ભારત સરકારના સ્વચ્છ સર્વેક્ષણ-2022ની વિવિધ કેટેગરીમાં ગુજરાતના પાંચ શહેરોનો સમાવેશ
ગાંધીનગરઃ ભારત સરકારના સ્વચ્છ સર્વેક્ષણ-2022 અંતર્ગત વિવિધ કેટેગરીમાં ગુજરાતના પાંચ મહાનગરોની પસંદગી થઇ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા સંબંધિત થયેલી કામગીરી અને જનજાગૃતિ કાર્યક્રમોને પરિણામે આ સિધ્ધી હાંસલ થઇ છે અને સમગ્ર ગુજરાત માટે આ ગૌરવની બાબત છે. તેમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ. તેમણે વધુમાં જણાવ્યું હતું […]