1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારત સરકારના સ્વચ્છ સર્વેક્ષણ-2022ની વિવિધ કેટેગરીમાં ગુજરાતના પાંચ શહેરોનો સમાવેશ
ભારત સરકારના સ્વચ્છ સર્વેક્ષણ-2022ની વિવિધ કેટેગરીમાં ગુજરાતના પાંચ શહેરોનો સમાવેશ

ભારત સરકારના સ્વચ્છ સર્વેક્ષણ-2022ની વિવિધ કેટેગરીમાં ગુજરાતના પાંચ શહેરોનો સમાવેશ

0
Social Share

ગાંધીનગરઃ ભારત સરકારના સ્વચ્છ સર્વેક્ષણ-2022  અંતર્ગત વિવિધ કેટેગરીમાં ગુજરાતના પાંચ મહાનગરોની પસંદગી થઇ છે. રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા સંબંધિત થયેલી કામગીરી અને જનજાગૃતિ કાર્યક્રમોને પરિણામે આ સિધ્ધી હાંસલ થઇ છે અને સમગ્ર ગુજરાત માટે આ ગૌરવની બાબત છે. તેમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી  જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકારના આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા શહેરોમાં કાયમી  સ્વચ્છતા રહે તે માટે સ્વચ્છ સર્વેક્ષણ સ્પર્ધાનું આયોજન સમગ્ર ભારતમાં ક૨વામાં આવે છે. ભા૨ત સ૨કારના નિયુકત થર્ડ પાર્ટી એજન્સી દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ-2022, ગાર્બેજ ફ્રી સીટી રેટીંગ તેમજ સફાઇ મિત્ર સુરક્ષા ચેલેન્જ સ્પર્ધાનું દેશભ૨ના 4,354 શહેરોમાં સર્વે કરાયો છે.  તાજેતરમાં નવી દિલ્હી ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજીની અધ્યક્ષતામાં સ્વચ્છ અમૃત્ત મહોત્સવ એવોર્ડ સેરેમનીનું આયોજન કરાયું હતુ.

તેમણે ઉમેર્યું હતું કે,  સ્વચ્છ અમૃત્ત મહોત્સવ-2022 અંતર્ગત ગુજરાતની સુરત મહાનગરપાલિકાને દેશનું બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ પ્રાપ્ત થયો છે, જે એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાને ગાર્બેજ ફ્રી સીટી (GFC)ની રેન્કિંગમાં ૫ સ્ટા૨ રેન્કિંગનો એવોર્ડ, ઇન્ડિયન સ્વચ્છતા લીગમાં સમગ્ર ભારતમાંથી “મોસ્ટ ઇમ્પેકટ ક્રિએટર” શહેરનું પ્રમાણપત્ર પણ એનાયત થયું છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગાંધીનગર મહાનગ૨પાલિકાને ઈન્ડિયન સ્વચ્છતા લીગમાં સમગ્ર ભારતમાંથી “સ્પેશિયલ મેન્શન” શહેરનું પ્રમાણપત્ર મળ્યું છે. તે ઉપરાંત અમદાવાદ મહાનગ૨પાલિકાને 4 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં ભારતમાં સૌથી સ્વચ્છ શહેરનો પ્રથમ પુરસ્કાર મળ્યો છે. રાજકોટ મહાનગ૨પાલિકાને સેલ્ફ સસ્ટેનેબલ બીગ સીટીનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત ગાર્બેજ ફ્રી સીટી માટે વડોદરા, જામનગર, ગાંધીનગ૨, રાજકોટ મહાનગરપાલિકાને 3 સ્ટાર બિરુદ મળ્યું છે. અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડને દેશનું બીજા નંબરનું સૌથી સ્વચ્છ કેન્ટોન્મેન્ટ બોર્ડનો એવોર્ડ મળ્યો છે. તેમજ 3 સ્ટારનું બિરુદ પણ મળ્યું છે. આ સિવાય ભાવનગ૨ મહાનગ૨પાલિકા, તરસાડી અને વિસાવદર નગ૨પાલિકાને વન સ્ટારનું બિરુદ પ્રાપ્ત થયું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code