1. Home
  2. Tag "terrorists"

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ,સુરક્ષા દળોએ ચાર આતંકીઓને કર્યા ઠાર

શ્રીનગર : ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળોએ આતંકીઓની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી છે. જિલ્લાના માછિલ સેક્ટરના કાલા જંગલમાં સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી માહિતી આપતાં કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે, સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશનમાં કુપવાડાના માછિલ સેક્ટરના કાલા જંગલમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. આતંકવાદીઓ PoJKથી […]

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં LoC નજીક આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં એલઓસીના જુમાગુંડ વિસ્તારમાં સેના અને પોલીસના સંયુક્ત દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, કુપવાડા પોલીસના ચોક્કસ ઇનપુટ પર આતંકવાદીઓ અને સેના અને પોલીસના સંયુક્ત દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને ઓપરેશન ડોગા નાર […]

અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને મોટો નિર્ણય,ડોગ સ્ક્વોડ આતંકીઓ પર રાખશે નજર

અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને મોટો નિર્ણય 1 જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રા  ડોગ સ્ક્વોડ આતંકીઓ પર રાખશે નજર શ્રીનગર : અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ ઉધમપુર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ પોતાની વિશેષ ડોગ સ્ક્વોડ તૈનાત કરી છે. 62 દિવસની અમરનાથ યાત્રા 1 જુલાઈના રોજ પહેલગામમાં નુનવાન અને મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં […]

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષા દળોની આતંકીઓ સાથે અથડામણ,આતંકીઓ છુપાયા હોવાની માહિતી પર કાર્યવાહી

સુરક્ષા દળોની આતંકીઓ સાથે અથડામણ આતંકીઓ છુપાયા હોવાની માહિતી પર કાર્યવાહી શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના રાજૌરીના દસલ જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણના સમાચાર છે. સેનાના અધિકારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ સુરક્ષા દળોને ગઈકાલે જ અમરનાથ યાત્રા પહેલા મોટા […]

જમ્મુ-કાશ્મીરના અનંતનાગના અંડવાન સંગમમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

શ્રીનગર : જમ્મુ-કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓની નજર રહેલી હોય છે તેઓ અહીની શાંતિ ભંગ કરવાના સતત પ્રયત્ન કરતા રહેતા હોય છે ત્યારે આજરોજ ફરી આતંકીઓએ દહેશત ફેલાવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં સેના અને આતંકીઓ આમને સામને આવી ગયા.જમ્મુ-કાશ્મીરના અનંતનાગના અંડવાન સાગરમ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. પોલીસ અને સુરક્ષા દળોએ […]

SCOમાં ભાગ લેવા બિલાવલ ગોવા પહોંચ્યા, ભુટ્ટોના સ્વાગત વખતે આતંકીઓના આકા પાકિસ્તાન તરફી નારાજગી જોવા મળી

પણજીઃ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા પાકિસ્તાનના બિલાવલ ભુટ્ટો ઝરદારી ગોવા પહોંચ્યા હતા. શુક્રવારે સવારે બેઠક પહેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે તમામ મંત્રીઓનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન તેમણે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીનું પણ સ્વાગત કર્યું, પરંતુ બંને નેતાઓ વચ્ચેનું અંતર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. વિદેશ મંત્રી એસ. જયશંકરે બિલાવલ […]

પાકિસ્તાન હવે આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન શરૂ કરશે

દિલ્હી : પાકિસ્તાન આતંકવાદની ફેક્ટરી તરીકે દુનિયાભરમાં પ્રખ્યાત છે. ભારતમાં મુંબઈ અને દિલ્હી હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ સામે આવ્યો છે. જેઓ પર આતંકવાદી હુમલાનો આરોપ છે તેઓ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરે છે. પરંતુ હવે પાક પીએમ શાહબાઝ શરીફે શુક્રવારે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (NSC)ની બેઠક બોલાવી હતી જેમાં દેશમાંથી તમામ પ્રકારના આતંકવાદને ખતમ કરવા માટે એક વિશાળ […]

ટીટીપીના આતંકવાદીઓને પાકિસ્તાનમાં વસાવવા માંગતા હતા પૂર્વ આર્મી ચીફ બાજવા

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના નજીકના એક રાજનેતાએ દાવો કર્યો હતો કે, પૂર્વ સેના પ્રમુખ કમર જાવેદ બાજવાએ અફઘાન તાલિબાનના કાબુલ ઉપર કબજા બાદ પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન (પાકિસ્તાન) ટીટીપીના સભ્યોના પુનર્વસન કરાવવા માંગતા હતા. પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક દિવસોથી આતંકવાદી હુમલાના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન ઈમરાન સરકારના પૂર્વ માનવાધિકાર મંત્રી શિરીન મજારીના આ નિવેદનથી […]

પેશાવરમાં મસ્જિદમાં હુમલા બાદ આતંકવાદીઓએ નિશાન બનાવ્યું પોલીસ સ્ટેશન

નવી દિલ્હીઃ પાકિસ્તાનની મુશ્કેલી ખતમ થવાનું નામ નથી લઈ રહી. એક તરફ આર્થિક સંકટ અને બીજી તરફ આતંકવાદે દેશની કમર તોડી નાખી છે. પેશાવરની મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાંથી દેશ હજુ બહાર આવ્યો ન હોતો કે બીજો આતંકવાદી હુમલો થયો છે આ વખતે આતંકવાદીઓએ પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મિયાંવાલી જિલ્લાના એક પોલીસ સ્ટેશન […]

આતંકવાદીઓની સપોર્ટ સિસ્ટમને સંપૂર્ણપણે ખતમ કરાશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા સ્થિતિ અંગે જમ્મુમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ, મુખ્ય સચિવ, જમ્મુ અને કાશ્મીર, નાણાંકીય કમિશનર (ACS) ગૃહ, DGP, જમ્મુ અને કાશ્મીર, કમાન્ડર, ઉત્તરી કમાન્ડ, આર્મી અને ઈન્ટેલિજન્સ, BSF અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code