1. Home
  2. Tag "The Supreme Court"

મનીષ સિસોદિયાને મળી રાહત, સુપ્રીમ કોર્ટે અઠવાડિયામાં બે વાર તપાસ અધિકારી સમક્ષ હાજર થવાની શરત હટાવી

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. અત્યાર સુધી સિસોદિયાને અઠવાડિયામાં બે વાર તપાસ અધિકારી સમક્ષ હાજર થવું પડતું હતું. કોર્ટે તેને જામીનની શરતમાં છૂટછાટ આપી છે. હવે તેઓએ આ કરવું પડશે નહીં. દારૂ કૌભાંડમાં જામીન મળ્યા હતા 9 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે સીબીઆઈ અને EDના દારુ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં […]

‘ક્યાં સુધી મફત સુવિધાઓ આપીશે, સરકાર રોજગારની તકો કેમ ઊભી કરતી નથી?’, સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની મફત રાશન યોજના પર સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે ક્યાં સુધી લોકોને મફત રાશનનું વિતરણ કરવામાં આવશે. સરકાર રોજગારીની તકો કેમ ઉભી કરતી નથી? કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ 81 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવી રહ્યું છે. તેના પર […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નિર્ણય લેવો જોઈએ’, સુપ્રીમ કોર્ટે બિઅંત સિંહના હત્યારાની દયા અરજી પર વિનંતી કરી

સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સચિવને સોમવારે (18 નવેમ્બર, 2024) નિર્દેશ આપ્યો હતો કે તેઓ 1995 માં પંજાબના તત્કાલિન મુખ્યમંત્રી બિઅંત સિંહની હત્યાના કેસમાં મૃત્યુદંડની સજા પામેલા બળવંત સિંહ રાજોઆનાની દયા અરજી રાષ્ટ્રપતિ સમક્ષ વિચારણા માટે મૂકે. જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ, જસ્ટિસ પીકે મિશ્રા અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે રાષ્ટ્રપતિને અરજી પર બે અઠવાડિયામાં વિચાર […]

સુપ્રીમ કોર્ટે હરિયાણા-પંજાબમાં પરાળ સળગાવવાના બાબતે નારાજગી વ્યક્ત કરી

સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા સરકાર પર નારાજગી વ્યક્ત કરી છે કે જેઓ પરાળ સળગાવે છે તેમની સામે કડક કાર્યવાહી નહીં કરે. કોર્ટે બંને રાજ્યોના મુખ્ય સચિવોને આગામી બુધવારે 23 ઓક્ટોબર રૂબરૂ હાજર રહેવા જણાવ્યું છે. આ સિવાય કોર્ટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ને બંને રાજ્યોના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. […]

નવી દિલ્હી-NCRમાં વધી રહેલા પ્રદુષણને લઈને સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ફરી એકવાર દિલ્હી-NCRમાં વધી રહેલા પ્રદૂષણ પર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે ટકોર કરી હતી કે, પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે રચાયેલ એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશને અપેક્ષા મુજબ કામ કર્યું નથી. કોર્ટે પંચને ઠપકો આપ્યો હતો અને તેને વધુ સારી એફિડેવિટ દાખલ કરવા કહ્યું હતું.. આ કેસની વધુ સુનાવણી 3 ઓક્ટોબરના રોજ […]

સુપ્રીમ કોર્ટે કોલકાતાની ઘટના અંગે CBI પાસેથી રિપોર્ટ માંગ્યો

સુપ્રીમ કોર્ટ ડોક્ટરોની સુરક્ષા માટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરશે. પીડિતાનું નામ અને ફોટો જાહેર થવા પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા લોકો પર બળનો ઉપયોગ ન કરવો જોઈએઃ સુપ્રીમ કોર્ટ   નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે CBIને કોલકાતા બળાત્કાર અને હત્યા કેસમાં 22 ઓગસ્ટ સુધીમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો […]

સુપ્રીમ કોર્ટે UGC-NET 2024 પરીક્ષા રદ કરવાના સરકારના નિર્ણય સામેની અરજીને નકારી કાઢી

• પરીક્ષા હવે 21 ઓગસ્ટના રોજ સુનિશ્ચિત થયેલ છે • કોઈપણ દખલ માત્ર અનિશ્ચિતતામાં વધારો કરશે : સુપ્રીમ કોર્ટ નવી દિલ્હીઃ ભારતની સર્વોચ્ચ અદાલતે સોમવારે (12 ઓગસ્ટ)ના રોજ કથિત પેપર લીકને કારણે UGC-NET 2024 પરીક્ષા રદ કરવાના સરકારના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની […]

જ્ઞાનવાપીમાં મળેલા કથિત શિવલિંગની પૂજા કરવાના અધિકારના કેસની સુનાવણી કોર્ટ કરશે

વારાણસી: જ્ઞાનવાપી શૃંગાર ગૌરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ, અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ સમિતિએ દલીલ કરી હતી કે આ અરજી સાંભળવા યોગ્ય નથી.જયારે વારાણસીની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં, જ્ઞાનવાપી કેસમાં સર્વેક્ષણ દરમિયાન મળી આવેલા કથિત શિવલિંગની પૂજા અને તેને હિન્દુઓને સોંપવા માટેની અરજી પર કોર્ટે આજે આદેશ આપ્યો છે કે આ મામલો સુનાવણી લાયક છે. અંજુમન ઈન્તેઝામિયા મસાજિદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code