1. Home
  2. Tag "surendranagar"

સુરેન્દ્રનગરમાં ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશનમાં 4 લાખ લોકોએ લીધી મુલાકાત

ત્રિદિવસીય એક્ઝિબિશનમાં 250થી વધુ કંપનીઓએ ભાગ લીધો ત્રણ દિવસમાં બિઝનેસ મીટ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા રૂપિયા 7થી 8 કરોડના બિઝનેસનો આયોજકોનો દાવો સુરેન્દ્રનગરઃ  શહેરમાં તાજેતરમાં ત્રિદિવસિય ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ-વિદેશની અને સુરેન્દ્રનગર જિલ્લાની 250થી વધુ કંપનીના સ્ટોલ અને ઉત્પાદનોનું વેચાણ તથા પ્રદર્શન કરાયું હતું. ત્રિ દિવસીય એક્ઝિબિશનની ત્રણથી ચાર […]

સુરેન્દ્રનગરમાં સિટીબસમાં મહિલા કન્ડકટર પર ટમેટાં ફેંકાતા બબાલ

શાક માર્કેટ પાસેથી સિટીબસ પસાર થતાં બન્યો બનાવ, સિટીબસના ચાલકે બસ રોકી દેતા ટ્રાફિક જામ સર્જાયો, અંતે પોલીસે એક શખસને દબોચી લીધો સુરેન્દ્રનગરઃ શહેરમાં સિટીબસ સેવા શરૂ કરવામાં આવી છે. અને નાગરિકો દ્વારા તેને સારોએવો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે. દરમિયાન સિટી બસ ટાવર રોડ પરથી શાક માર્કેટ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે  કોઈ […]

પશ્ચિમ રેલવેનાં જનરલ મેનેજરે સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી

રાજકોટઃ પશ્ચિમ રેલવેનાં જનરલ મેનેજર અશોકકુમાર મિશ્ર ભાવનગરની મુલાકાતે આવ્યા હતા. અશોકકુમાર મિશ્રએ સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર રેલવે સ્ટેશનની સરપ્રાઈઝ મુલાકાત કરી. પશ્ચિમ રેલવેનાં જનરલ મેનેજરે ભાવનગરમાં વિવિધ સંસ્થાનાં આગેવાનોને મળ્યા અને તેમની રજૂઆત ધ્યાને લઇ વહેલી તકે માંગ પૂર્ણ થાય તે અંગેની ખાતરી આપી હતી. આ તકે ભાવનગર-સુરત ડેઇલી ટ્રેનની માંગ અંગે તેમણે જણાવ્યુ […]

ઝાલાવાડમાં મગફળી સહિત પાકોના ટેકાના ભાવે વેચાણ માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ

ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રોથી 31 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશન થઈ શકશે, સરકાર દ્વારા 11મી નવેમ્બરથી ખરીદી શરૂ કરાશે, સરકાર દ્વારા અગાઉ ટેકાના ભાવ જાહેર કરેલા છે સુરેન્દ્રનગરઃ  રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેડુતો પાસેથી વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોય છે. આ વર્ષે સરકારે વિવિધ ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર કર્યા છે. અને ટેકાના […]

સુરેન્દ્રનગરમાં 15 જેટલી ગાયના શંકાસ્પદ મૃત્યુ

સુરેન્દ્રનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં 15 ગાયના શંકાસ્પદ મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતાં તંત્ર અને પશુ ડોક્ટર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પીએમની તજવીજ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં કોઈ પદાર્થ ખાવાથી ઝેરી અસર થઈ હોવાનું અનુમાન અપાઈ રહ્યું છે. પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે. એકસાથે ગાયોના મોતથી પશુ […]

સુરેન્દ્રનગર: પ્રસાદ લીધા બાદ 200 લોકોની તબિયત લથડી

અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં ધાર્મિક પ્રસંગે ભોજન બાદ 200 લોકોને ખોરાકી ઝેરની અસર થઈ છે. રાહતની વાત એ છે કે, તમામની તબિયત સુધારા પર છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સાત દિવસમાં ફૂડ પોઈઝનિંગનો ત્રીજો બનાવ છે. સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામડા ગામે રામાપીર મંદિરમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ધાર્મિક પ્રસંગ બાદ 200 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર […]

સુરેન્દ્રનગરમાં સફાઈ કામદારોના પ્રશ્નોનો ઉકેલ ન આવે તો હડતાળની ચીમકી

કર્મચારી સંઘ દ્વારા પાલિકાના મેયરને રજુઆત, બે દિવસમાં સફાઈ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો હડતાળ, નગરપાલિકામાં 250 કામદારો કોન્ટ્રાક્ટ પર કામ કરે છે સુરેન્દ્રનગરઃ શહેરમાં ઘણા સમયથી સફાઈ કામદારો પોતાના પડતર પ્રશ્નો અંગે રજુઆતો કરી રહ્યા છે. છતાંયે પ્રશ્નો ઉકેલાતા નથી. ત્યારે સફાઈ કામદારોના પ્રશ્ને નગરપાલિકાના પ્રમુખને ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા લેખિત રજૂઆત […]

સુરેન્દ્રનગરમાં 58 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના બનાવાશે

કાલે ગાંધી જયંતીના દિવસે PM મોદી વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરશે, સુ રેન્દ્રનગર શહેરના નવા વિકસિત વિસ્તારોને ગટરનો લાભ મળશે. એક વર્ષમાં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ કરશે સુરેન્દ્રનગરઃ શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં શહેરના નવા વિક્સિત થયેલા વિસ્તારોમાં ડ્રેનેજ લાઈન ન હોવાથી લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આથી ગુજરાત સરકાર દ્વારા ભૂગર્ભ […]

મુળીના ભેટ ગામે વીજળી પડતા 30થી વધુ બકરાનાં મોત

ઝાલાવાડમાં ભાદરવે અષાઢી માહોલ સર્જાયો, થાનગઢ અને ચોટિલામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો, 30થી વધુ બકરાંના મોતથી માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા સુરેન્દ્રનગરઃ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગઈકાલ જ વાતાવરણમાં પલટો આવ્યો છે. ઝાલાવાડમાં ગઈકાલે ભાદરવે અષાઢી માહોલ સર્જાયો હતો. વાતાવરણમા અચાનક પલટો આવ્યા બાદ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન જિલ્લાના મૂળીના ભેટ ગામે વિજળી પડતા 30થી વધુ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બે બનાવોમાં 3ના મોત, 6ને ઈજા

ચોટિલા હાઈવે પર આયસર– રિક્ષા વચ્ચે અકસ્માતમાં બાળક અને મહિલાનું મોત, 3ને ઈજા, વઢવાણ રોડ પર ડમ્પરે ચાર લોકોને અડફેટે લેતા મહિલાનું મોત, 3ને ઈજા, સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં જુદા જુદા અકસ્માતોના બે બનાવોમાં 3નાં મોત નિપજ્યા હતા. જ્યારે 6 લોકોને ઈજાઓ થઈ હતી.  સાયલા ચોટીલા હાઇવે પર અકસ્માતમાં બે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code