1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગરઃ કેન્દ્રીય મંત્રી ડો. મુંજપરાના અધ્યક્ષસ્થાને દિશા મોનીટરિંગ સમિતિની બેઠક યોજાઈ
સુરેન્દ્રનગરઃ કેન્દ્રીય મંત્રી ડો. મુંજપરાના અધ્યક્ષસ્થાને દિશા મોનીટરિંગ સમિતિની બેઠક યોજાઈ

સુરેન્દ્રનગરઃ કેન્દ્રીય મંત્રી ડો. મુંજપરાના અધ્યક્ષસ્થાને દિશા મોનીટરિંગ સમિતિની બેઠક યોજાઈ

0
Social Share

અમદાવાદઃ મહિલા અને બાળ વિકાસ કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષસ્થાને આજરોજ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના જુદાં-જુદાં વિભાગો હેઠળનાં યોજનાકીય વિકાસ કામોની વિગતવાર સમીક્ષા ધરવામાં આવી હતી. વિવિધ યોજનાઓના લાભ જનસમુદાયને સમયસર મળી રહે તે રીતનું સુચારૂ આયોજન ઘડી કાઢવા ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાએ માર્ગદર્શન-સુચના આપ્યા હતા. બેઠકમાં ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને દસાડાના ધારાસભ્ય પી.કે. પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા કક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની ઉક્ત બેઠકને સંબોધતા કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાએ સરકારની અનેકવિધ જનલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાનાં લોકો સુધી સમયસર પહોંચે અને સાચા અર્થમાં લોકો આત્મનિર્ભર બને અને જિલ્લો વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચકક્ષાની સિધ્ધિ પ્રાપ્ત કરે તે દિશામાં સઘન પ્રયાસો કરવા જણાવ્યું હતું.

જિલ્લામાં કોઈ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ જો થતું હોઈ તો તેવા તબીબો/હોસ્પિટલ સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા, જિલ્લા-તાલુકા કક્ષાએ “બેટી બચાવો-બેટી પઢાઓ” અભિયાનને વેગવાન બનાવવા તેમજ જિલ્લાની શાળા અને કોલેજોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે સુનિશ્ચિત કરવા માટેના જરૂરી પગલાં લેવા પોલીસ સહિતનાં વિભાગોને સુચના આપી હતી.
આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીએ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના, અન્ન નાગરિક પુરવઠા, આરોગ્ય, શિક્ષણ, નગરપાલિકા વિસ્તાર સહિતના ક્ષેત્રોમાં જિલ્લામાં થયેલી કામગીરીની વિસ્તૃત અને ઝીણવટપૂર્વક સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.

જિલ્લા કલેક્ટર કે.સી. સંપટે ઉક્ત બેઠકમાં જિલ્લામાં ચાલતા યોજનાકીય કામો સત્વરે પૂર્ણ કરવા સંબંધિત અમલીકરણ અધિકારીને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એમ. રાયજાદા સહિતનાં સમિતિના અન્ય સભ્યશ્રીઓ, જિલ્લાનાં સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code