1. Home
  2. Tag "Taja Samachar"

કાશ્મીરમાં ડિજિટલ આતંકવાદ સામે મેગા ઓપરેશન : મહિલા સહિત 9 લોકોની અટકાયત

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને તેમના સહયોગીઓ સામે સુરક્ષા એજન્સીઓ સતત કાર્યવાહી કરી રહી છે. દરમિયાન કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીર (CIK) એ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. ઓનલાઈન આતંકવાદી નેટવર્ક પર કાબૂ મેળવવા માટે શ્રીનગર, કુલગામ, બારામુલા, શોપિયાન અને પુલવામા જિલ્લાઓમાં 10 અલગ-અલગ સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. CIKને વિશ્વસનીય ગુપ્તચર માહિતી મળી હતી કે […]

બિહારના દાનાપુરમાં મકાનની છત ધરાશાયી થતાં એક જ પરિવારના પાંચ સભ્યોનો મોત

પટણાઃ પટણા જિલ્લાના દાનાપુર દિયારા વિસ્તારમાં આવેલા અકીલપુર પોલીસ સ્ટેશન હદના માનસ પંચાયતના માનસ નયા પાનાપુર ગામમાં મધરાત્રીના દુઃખદ ઘટના બની હતી. એક મકાનની છત અચાનક ધરાશાયી થતાં એક જ પરિવારના પાંચ સભ્યોનું મોત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર માનસ નયા પાનાપુર ગામમાં રહેતો બબલુ (ઉ.વ. 36), તેની પત્ની રોશન ખાતૂન (ઉ.વ 32), પુત્રી રુખસાર […]

સોના-ચાંદીની ચમક વધી, સોનાનો ભાવ રૂ. 1.22 લાખ અને ચાંદી રૂ. 1.50 લાખને પાર

મુંબઈઃ મુંબઈ: અઠવાડિયાની શરૂઆત સોનાં અને ચાંદીના બજાર માટે તેજીભરી રહી હતી. સોમવારે સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાં અને ચાંદીના વાયદા ભાવમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો. સવારે 9.45 વાગ્યે ડિસેમ્બર ડિલિવરી માટે સોનાંનો ભાવ ગયા સત્રની સરખામણીએ 1.17 ટકા વધી રૂ. 1,22,479 પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો. જ્યારે ચાંદીના ડિસેમ્બર વાયદા ભાવમાં 1.92 […]

FIDE વર્લ્ડ કપ 2025 માં ભારતીય ખેલાડી કાર્તિક વેંકટરામન પહોંચ્યો ચોથા રાઉન્ડમાં

નવી દિલ્હીઃ કાર્તિક વેંકટરામન FIDE વર્લ્ડ કપ 2025 ના ચોથા રાઉન્ડમાં પહોંચી ગયો છે. રવિવારે કાળા પીસ સાથે રમાયેલી ટાઈબ્રેકરની બીજી ગેમમાં તેણે ડેનિયલ ડેકને હરાવ્યો. વેંકટરામને 43 ચાલમાં જીત મેળવી. વિજય પછી, વેંકટરામને કહ્યું, “ડેક સામેની ક્લાસિક ગેમ બહુ સારી નહોતી, પરંતુ હું કોઈક રીતે બચાવ કરવામાં સફળ રહ્યો. મેં બંને રેપિડ ગેમમાં સારું […]

મલેશિયા-થાઇલેન્ડ સરહદ પર સ્થળાંતર કરનારાઓનું જહાજ દરિયામાં ડુબ્યું, અનેક વ્યક્તિઓ લાપતા

મલેશિયન દરિયાઈ સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે થાઇલેન્ડ-મલેશિયા સરહદ નજીક એક બોટ ડૂબી જવાથી સેંકડો લોકો ગુમ થયા હતા, જેમાં 10 બચી ગયેલા લોકો અને એક મૃતદેહ મળી આવ્યો હતો. મલેશિયાના બુથિડાંગથી લગભગ 300 લોકો સાથે નીકળેલા જહાજના ડૂબવાના લગભગ ત્રણ દિવસ પછી પણ વધુ પીડિતો સમુદ્રમાં મળી શકે છે, એમ ઉત્તરીય મલેશિયન રાજ્યો કેદાહ અને […]

અમેરિકામાં શટડાઉનને પગલે 10 હજારથી વધારે ફ્લાઈટસને અસર, પ્રવાસીઓની મુશ્કેલીઓ વધી

અમેરિકા સરકારનું શટડાઉન 40મા દિવસે પ્રવેશ્યું છે. આના કારણે દેશભરમાં 2000થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ છે અને 8000થી વધુ ફ્લાઇટ્સ વિલંબિત થઈ છે. આ ડેટા ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટઅવેર પર આધારિત છે. સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એવિએશન દ્વારા શુક્રવારે ફ્લાઇટ રિડક્શન પોલિસી લાગુ કરવામાં આવી છે. ફ્લાઇટ રદ કરવાની સંખ્યામાં તીવ્ર વધારો થયો […]

હરિયાણામાં જમ્મુ-કાશ્મીર પોલીસના દરોડા, તબીબના રૂમમાંથી મળી વિસ્ફોટક સામગ્રી

અમદાવાદઃ જમ્મુ-કાશ્મીરમાં તબીબના લોકરમાંથી હથિયાર મળવાની ઘટના બાદ ગુજરાતમાં આઈએસઆઈએસના મોડ્યુઅલનો પર્દાફાશ કરીને પોલીસે 3 આતંકવાદીઓને ઝડપી લીધા હતા. દરમિયાન સુરક્ષાદળોએ હરિયાણાના ફરીદાબાદમાં એક તબીબના ઘરે દરોડો પાડીને મોટી માત્રામાં વિસ્ફોટકો જપ્ત કર્યાં હતા. આ કાર્યવાહી જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં એક રૂમમાંથી 14 બેગ, 2 ઓટોમેટિક પિસ્ટલ, 82 કારતુસ, પાંચ લીટર […]

વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારી, કર્ણાવતી વિભાગના બોપલ કાર્યસ્થાનમાં ‘અમૃત પરીવાર સંકુલ મિલન’ યોજાયું

અમદાવાદ: વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારીના કર્ણાવતી વિભાગના બોપલ કાર્યસ્થાન દ્વારા શ્રી વિપિનચંદ્ર પી. સુથારના નિવાસસ્થાને, શ્રી વ્રજરાજ સોસાયટી, ગાલા જિમખાના રોડ, બોપલ ખાતે પારિવારિક વાતાવરણમાં અમૃત પરીવાર સંકુલ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 25 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે થઈ હતી. ત્યારબાદ પારિવારિક રમતો, ભજન અને “અમૃત પરીવાર” વિષય પર ચર્ચા […]

ચીનનો ખતરનાક પ્લાન: 5 વર્ષમાં 50થી વધુ મિસાઇલ ફેક્ટરીઓ ધમધમતી કરી

ચીન છેલ્લા પાંચ વર્ષથી ઝડપથી મિસાઇલ ઉત્પાદન વધારવાના મિશનમાં લાગી ગયું છે. અમેરિકી સમાચાર ચેનલ  દ્વારા બહાર પાડવામાં આવેલી સેટેલાઇટ તસવીરો અને રિપોર્ટ મુજબ, ચીને અત્યાર સુધીમાં આશરે 50 નવી મિસાઇલ ફેક્ટરીઓ શરૂ કરી છે. તેમાંની બે ફેક્ટરીઓ ભારત-ચીન સરહદની નજીક સ્થિત છે, જે ભારત માટે ચિંતા વધારનારી બાબત છે. રિપોર્ટ મુજબ, ચીનમાં સૌથી વધુ […]

UN ઇમિશન ગેપ રિપોર્ટ 2025માં ખુલાસો : પેરિસ કરારનું 1.5 ડિગ્રીનું લક્ષ્ય હવે લગભગ અશક્ય

સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા પ્રકાશિત નવી ઇમિશન ગેપ રિપોર્ટ 2025 એ વૈશ્વિક તાપમાન નિયંત્રણ અંગે ગંભીર ચેતવણી આપી છે. રિપોર્ટ મુજબ, પેરિસ હવામાન કરાર હેઠળ નક્કી કરાયેલ લક્ષ્ય પૃથ્વીનું તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવું હવે લગભગ અશક્ય બની ગયું છે. રિપોર્ટ અનુસાર, જો બધા દેશો હાલની હવામાન નીતિઓ અને વચનો (NDCs) સંપૂર્ણ રીતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code