1. Home
  2. Tag "Today"

SCO સમિટમાં ભાગ લેવા માટે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે પાકિસ્તાન જશે

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા માટે આજે ઈસ્લામાબાદની બે દિવસની મુલાકાતે જશે. વિદેશ મંત્રીએ અગાઉ ટિપ્પણી કરી હતી કે તેમની પાકિસ્તાનની મુલાકાત બહુપક્ષીય કાર્યક્રમ માટે હતી અને તેમણે દ્વિપક્ષીય વાટાઘાટોને નકારી કાઢી હતી. છેલ્લા 9 વર્ષમાં કોઈ ભારતીય વિદેશ મંત્રી દ્વારા પાકિસ્તાનની આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત […]

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે બીજી ટી20 મેચ, ભારતની સીરિઝ જીત ઉપર નજર

નવી દિલ્હીઃ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ આજે દિલ્હીના અરૂણ જેટલી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ત્રણ મેચોની શ્રેણીના બીજા ટી20 મેચમાં બાંગ્લાદેશ સામે રમશે.ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગે આ મેચ શરૂ થશે. સૂર્ય કુમાર યાદવના નેતૃત્વમાં ભારત શ્રેણીમાં એક – શૂન્યથી આગળ છે.શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે બાંગ્લાદેશને સાત વિકેટે હરાવીને સરળ જીત મેળવી હતી.આ મેચમાં અર્શદીપ સિંહ […]

ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે – ઉદ્યોગમંત્રી બળવંતસિહ રાજપૂત

ગાંધીનગરઃ પાટણના સિદ્ધિપુર ખાતે ઉદ્યોગમંત્રી બળવંતસિહ રાજપૂતે એક દિવસીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યશાળાને સંબોધતા જણાવ્યું કે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. તેમણે ઉમેર્યું કે સમગ્ર દેશમાં 8.4 ટકા જીડીપી આપતું રાજ્ય ગુજરાત છે. લોજિસ્ટિક અને સ્ટાર્ટ અપમાં 11 ટકા હિસ્સા સાથે દેશમાં ગુજરાત મોખરે છે. તેમણે કહ્યું કે છેલ્લા વીસ વર્ષોમાં ગુજરાત દેશમાં […]

આજે વિશ્વ હ્રદય દિવસ : યોગ શિબિરનું આયોજન

આજે વિશ્વ હ્યદય રોગ દિવસ છે. રાજ્યમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં હ્રદય રોગની બીમારીના અંદાજિત બાવન હજાર આપાતકાલીન કોલ 108 ઇમરજન્સી સેવાને મળ્યા છે. ત્યારે યોગ દ્વારા હ્યદયને લગતી બીમારીઓ ઘટાડી શકાય તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે દરેક જિલ્લાઓમાં હ્યદયરોગ જાગરૂકતા માટે યોગ શિબિરનું આયોજન કરાયું છે. ઉપરાંત ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ […]

રાષ્ટ્રપતિ આજે 78મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે (14 ઓગસ્ટ, 2024) 78મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે. આ સંબોધન 1900 કલાકથી આકાશવાણીના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે અને દૂરદર્શનની તમામ ચેનલો પર હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજી સંસ્કરણમાં પ્રસારિત કરવામાં આવશે. દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનનું પ્રસારણ પછી દૂરદર્શનની પ્રાદેશિક ચેનલો […]

મિસાઈલ મેન તરીકે જાણીતા પૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખર વૈજ્ઞાનિક ડો APJ અબ્દુલ કલામની આજે 9 મી પુણ્યતિથી

નવી દિલ્હીઃ ભારતના મિસાઈલ મેન તરીકે જાણીતા પૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખર વૈજ્ઞાનિક ડો APJ અબ્દુલ કલામની આજે 9 મી પુણ્યતિથી છે. વર્ષ 2017 માં આજના દિવસે મેઘાલયના શિલોંગમાં તેમનું નિધન થયું હતું. તેઓ વર્ષ 2002 માં ભારતીય ગણતંત્રના 11 માં રાષ્ટ્રપતિ બન્યા હતા. એક મહાન વૈજ્ઞાનિક અને એન્જીનીયર તરીકે તેમણે દેશની પ્રગતિમાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું […]

અમિત શાહ આજે નવી દિલ્હીમાં NCORDની 7મી સર્વોચ્ચ સ્તરની બેઠકની અધ્યક્ષતા કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં નાર્કો-કોઓર્ડિનેશન સેન્ટર (NCORD)ની 7મી સર્વોચ્ચ સ્તરની બેઠકની અધ્યક્ષતા કરશે. ગૃહમંત્રી રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઈન ‘માનસ’ (માદક પદાર્થ નિષેધ અસુચના કેન્દ્ર) લોન્ચ કરશે અને શ્રીનગર ખાતે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ઝોનલ ઓફિસનું ઉદ્ઘાટન કરશે. અમિત શાહ એનસીબીનો ‘વાર્ષિક અહેવાલ 2023’ અને ‘નશા મુક્ત ભારત’ […]

છોટા ઉદેપુરઃ આજે પણ જાળવી રાખી છે આદિવાસીઓએ રાબડીની પરંપરા

અમદાવાદઃ હાલના જમાનામાં ફાસ્ટ ફૂડ ખાવાનો ક્રેઝ દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસીઓ આજના ફાસ્ટ ફૂડના જમાનામાં પણ સદીઓ જુનો રાબડીનો ખોરાક છોડ્યો નથી. સામાન્ય રીતે સવારમાં લોકો ચા નાસ્તો કરતા હોય છે, પરંતુ આદિવાસી સમાજમાં સવારે ચા ની જગ્યાએ રાબડી પીવાની પરંપરા આજે પણ અકબંધ જોવા મળી રહી છે. રહેણ […]

ભગવાન જગન્નાથ રથયાત્રા 2024નો આજે બીજો દિવસ

નવી દિલ્હીઃ ઓડિશાના પુરીમાં આયોજિત બે દિવસીય ભગવાન જગન્નાથ રથયાત્રા 2024નો આજે (સોમવાર) બીજો દિવસ છે. થોડા સમય બાદ ફરી ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થશે. ગઈકાલે રવિવારે (7 જુલાઈ) સૂર્યાસ્ત બાદ રથયાત્રાને અટકાવી દેવામાં આવી હતી. રવિવારે બપોરે, હજારો લોકોએ પુરીના 12મી સદીના જગન્નાથ મંદિરથી લગભગ 2.5 કિમી દૂર ગુંડીચા મંદિર તરફ વિશાળ રથ ખેંચ્યા […]

દેશમાં આજથી લાગુ થયા 3 નવા ફોજદારી કાયદા

નવી દિલ્હીઃ આજથી સમગ્ર દેશમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ આ ત્રણ કાયદા અમલમાં આવશે. જ્યારે બ્રિટિશ કાળના ત્રણ કાયદા આઇપીસી, સીઆરપીસી અને ઇન્ડિયન એવિડેંસ એક્ટનો અંત આવશે. જુના કાયદાઓના નામ સહિતના ફેરફારો સાથે નવા કાયદા સમગ્ર દેશના પોલીસ સ્ટેશનો અને કોર્ટો સહિત તમામ જરૂરી કચેરીઓમાં તેનો અમલ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code