટાંકી લોકાર્પણ પૂર્વે જ ધરાશાયી થતા ત્રણ શ્રમિકોને ઈજાઓ થઈ હતી. પાણીની નવી બનાવેલી ટાંકીના ટેસ્ટિંગ દરમિયાન ટાંકી તૂટી પડતા 9 લાખ લિટર પાણી વહી જતાં ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ બનાવની વિગત એવી છે […]

સુરતના દરિયામાં હોડી સ્પર્ધામાં ત્રણ બોટ પલટી, નાવિકોનો બચાવ

સુરત, 19 જાન્યુઆરી 2026:  શહેર નજીક દરિયામાં હોડી સ્પર્ધાનું આયોજન યોજાઈ હતી. શહેરના હજીરા રો-રો ફેરી (એસ્સાર જેટી) થી મગદલ્લા પોર્ટ સુધી 21 કિમીની સઢવાળી હોડી સ્પર્ધા દરમિયાન ત્રણ હોડી અચાનક પલટી જતા અફડા-તફડી મચી ગઈ હતી. જોકે તંત્ર અને અન્ય નાવિકો દ્વારા ત્વરિત બચાવ કામગીરી હાથ ધરીને તમામ નાવિકોને બચાવી લેવામાં આવ્યા હતા. ગુજરાત […]

સુરતમાં વહેલી સવારે ગાઢ ધૂમ્મસ છવાતાં વિઝિબિલિટી ઘટી, વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા

સુરત,18 જાન્યઆરી 2026:  દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનમાં થોડા વધારો થતાં ઠંડીનું જોર ઘટ્યુ છે. પણ વહેલી સવારથી ગાઢ ધૂમ્મસ અને કેટલાક વિસ્તારમાં ઝાકળને લીધે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. સુરત શહેરમાં આજે સતત બીજા દિવસે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. આકાશચુંબી ઈમારતો ધુમ્મસમાં […]

સુરતની આનંદ વિલા સોસાયટીમાં સાયકલ ચલાવતા બાળકનું પતંગની દોરીથી ગળું કપાતા મોત

સુરત, 16 જાન્યુઆરી 2026: શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી આનંદ વિલા સોસાયટીમાં 8 વર્ષનો બાળક સાયકલ ચલાવી રહ્યો હતો. તે દરમિયાન પતંગની દોરી ગળામાં ભરાતા લોહી-લૂહાણ હાલતમાં ગબડી પડ્યો હતો. બાળકને ત્વરિત સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો.હોસ્પિટલ પહોંચતા તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.  સુરત શહેરમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના તહેવાર દરમિયાન દર વર્ષે પતંગની […]

સુરતમાં મોટા વરાછામાં મોડી રાત્રે ચાર દુકાનોમાં લાગી ભીષણ આગ

સુરત, 15 જાન્યુઆરી 2026:  શહેરના મોટા વરાછા વિસ્તારમાં ગત મોડી રાત્રે એ.આર. મોલ પાસે આવેલા પેટ્રોલ પંપથી માત્ર 20 ફૂટના અંતરે પતરાના શેડમાં આવેલી ચાર દુકાનોમાં ઓચિંતી આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ થતાં ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી તાત્ત્કાલિક પાણીનો મારો ચલાવતા મોટી દુર્ઘટના ટળી હતી. આ દુર્ઘટનામાં ટાયરની દુકાન અને […]

સુરતમાં કાલે ઉત્તરાણના પર્વને લીધે બીઆરટીએસ બસ સેવા બંધ રહેશે

સુરત,13 જાન્યુઆરી 2026:   શહેરમાં કાલે ઉત્તરાયણનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાશે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાશે. પતંગો કાપવાના દાવપેચ લડાશે, અને સાથે કપાયેલા પતંગો લૂંટનારાઓની રોડ-રસ્તાઓ પર ભાગદોડ જોવા મળશે. ત્યારે રોડ પર કોઈ અકસ્માતનો બનાવ ન બને તે માટે આવતી કાલે તા. 14 જાન્યુઆરીએ શહેરની તમામ 367 BRTS બસોના પૈડાં થંભાવી દેવાનો નિર્ણય મ્યુનિએ લીધો છે. […]

સુરતમાં 5.03 લાખની નકલી નોટ્સ સાથે રત્ન કલાકારને SOGએ ઝડપી લીધો

સુરત, 12 જાન્યુઆરી 2026:  હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. ત્યારે એક રત્નકલાકારે શોર્ટ રસ્તે રૂપિયા કમાવવા જતા પકડાઈ ગયો છે. રત્નકલાકાર રૂપિયા 500ના દરની નકલી નોટો વટાવવા જતા પોલીસ (SOG)એ ઝડપી લીધો હતો. પોલીસે રત્નકલાકારની જડતી લેતા તેની પાસેથી 5.03 લાખની નકલી નોટો મળી આવી હતી. સુરત શહેરમાં છેલ્લા 10 વર્ષથી સ્થાયી થયેલા અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code