1. Home
  2. Tag "Taja Samachar"

નવસારીઃ ગણેશ ઉત્સવ માટે બંગાળી કારીગરો દ્વારા ઇકો-ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ

સુરતઃ ગણેશ ઉત્સવ નજીક આવતાં, નવસારી શહેરના બંગાળી કારીગરો ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓ બનાવવામાં વ્યસ્ત છે. આ કારીગરો દ્વારા તૈયાર થતી નયનરમ્ય અને પર્યાવરણ-સુરક્ષિત મૂર્તિઓની માંગ નવસારી પૂરતી મર્યાદિત ન રહેતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ રહે છે. આ પ્રતિમાઓ એટલી લોકપ્રિય છે કે ગણેશ મંડળો દ્વારા તેનું બુકિંગ ચાર-પાંચ મહિના અગાઉથી જ કરાવી દેવામાં આવે છે. […]

જન્માષ્ટમી પર્વને લઈને એસટી દ્વારા દ્વારકા માટે વધારાની બસો દોડાવી

ગાંધીનગરઃ શ્રાવણ માસ અને ખાસ કરીને જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને જામનગર એસ.ટી. વિભાગ દ્વારા યાત્રાધામ દ્વારકા જતાં ભાવિકો માટે વિશેષ બસ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરોને સુવિધા મળી રહે તે હેતુથી, આગામી 14 થી 19 ઓગસ્ટ દરમિયાન દ્વારકા માટે વધારાની 16 બસો દોડાવવામાં આવશે. એસટી નિગમ દ્વારા જન્માષ્ટમી પર્વને લઈને રાજ્યભરમાંથી વિશેષ બસ સેવા […]

ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર પર સરકાર હજુ પણ ચર્ચામાં સામેલ

સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, સરકાર હજુ પણ ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર વોશિંગ્ટન સાથે ચર્ચામાં સામેલ છે, જેનો ઉદ્દેશ્ય ટેરિફ સ્થિરતા અને લાંબા ગાળાના વેપાર આગાહી દ્વારા વેપાર અને રોકાણનો વિસ્તાર કરવાનો છે. 7 ઓગસ્ટથી ભારતથી યુએસમાં નિકાસ કરવામાં આવતી કેટલીક ચીજવસ્તુઓ પર 25 ટકાના દરે પારસ્પરિક ટેરિફ લાદવામાં આવ્યો છે. એવો અંદાજ […]

વર્લ્ડ ગેમ્સ 2025: ભારતીય વુશુ ખેલાડી નમ્રતા બત્રાએ ઈતિહાસ રચ્યો, સિલ્વર મેડલ જીત્યો

નવી દિલ્હીઃ ચીનના ચેંગડુમાં ચાલી રહેલી વર્લ્ડ ગેમ્સ 2025માં ભારતીય મહિલા વુશુ ખેલાડી નમ્રતા બત્રાએ ઇતિહાસ રચ્યો છે. તેણે મંગળવારે વુશુની રમતમાં ભારત માટે પ્રથમ વર્લ્ડ ગેમ્સ સિલ્વર મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. નમ્રતાએ મહિલા સાન્ડા 52 કિલોગ્રામની ફાઇનલમાં ચીનની મેંગ્યુ ચેન સામે 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ સિલ્વર મેડલ જીત […]

રાજસ્થાનના દૌસા જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો, 11 લોકોના મોત

જયપુરઃ રાજસ્થાનના દૌસા જિલ્લામાં આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માતમાં 11 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે અન્ય 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના દૌસા-મનોહરપુર હાઇવે પર બાસડી ક્રોસિંગ પાસે બની હતી, જ્યાં શ્રદ્ધાળુઓને લઈ જતી એક પિક-અપ ટ્રક અન્ય વાહન સાથે અથડાઈ હતી. મૃતકોમાં મોટાભાગના લોકો ઉત્તર પ્રદેશના એટાહ જિલ્લાના રહેવાસી […]

રીબડા ફાયરિંગ કેસમાં ફરાર આરોપી હાર્દિકસિંહને કેરળમાંથી પકડીને અમદાવાદ લવાયો

રીબડામાં પેટ્રોલ પંપ પર ફાયરિંગ કર્યા બાદ આરોપી ફરાર હતો, સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે કેરળના મદૂરાઈ બારમાંથી હાર્દિકસિંહને ઝડપી લીધો, હાર્દિકસિંહ જાડેજા 11 ગુનાઓમાં સંડોવાયેલો છે અમદાવાદઃ રાજકોટ જિલ્લાના રીબડામાં આવેલા અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ ઉપર ફાયરિંગના કેસમાં મોસ્ટ વોન્ટેડ હાર્દિક સિંહ જાડેજાને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે કેરળના એક બારમાંથી લઈને અમદાવાદ લવાયો […]

સંસ્કૃત એ માત્ર ભાષા નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિનું પ્રાણતત્વ છે: રાજ્યપાલ

ગાંધીનગરમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો, સંસ્કૃત ભાષાનું મહત્વ વધે તે માટે સંસ્કૃત સપ્તાહ મહોત્સવ યોજાયો: શિક્ષણ મંત્રી ડીંડોર, મનને આંનદ આપે તે આપણી સંસ્કૃત ભાષા છે: શિક્ષણ રાજ્યમંત્રી પાનસેરિયા ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગાંધીનગર ટાઉનહોલ ખાતે પ્રથમ રાજ્યસ્તરીય સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો હતો. આ તકે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું […]

NHRC, ભારતે તેનો બે અઠવાડિયાનો ઓનલાઈન શોર્ટ ટર્મ ઈન્ટર્નશિપ કાર્યક્રમ શરૂ કર્યો

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC), ભારતની બે અઠવાડિયાની ઓનલાઈન શોર્ટ ટર્મ ઈન્ટર્નશિપ (OSTI) નવી દિલ્હીમાં શરૂ થઈ છે. દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી વિવિધ શૈક્ષણિક શાખાઓના 1,957 અરજદારોમાંથી 80 યુનિવર્સિટી-સ્તરના વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. બે અઠવાડિયાનો આ કાર્યક્રમ ઈન્ટર્નમાં માનવ અધિકારો, સંબંધિત કાયદાઓ અને સંસ્થાકીય મિકેનિઝમની […]

અરુણાચલ પ્રદેશના શી યોમી જિલ્લામાં 700 મેગાવોટના ટાટો-II હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના નિર્માણ માટે રોકાણ દરખાસ્તને મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ આજે અરુણાચલ પ્રદેશના શી યોમી જિલ્લામાં ટાટો-II હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ (HEP)ના નિર્માણ માટે રૂ. 8146.21 કરોડના રોકાણને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ માટે અંદાજિત પૂર્ણતાનો સમયગાળો 72 મહિના છે. 700 મેગાવોટ (4 x 175 મેગાવોટ) ની સ્થાપિત ક્ષમતા ધરાવતો આ પ્રોજેક્ટ 2738.06 MU ઉર્જા ઉત્પન્ન […]

ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશમાં રૂ. 4600 કરોડના ખર્ચે સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમોને મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ વધુ ચાર સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. ભારતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમમાં મોમેન્ટમનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં છ મંજૂર પ્રોજેક્ટ પહેલાથી જ અમલીકરણના વિવિધ તબક્કામાં છે. આજે મંજૂર કરાયેલા આ ચાર પ્રસ્તાવો SiCSem, કોન્ટિનેન્ટલ ડિવાઇસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (CDIL), 3D ગ્લાસ સોલ્યુશન્સ ઇન્ક. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code