1. Home
  2. Tag "surendranagar"

સુરેન્દ્રનગરમાં 600 ફુટ ઊંડા બોરવેલમાં બાળકી ખાબકી, બચાવ કામગીરી શરૂ કરાઈ

અમદાવાદઃ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં એક બાળકી 600 ફુટ ઉંડા બોરવેલમાં ખાબકતા ખળભળાટ મચી ગયો હતો. આ બનાવની જાણ થતા ઉચ્ચ સરકારી અધિકારીઓ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. બોરવેલમાં પડેલી બાળકીને બચાવા માટે આર્મીની પણ મદદ લેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધ્રાંગધ્રાના ગાજણવાવ ખાતે ખેતરમાં રમતા-રમતા બાળકી બોરવેલમાં ખાબકી હતી. 600 ફુટ […]

ST સમાંતર દોડતા ખાનગી પેસેન્જર વાહનો સામે તવાઈ, સુરેન્દ્રનગર જિલ્લામાં 12 વાહનો ડિટેઈન

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં એસટીના દરેક રૂટ્સ પર એસટી બસની સમાંતર ખાનગી વાહનો દોડી રહ્યા છે. તેના લીધે એસટી નિગમને નુકશાન થઈ રહ્યું છે. આથી પોલીસ વિભાગનો સહયોગ મેળવીને એસટીના અધિકારીઓએ ઝૂંબેશ હાથ ધરી હતી. સુરેન્દ્રનગર  જિલ્લાના એસટી ડેપો તેમજ પીકઅપ સ્ટેન્ડ પરથી મુસાફરો ભરીને દોડતા ખાનગી વાહનો સામે એસટી અને ટ્રાફિક તંત્રે કાર્યવાહી કરી હતી. જેમાં […]

સુરેન્દ્રનગરમાં ભુંડ પકડનારા બે જૂથ બાખડી પડ્યા, વાહનો અથડાવી તલવારોથી હુમલા કર્યા

સુરેન્દ્રનગરઃ શહેરના 80 ફીટ રોડ ઉપર ભરબજારે બે જૂથો ઘાતક હથીયારો સાથે એક બીજા ઉપર તૂટી પડ્યા હતા. જાહેરમાં સામસામે વાહનો અથડાવીને તલવારો ઉછાળતા લોહિયાળ જંગ ખેલાયો હતો. આ મારામારીની ઘટનામાં ચાર ઈસમોને જીવલેણ ઇજાઓ પહોંચી હતી. જૂથ અથડામણનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને લઈ પોલીસે ત્વરિત કામગીરી શરૂ કરી હતી. […]

સુરેન્દ્રનગરઃ ડ્રન્ક એન્ડ ડ્રાઈવ અને ઓવર સ્પીડમાં વાહન હંકારવા મુદ્દે 187 ચાલકોના લાયસન્સ રદ કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવોમાં ઘટાડો થાય તે માટે સરકાર દ્વારા અસરકારક પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેમજ દારૂ પીને વાહન હંકારનારાઓ તથા ઓવરસ્પીડ વાહન ચલાવનારાઓ સામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન સુરેન્દ્રનગરમાં ડ્રન્ક એન્ડ ડ્રાઈવ અને ઓવર સ્પીડ વાહન હંકારવાના કેસમાં 187 વાહન ચાલકોના લાયસન્સ રદ કરવાની કવાયત શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી […]

સુરેન્દ્રનગર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને બે મહિનાથી પગાર ન મળતા પ્રમુખને ઘેરાવ કરાયો

સુરેન્દ્રનગરઃ શહેરની નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા સફાઈ કામદારોને છેલ્લા બે મહિનાથી પગાર ચુકવાયો નથી. અસહ્ય મોંઘવારીમાં સફાઈ કામદારોને બો મહિનાથી પગાર ન મળતા પરિવારની હાલત કફોડી બની છે. સફાઈ કામદારોએ નગરપાલિકાના સત્તાધિશોને વારંવાર રજુઆતો કરી હોવા છતાં નગરપાલિકાના પ્રમુખ કે ચિફ ઓફિસર દ્વારા સંતોષકારક જવાબ પણ અપાતો નથી. આથી સફાઈ કામદારોએ નગરપાલિકાના પ્રમુખની કચેરીનો […]

સુરેન્દ્રનગર જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે જ પાઠ્યપુસ્તકોની અછતથી વિદ્યાર્થીઓ પરેશાન

સુરેન્દ્રનગરઃ  જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં ધો,1થી 12માં 1.51 લાખ વિદ્યાર્થીઓએ ભણતર શરૂ કર્યું છે. ત્યારે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે જ પાઠ્યપુસ્તકોની અછત સર્જાતા વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં પરેશાની જોવા મળી રહીં છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભથી જ પાઠ્યપુસ્તકોની અછત સર્જાઈ છે. જેને લઇને હજુ સુધી વિદ્યાર્થીઓ પોતાના પૂરતા પાઠ્યપુસ્તકો […]

સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના 15 ગામોને 10 દિવસથી નર્મદાનું પાણી મળતું નથી તંત્રની નિષ્કિયતા

સુરેન્દ્રનગરઃ જિલ્લામાંથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થતી હોવા છતાં અનેક ગામડાઓમાં પીવાના પાણી વિકટ સમસ્યા ઊભી થઈ હતી. અને ઘણાબધા ગામડાં હજુ પણ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેમાં પાણી પુરવઠા વિભાગની નિષ્ક્રિયતાને કારણે જ છતાં પાણીએ લોકોને હાડમારી ભોગવવાનો વારો આવી રહ્યો છે. રણના કાંઠા વિસ્તારના ગામોમાં તો ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી […]

ઉમરેઠ બાદ સુરેન્દ્રનગરના દેવગઢ ગામે આકાશમાંથી ભેદી ગોળા પડતા લોકોમાં કૂતુહલ સર્જાયું

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં તાજેતરમાં બે ગામોની સીમમાં મઘરાત્રે આકાશમાંથી રહસ્યમય ગોળા પડ્યા હતા. ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના દેવગઢ ગામની સીમમાં આકાશમાંથી બેદી ગોળા પડતા લોકોમાં કૂતુહલ સર્જાયુ હતું. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી આકાશમાંથી ગોળા જેવો ભેદી પદાર્થ વરસવાનું યથાવત છે. ચરોતરમાં આણંદ જિલ્લામાં અવકાશી પદાર્થ પડ્યા બાદ આજે સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં પણ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી, વાહનોનું ચેકિંગ કરીને એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

સુરેન્દ્રનગરઃ ઝાલાવડ પંથકમાં કિંમતી ખનીજ ધરબાયેલું હોવાથી બેરોકટોક ખનીજની ચોરી થઈ રહી છે. ત્યારે જિલ્લાના ભૂતળમાં ખોદકામ કરીને બેફામ રીતે ખનીજની ચોરી અટકાવવા તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરાયુ હતુ. જેમાં સાયલા-લીંબડી હાઇવે અને મૂળીમાંથી વાહનો સાથે રૂ. 1 કરોડનો મુદામાલ પકડી પાડવામા આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં બેરોકટોક ગેરકાયદે ખનીજ ખનન થતુ હોવાની […]

ઝાલાવડની જનતાના પ્રશ્નો ઉકેલવા જિલ્લા પાલીસ વડાનો નવતર અભિગમ, ‘એક તક પોલીસને’

સુરેન્દ્રનગરઃ પોલીસ પ્રજાનો મિત્ર છે. અને કાયદો અને વ્યવસ્થાના દરેક પ્રશ્નોનો પોલીસ સકારાત્મકરીતે ઉકેલ લાવી શકે છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત દ્વારા પોલીસ તથા પ્રજા વચ્ચે પરસ્પર સંવાદનો સેતુ નિર્માણ કરવાના ઉદ્દેશથી લોક ઉપયોગી સકારાત્મક કામગીરીના ભાગરૂપે વ્યાજખોરીની બદી નાબુદ કરવા તેમજ કિંમતી જમીન તથા મિલ્કતો ઉપર ગેરકાયદેસર કબજો કરવાની પ્રવૃત્તિ નાબુદ કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code