સુરતના આઠ ગણેશ પંડાલમાં રાત્રે તસ્કરો ચાંદીની મૂર્તિ, દીવા અને રોકડ ઉઠાવી ગયા, 2 પકડાયા
સુરતના મહિધરપુરા વિસ્તારમાં મધરાત બાદ બન્યો બનાવ, ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ, બે આરોપી પકડાયા લોકોએ ખંડિત થયેલી મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિ સ્થાપના કરી સુરતઃ શહેરના મહિધરપુરા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે તસ્કરોએ આઠ જેટલા ગણેશજીના પંડાલમાં ચાંદીની મૂર્તિઓ, દીવા અને રોકડ રકમની ચારી કરીને પલાયન થઈ જતા આ બનાવે ભાવિકોમાં રોષ ઊભો થયો છે. […]


