1. Home
  2. Tag "Taja Samachar"

અમદાવાદમાં સાબરમતી નદીના સ્તરમાં ઘટાડો થતાં રિવરફ્રન્ટ પર સફાઈ કામગીરી હાથ ધરાઈ

સાબરમતી રિવરફ્રન્ટ વોક વે અને લોઅર પ્રોમિનાડ પર નદીના પાણી ફરી વળ્યા હતા, રિવરફ્રન્ટ પર નારણઘાટ, ઉસ્માનપુરા સહિત કેટલાક ભાગોમાં સફાઈ કરવામાં આવી, એક દિવસ લોઅર પ્રોમિનાડ નાગરિકો માટે બંધ રહેશે અમદાવાદઃ સાબરમતી નદી પરના ધરોઈ અને સંત સરોવરમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં પૂર આવતા અમદાવાદના રિવરફ્રન્ટ પરનો વોક-વે અને પ્રોમિનાડ પાણીમાં ગરકાવ થયો હતો. […]

યુપીના 22 જિલ્લા પૂરની ઝપેટમાં, હવામાન વિભાગે બિહાર સહિત સમગ્ર દેશ માટે ચેતવણી જારી કરી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ વરસાદની ચેતવણી જારી કરી છે. ઉત્તરથી દક્ષિણ સુધીના ઘણા રાજ્યોમાં આગામી થોડા કલાકોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે જનતાને સાવચેત રહેવા અને બિનજરૂરી રીતે બહાર ન નીકળવાની અપીલ કરી છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં સવારથી બપોર સુધી સતત વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જમ્મુ જિલ્લામાં 37 સેમી અને […]

ઝારખંડમાં ઇરફાન અંસારી સહિત 2 મંત્રીઓને જાનથી મારી નાખવાની ધમકી

ઝારખંડ સરકારના બે મંત્રીઓને મળેલી જાનથી મારી નાખવાની ધમકીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઝારખંડના શહેરી વિકાસ મંત્રી અને ઉચ્ચ શિક્ષણ મંત્રી કમ ગિરિડીહના ધારાસભ્ય સુદિવ્ય કુમાર સોનુ અને ઝારખંડના આરોગ્ય મંત્રી કમ જામતારાના ધારાસભ્ય ડૉ. ઇરફાન અંસારીને 24 કલાકની અંદર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ગિરિડીહના બાભંટોલી વિસ્તારનો રહેવાસી હોવાનો […]

અંકલેશ્વરમાં ગણેશોત્સવમાં ડીજેના તાલે નાચી બાળકો પર ટેમ્પો ફરી વળ્યો, બાળકીનું મોત

ડી.જે.ના ટેમ્પાની પાછળ નાચી રહેલા બાળકો પર રિવર્સ આવતો ટેમ્પો ફરી વળ્યો, ડીજે વગાડતા ટેમ્પાની ટક્કરે ત્રણ બાળકોને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા, બીજા બનાવમાં ડીજેના મોટા અવાજને લીધે આખલો ભડકતા 8 લોકોને અડફેટે લીધા અંકલેશ્વરઃ શહેરમાં આજે ગણેશોત્સવ દરમિયાન બાપ્પાની મૂર્તિ વાજતે-ગાજતે લાવવામાં આવી રહી હતી. ત્યારે ડીજે વગાડતા ટેમ્પાની પાછળ બાળકો ડીજેના તાલે નાચી […]

રાજસ્થાન હાઈકોર્ટે આસારામના વચગાળાના જામીન લંબાવવાનો ઇનકાર કર્યો, 30 ઓગસ્ટ સુધીમાં સરેન્ડર કરવું પડશે

જોધપુર જાતીય શોષણ કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે તેમના વચગાળાના જામીન લંબાવવાનો ઇનકાર કર્યો હતો. આ નિર્ણય અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ રિપોર્ટના આધારે આપવામાં આવ્યો હતો. હવે આસારામે 30 ઓગસ્ટ સુધીમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં સરેંન્ડર કરવું પડશે. રાજસ્થાન હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે મેડિકલ રિપોર્ટ […]

દેશમાં વરસાદની પેટર્નમાં મોટો ફેરફાર, લદાખમાં ચાર ગણો અને મેઘાલયમાં સામાન્ય વરસાદ

નવી દિલ્હીઃ આ વર્ષે ભારતના ચોમાસાએ પરંપરાગત વરસાદી પેટર્ન બદલી નાખ્યા છે. ગુજરાતમાં ચોમાસામાં રેકોર્ડ 50.50 ઈંચ વરસાદ નોંધાયો છે, જે છેલ્લા ચાર વર્ષથી સતત વધી રહ્યો છે.  બીજી બાજુ, કોલ્ડ ડેઝર્ટ (ઠંડુ રણ) તરીકે ઓળખાતા લદાખમાં સામાન્ય કરતા ચાર ગણો વધુ 64 મીમી (અઢી ઈંચ) વરસાદ નોંધાયો છે, જે 298 ટકા વધારે છે. જ્યારે […]

વડાપ્રધાન મોદી આંતરરાષ્ટ્રીય જટિલ મુદ્દાઓ અંગે ફોન ઉપર સમજુતી કરતા નથી

નવી દિલ્હી  : જર્મન અખબાર ફ્રેન્કફર્ટર અલ્ગેમાઇનની એક રિપોર્ટ બાદ અમેરિકા-ભારતના સંબંધોમાં નવી ચર્ચા શરૂ થઈ છે. રિપોર્ટ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા કેટલાક સમયમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના ચાર ફોન કૉલનો જવાબ આપ્યો નહોતો. આ ખુલાસો ત્યારે થયો છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધિત મતભેદો વધ્યા છે. જાપાનના મીડિયા નિક્કેઈ એશિયાએ પણ […]

ગઢચિરૌલીમાં પોલીસ-નક્સલીઓ વચ્ચે અથડામણ, ચાર માવવાદી ઠાર મરાયાં

મુંબઈ : પૂર્વીય મહારાષ્ટ્રના ગઢચિરૌલી જિલ્લામાં છત્તીસગઢની સરહદ પાસે બુધવારની સવારે પોલીસ અને નક્સલીઓ વચ્ચે ભારે અથડામણ થઈ હતી. આ અથડામણમાં ચાર માવવાદીઓ ઠાર મારાયા હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નક્સલીઓની હાજરીની ગુપ્તચર માહિતી મળ્યા બાદ ગઢચિરૌલી પોલીસની C-60 કમાન્ડો ટીમે કોપરશી ગામ નજીક વિશેષ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તલાશી દરમ્યાન નક્સલીઓએ […]

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવ્યાનો કર્યો દાવો

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર મોટો દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ “પરમાણુ યુદ્ધ” સુધી ન પહોંચે તે પહેલા અટકાવ્યું હતું. ટ્રમ્પે જણાવ્યું કે તેમણે બંને દેશોને ચેતવણી આપી હતી કે જો તેઓ યુદ્ધ વિરામ પર સહમત નહીં થાય તો અમેરિકા કોઈ પણ વેપારી કરાર નહીં કરે અને ભારે […]

ભારત પર અમેરિકાનો 50% ટેરિફ લાગુ, જાણો કયા સેક્ટર્સને થશે વધારે અસર

ન્યૂયોર્ક/વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન ક્રૂડ ઑઇલની ભારત તરફથી કરવામાં આવતી ખરીદી પર કડક વલણ અપનાવતાં ભારતીય પ્રોડક્ટ્સ પર વધારાનો 25 ટકા શુલ્ક લગાવ્યો છે. આ સાથે ભારત પર લાગુ અમેરિકન ટેરિફ હવે **કુલ 50 ટકા** થઈ ગયો છે, જે બુધવારથી અમલમાં આવ્યો છે. અમેરિકાના હોમ ડિપાર્ટમેન્ટે સ્પષ્ટ કર્યું છે કે આ વધારેલો ટેરિફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code