1. Home
  2. Tag "terrorists"

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા,બે આતંકીઓ ઠાર

સુરક્ષાદળોને મળી મોટી સફળતા બે આતંકવાદીઓને કર્યા ઠાર સર્ચ ઓપરેશન શરૂ શ્રીનગર:જમ્મુ કાશ્મીર દેશનો એક એવો વિસ્તાર છે કે જ્યા આતંકીઓની નજર રહેતી હોય છે.જોકે સુરક્ષાદળો તેમના નાપાક ઈરાદા પર પાણી ફેરવી રહ્યા છે,ત્યારે ફરી એક વખ જમ્મુ અને કાશ્મીરમાં આવેલા શ્રીનગરમાં સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા છે. પ્રાપ્ત માહિતી મુજબ,જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના […]

કંધાર પ્લેન હાઈજેક કેસઃ મુખ્ય આતંકવાદી પૈકી એકની પાકિસ્તાનમાં ગોળીમારી કરાઈ હત્યા

નવી દિલ્હીઃ લગભગ 20 વર્ષ પહેલા ભારતીય વિમાન IC-814ને હાઇજેક કરવાની ચકચારી ઘટનામાં સંડોવાયેલા આતંકવાદીઓ પૈકીનો એક ઝહૂર મિસ્ત્રી ઉર્ફે ઝાહિદ અખુંદની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાનના કરાચીમાં આતંકવાદી ઝહૂર મિસ્ત્રીને બે અજાણ્યા શખ્સોએ ઠાર માર્યો હોવાનું જાણવા મળે છે. બાઇક પર સવાર બે શખ્સો ઝહૂર મિસ્ત્રીના ઘરમાં ઘુસી ગયા હતા અને […]

જમ્મુ-કાશ્મીરઃ શોપિયામાંથી ત્રણ આતંકવાદીઓને ઝડપી લેવાયાં

આતંકવાદને નાથવા શરૂ કરાયું અભિયાન પોલીસે ત્રણેય આતંકીઓની પૂછપરછ આરંભી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓને અટકાવવા માટે ભારતીય સુરક્ષા અધિકારીઓએ અભિયાન શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં સુરક્ષા એજન્સીઓએ અનેક આતંકવાદીઓને ઠાર માર્યાં છે. તેમજ અનેક આતંકવાદીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. દરમિયાન શોપિયામાંથી લશ્કર-ઐ-તૈયબાના 3 આતંકવાદીઓને સુરક્ષા […]

જમ્મુ-કાશ્મીરઃ આર્ટીકલ 370 હટાવ્યા બાદ 439 આતંકવાદીઓને સુરક્ષા એજન્સીઓએ ઠાર માર્યાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવાયા બાદ સુરક્ષા એજન્સીઓએ એન્કાઉન્ટરમાં 439 આતંકવાદીઓને ઠાર માર્યાં છે. જ્યારે આતંકવાદીઓના હુમલામાં 109 જેટલા સુરક્ષા જવાનો શહીદ થયાં હોવાનું જાણવા મળે છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટ્યા બાદ આતંકવાદી ઘટનાઓ અંગે રાજ્યસભામાં સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં […]

પાકિસ્તાનની નાપાક હરકતો યથાવત્, બોર્ડરની બીજી તરફ લોંચ પેડ પર 400 આતંકીઓ મોજૂદ: આર્મી ચીફ નરવણે

પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ આવી રહ્યું નથી બોર્ડરની બીજી તરફ લોંચ પેડ પર 400 આતંકીઓ મોજૂદ ભારતના આર્મી ચીફ એમ એમ નરવણેએ આ ખુલાસો કર્યો નવી દિલ્હી: એક તરફ કાશ્મીરમાં સુરક્ષાદળો અનેકવાર એન્કાઉન્ટર કરીને અનેક આતંકીઓનો સફાયો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ આતંકીઓનું આશ્રયદાતા પાકિસ્તાન પોતાની નાપાક હરકતો સતત દોહરાવતા કાશ્મીરમાં વધુને વધુ આતંકીઓને […]

જમ્મુ-કાશ્મીરમાં હાલ સ્થાનિક આતંકીઓની સંખ્યા 100થી નીચે, ડિસેમ્બરમાં 24 આતંકવાદી ઠાર મરાયા

દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર સ્થાનિક આતંકવાદીઓની સંખ્યા 100થી નીચે પહોંચી ગઈ છે. ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે ઘાટીમાં સ્થાનિક આતંકવાદીઓની સંખ્યા 100થી ઓછી હોય અને વિદેશી આતંકવાદીઓમાં પણ ઘટાડો થયો છે. તેમ કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સુરક્ષા દળો પ્રથમ વખત 200 ના આંકને તોડવામાં સફળ થયા છે. […]

જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ,એક આતંકી ઢેર

સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર એક આતંકવાદી ઢેર અવંતીપોરાના બારાગામ વિસ્તારમાં બની ઘટના શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના બારાગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. કાશ્મીર ઝોન પોલીસે આ જાણકારી આપી છે. ઘટનાનું વર્ણન કરતા આઈજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે,આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે આના લગભગ ચાર દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના […]

કાશ્મીર-કાશ્મીરઃ ટાર્ગેટ કિલિંગની ઘટનામાં સંડોવાયેલા તમામ આતંકવાદીઓનો સફાયો !

દિલ્હીઃ છેલ્લા કેટલાક મહિનાઓથી જમ્મુ અને કાશ્મીરમાં નાગરિકોની હત્યાના બનાવમાં વધારો થયો હતો. જો કે, આવા ગુનામાં માં સામેલ લગભગ તમામ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં હોવાનું જાણવા છે. સશસ્ત્ર દળો હવે ગુપ્ત માહિતી આધારિત “સર્જિકલ ઓપરેશન્સ” પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જેમાં આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે નાની ટીમો સામેલ છે. સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું […]

જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષા જવાનોએ આતંકવાદીઓ સામે શરૂ કરી અંતિમ કાર્યવાહી

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલિગ્સના બનાવોમાં વધારો થયો છે. જેના પગલે સેના સહિત સુરક્ષા એજન્સીઓ વધારે સાબદી બની છે. પુંછ અને રાજોરી જિલ્લામાં સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓ સામે અંતિમ પ્રહારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મેંઢરના વન વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયાં હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. જેથી સ્થાનિકોને ઘરની બહાર નહીં નીકળવા માટે સૂચના આપવામાં […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણઃ લશ્કર-એ-તૈયબાના કમાન્ડરને ઘેરાયો

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓ સક્રિય થયાં છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓનો ખાતમો બોલાવવા અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન પંપોરમાં દ્રાંગબલમાં સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે સામ-સામે ગોળીબાર થયો હતો. સુરક્ષાજનોના નિશાના ઉપર લશ્કર-એ-તૈયબાના ટોપ કમાન્ડર ઉમર મુશ્તાક સહિત બે આતંકવાદીઓ હોવાનું જાણવા મળે છે. અથડામણ વચ્ચે સામ-સામે ગોળીબારનો સિલસિલો હજુ પણ ચાલી રહ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code