1. Home
  2. Tag "Taja Samachar"

ગુજરાતમાં સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાની થીમ પર કરાશે

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ 33 જિલ્લા કલેકટરો, અધિકારીઓને માર્ગદર્શન આપ્યું, આ વર્ષે તિરંગાનો કાર્યક્રમ ત્રણ તબક્કામાં યોજાશે, બીજો તબક્કામાં 9 થી 12 ઓગસ્ટ દરમિયાન સમુદાયિક સફાઈ ઝુંબેશ શરૂ કરાશે ગાંધીનગરઃ રાજ્યના રમતગમત અને ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના 33 જિલ્લાના કલેકટરો અને અન્ય અધિકારીઓને “હર ઘર તિરંગા”ની ઊજવણી અંગે માર્ગદર્શન આપ્યું હતું. મંત્રી  સંઘવીએ જણાવ્યું […]

પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પણ હવે પર્યાવરણને થતા નુકશાન અંગે વળતર વસુલી શકે છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ દેશના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હવે પર્યાવરણને થયેલા અથવા થવાના સંભવિત નુકસાન માટે વળતર અને નુકસાન વસૂલ કરી શકે છે. તેવો ઐતિહાસિક આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે પર્યાવરણીય સંરક્ષણ માટે, ફક્ત સજા પૂરતી નથી, પરંતુ નુકસાન અટકાવવા વળતર પણ જરૂરી છે. આ આદેશ ન્યાયાધીશ પી.એસ. નરસિંહા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની […]

જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ મલિકએ દિલ્હીની રામ મનોહર લોહિયા હોસિપ્ટલમાં તેમણે 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતાં. તેઓ લાંબા સમયથી બીમારીથી પીડિત હતા. લાંબા સમયથી તેઓ કિડનીની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતાં. તબિયત વધુ બગડતાં તેમને 11 મેના રોજ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. દરમિયાન આજે તેમનું નિધન થયું છે. સત્યપાલ મલિકે ઓગસ્ટ, 2018થી […]

રેપ્કો બેંકે અમિત શાહને વર્ષ 2024-25 માટે રૂ. 22.90 કરોડનો ડિવિડન્ડ ચેક સોંપ્યો

નવી દિલ્હીઃ રેપ્કો બેંકે આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહને વર્ષ 2024-25 માટે રૂ. 22.90 કરોડનો ડિવિડન્ડ ચેક સોંપ્યો. કેન્દ્રીય ગૃહમંત્રીએ નાણાકીય વર્ષ 2024-25માં રૂ. 140 કરોડનો રેકોર્ડ નફો મેળવવા બદલ રેપ્કો બેંકની ટીમને અભિનંદન આપ્યા હતા. ‘X’ પરની એક પોસ્ટમાં અમિત શાહે જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયના અધિકારક્ષેત્ર હેઠળની બેંકે […]

હવાઈ મુસાફરી બાબતે ભારત વિશ્વના પાંચમા સૌથી મોટા દેશ તરીકે ઉભરી આવ્યો

નવી દિલ્હીઃ હવાઈ મુસાફરી બાબતે ભારત વિશ્વના પાંચમા સૌથી મોટા દેશ તરીકે ઉભરી આવ્યો છે. ગયા વર્ષે લગભગ 24 કરોડ 10 લાખ મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી અને મુંબઈ-દિલ્હી સૌથી વ્યસ્ત હવાઈ મથક હતા. 2024માં વિશ્વ હવાઈ પરિવહન અંગે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. ગયા વર્ષે, ભારતમાં […]

સ્વતંત્રતા પર્વ: અમદાવાદમાં ‘હર ઘર તિરંગા’ અને ‘સ્વચ્છતા’ની થીમ પર યોજાશે કાર્યક્રમો

ગાંધીનગરઃ આગામી 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા પર્વની ઉજવણીની તૈયારીઓ અમદાવાદમાં પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ કલેક્ટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં આ અંગે વિગતવાર ચર્ચા થઈ હતી. આ વર્ષે કેન્દ્ર સરકારના જળ, ગૃહ અને યુવા સાંસ્કૃતિક મંત્રાલયની સૂચના મુજબ ‘હર ઘર તિરંગા’ અને ‘હર ઘર સ્વચ્છતા’ – ‘સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ’ની થીમ પર વિવિધ […]

અમેરિકા પણ રશિયા પાસેથી આયાત કરે છે: ભારતનો વળતો પ્રહાર

નવી દિલ્હીઃ રશિયાથી તેલની આયાત કરવાના મુદ્દે અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU) દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો પર ભારતીય વિદેશ મંત્રાલયે આકરા શબ્દોમાં જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે યુક્રેન સંઘર્ષ પછી રશિયા પાસેથી તેલ આયાત કરવા બદલ ભારતને નિશાન બનાવવું એ સંપૂર્ણપણે અન્યાયી અને અસંગત છે. વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું કે, કોઈપણ […]

ગુજરાતઃ અકસ્માતગ્રસ્તોને બચાવવા માટે ‘અભિરક્ષક’ વાહનનું લોકાર્પણ

અમદાવાદઃ રાજ્યમાં માર્ગ અકસ્માતો દરમિયાન થતી જાનહાનિને અટકાવવા અને ઈજાગ્રસ્તોને સમયસર સારવાર પૂરી પાડવા માટે ગુજરાત પોલીસે એક નવી અને અદ્યતન પહેલ શરૂ કરી છે. ગુજરાત પોલીસ દ્વારા ખાસ તૈયાર કરાયેલા “અભિરક્ષક” નામનાં અકસ્માત રિસ્પોન્સ અને રેસ્ક્યુ વાહનોને પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં તૈનાત કરવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના દિશા […]

રક્ષાબંધન પર ભદ્રાની કોઈ છાયા નથી, શુભ મુહૂર્તમાં બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી શકશે

દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવતો આ તહેવાર માત્ર એક રેશમના દોરા પૂરતો સીમિત નથી, પરંતુ તે વચન, પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક છે. આ વર્ષે બહેનો માટે ખાસ ખુશીની વાત એ છે કે રક્ષાબંધન પર ભદ્રાની કોઈ છાયા નથી, જેના કારણે તેઓ આખો દિવસ શુભ મુહૂર્તમાં પોતાના ભાઈઓને રાખડી બાંધી શકશે. રક્ષાબંધનનું મહત્વ […]

પાકિસ્તાનઃવરસાદ અને ભૂસ્ખલનને કારણે 300 થી વધુ લોકોના મૃત્યુ

પાકિસ્તાનમાં, ચોમાસાથી થયેલા વરસાદ અને ભૂસ્ખલનને કારણે 26 જૂનથી 140 બાળકો સહિત 300 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને 715 થી વધુ લોકો ઘાયલ થયા છે. તેના તાજેતરના અહેવાલમાં, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે જણાવ્યું હતું કે કુલ મૃત્યુઆંકમાંથી 140 બાળકો, 102 પુરુષો અને 57 મહિલાઓ હતા. જાહેર સંપત્તિને થયેલા નુકસાનની વિગતો આપતા, અહેવાલમાં અંદાજવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code