1. Home
  2. Tag "surendranagar"

સુરેન્દ્રનગરઃ કેન્દ્રીય મંત્રી ડો. મુંજપરાના અધ્યક્ષસ્થાને દિશા મોનીટરિંગ સમિતિની બેઠક યોજાઈ

અમદાવાદઃ મહિલા અને બાળ વિકાસ કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષસ્થાને આજરોજ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના જુદાં-જુદાં વિભાગો હેઠળનાં યોજનાકીય વિકાસ કામોની વિગતવાર સમીક્ષા ધરવામાં આવી હતી. વિવિધ યોજનાઓના લાભ જનસમુદાયને સમયસર મળી રહે તે રીતનું સુચારૂ આયોજન ઘડી કાઢવા ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાએ માર્ગદર્શન-સુચના આપ્યા હતા. બેઠકમાં […]

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, ધ્રાંગધ્રા સહિત 6 નગરપાલિકાના વીજ બીલના કરોડો રૂપિયા બાકી

સુરેન્દ્રનગરઃ જિલ્લાની મોટાભાગની નગરપાલિકાઓ ભાજપ શાસિત છે. અને આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે. જેમાં સુરેન્દ્રનગર, થાનગઢ, ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા, પાટડી નગરપાલિકાઓનાં વોટરવર્કસ અને સ્ટ્રીટલાઈટ વીજ કનેક્શનોને લગતા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી.નાં રૂા. 114 કરોડ 30 લાખ બાકી બિલ પેટે લેણા નીકળે છે. પોતાનાં પાણીવેરા, હાઉસટેક્ષ, જેવા વિવિધ કરવેરા માટે કડક ઉઘરાણી કરતી નગરપાલિકાઓ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં યુરિયા ખાતરની તંગી, કૃષિ વિભાગ કહે છે, ખેડુતો બીન જરૂરી સ્ટોક કરી રહ્યા છે

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં રવિપાકની સીઝનમાં જ યુરિયા ખાતરની તંગી સર્જાતા ખેડુતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. એક બાજુ કૃષિમંત્રી રાજ્યમાં યુરિયા ખાતરની કોઈ તંગી નથી અને પુરતો સ્ટોક હોવાનો દાવો કરી રહ્યા છે. ત્યારે જિલ્લાના ગુજકોમાસોલના ડેપો પર ખાતર માટે ખેડુતોની લાઈનો જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર  જિલ્લાના ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે સૌથી વધુ […]

સુરેન્દ્રનગર જિલ્લાના ભૂગર્ભ જળમાં ટીડીએસના વધતા જતા પ્રમાણથી પથરી, કિડનીના કેસ વધ્યાં

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં મોટાભાગના ગામોને નર્મદાનું પીવા આપવામાં આવે છે. તે ઘણાબધા ગામોને પીવાના પાણી માટે નર્મદા યોજનાનો લાભ મળ્યો નથી. તેથી ગ્રામજનોને કૂવા-બોરનું પાણીનો પીવા માટે ઉપયોગ કરવો પડે છે. જિલ્લામાં ભૂગર્ભ જળ ઊંડા ઉતરી રહ્યા છે. અને આ જળમાં ટીડીએસનું પ્રમાણ સવિશેષ હોવાથી ગામડાના લોકોમાં પથરી અને કિડનીના રોગમાં વધારો જોવા મળી રહ્યો […]

સુરેન્દ્રનગર જિલ્લામાં બે ઋતુના કારણે રોગચાળો વકર્યો, દવાખાનાં દર્દીઓથી ઊભરાયાં

સુરેન્દ્રનગરઃ શહેર અને જિલ્લામાં બેઋતુને લીધે વાયરલ બીમારીના કેસ વધતા જાય છે. શહેરની  મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલમાં તાવ અને વાયરલ બિમારીનો શિકાર બનેલા બાળકોના દરરોજ 100 જેટલા કેસ આવી રહ્યા છે. જ્યારે ખાનગી ચિલ્ડ્રન હોસ્પિટલોમાં દરરોજ અંદાજે 200 કેસ આવતા હોવાનું કહેવાય છે. ઋતુ પરિવર્તન થતા આ રોગચાળો વકર્યો હોવાનું માનવામાં આવે છે. નગરપાલિકા દ્વારા […]

સુરેન્દ્રનગરના સરદારસિંહ રાણા પુલ ઉપર ઠેર ઠેર ગાબડાં છતાં તંત્રને મરામતનો સમય મળતો નથી

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકના મુખ્ય શહેર ગણાતા સુરેન્દ્રનગર શહેરના સરદારસિંહ રાણા પુલ ઉપર નાનાં-મોટાં ગાબડાંઓની પડ્યા છે. છતાં મ્યુનિના સત્તાધિશોને પુલની મરામત માટેનો સમય મળતો નથી.મુખ્યમંત્રી ફંડમાંથી ગાબડાંઓ પુરવા માટે મોટી-મોટી ગ્રાન્ટ પણ સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ નગરપાલિકાને ફાળવવામાં આવી હતી. તેમ છતાં પણ સરદારસિંહ રાણા પુલ ઉપર અવારનવાર મોટી માત્રામાં ગાબડા પડે છે. તેના કારણે વાહનચાલકો […]

સુરેન્દ્રનગરમાં મીઠાઈ અને ફરસાણના વેપારીઓએ તંત્રની સમજાવટથી ભાવ બાંધણું કર્યુ

સુરેન્દ્રનગરઃ પ્રકાશના પર્વ ગણાતા દિવાળી અને નૂતન વર્ષના દિને દરેક પરિવાર દ્વારા મીઠાઈ અને ફરસાણ ખરીદવામાં આવે છે. નવા વર્ષની શુભેચ્છા આપવા આવનારા સગા-સંબધીઓને પણ મીંઠાઈ ખવડાવીને ગળ્યું મોં કરાવવામાં આવતું હોય છે. ત્યારે વધતા જતી મોંઘવારીમાં ગરીબ પરિવારો પણ મીંઠાઈ અને ફરસાણ ખરીદી શકે, અને તમામ વેપારીઓ એક સમાન ભાવ શકે તે માટે તંત્ર […]

સુરેન્દ્રનગરમાં સરકાર દ્વારા રૂ.136 કરોડના ખર્ચે આયુર્વેદ હોસ્પિટલ અને કોલેજનું નિર્માણ કરાશે

સુરેન્દ્રનગરઃ  રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર અને નેશનલ આયુષ મિશન(NAM), આયુષ મંત્રાલય, ભારત સરકારના સહયોગથી સુરેન્દ્રનગર ખાતે સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલનું નિર્માણ કરાશે. કેન્દ્રિય મંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરેન્દ્રનગર  જિલ્લાના લોકોની માંગણીને ધ્યાને લઇને જિલ્લામાં વાજબી દરે આયુર્વેદિક પદ્ધતિથી શ્રેષ્ઠ સારવાર મળી રહે […]

સુરેન્દ્રનગરના એસટી ડેપોમાં પ્રવાસીઓને પીવાના પાણીની પડતી મુશ્કેલી, પરબ છે, પણ પાણી નથી

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં ઘણા બધા એસ ટી બલ સ્ટેશનો એરપોર્ટ જેવા બનાવવાના દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા મથક એવા સુરેન્દ્રનગરના બસ સ્ટેશનમાં તો પ્રવાસીઓને માટે પુરતી સુવિધા ઉપલબ્ધ નથી. આ એસટી ડેપો પરથી શહેરી, ગ્રામ્ય તેમજ અન્ય જિલ્લાઓમાંથી અંદાજે 3000થી વધુ મુસાફરો મુસાફરી કરે છે. પરંતુ ડેપોમાં મુસાફરોને પીવાના પાણીની કોઈ સુવિધા નથી. બસસ્ટેન્ડમાં […]

સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાની નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધામાં 200થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો

સુરેન્દ્રનગરઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત કચેરી સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે સી.યુ.શાહ મેડિકલ કોલેજ હોલ, વઢવાણ ખાતે જિલ્લાકક્ષાના નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરાયુ હતુ. જેમાં 200 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ જિલ્લા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code